બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ફાયનાન્શિયલ યર એન્ડની તૈયારી

ના રોજ પ્રકાશિત Tue, 16, 2018 પર 14:23  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. હું આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. એક નવા ટોપિક સાથે. મની મેનેજરમાં આજે ફાયનાન્શિયલ યર એન્ડની તૈયારી, નવા નાણાંકીય વર્ષની યાદી અને દર્શકોનાં સવાલ.

2018 નાં નવા વર્ષની શરૂઆત થઇ ગઇ છે. નવા વર્ષની ઉજવણી પછી હવે માર્ચમાં આ ફાયનાન્શિયલ યર પણ સમાપ્ત થશે તો હાલમાં એ યોગ્ય સમય છે જ્યારે આપણે આખા વર્ષના નાણાંકિય આયોજનની તૈયારી કરી લેવી જોઇએ અને સાથે જ વેલ ઈન એડવાન્સ, આ વર્ષ દરમિયાન આપણા નાણાંકિય જીવનમાં ક્યા ક્યા નાના મોટા મહત્વનાં કામ કરવાનાં છે તેની યાદી પણ બનાવી લેવી જોઇએ. તો આજના મની મેનેજરમાં આવી જ ઉપયોગી માહિતી મેળવીશુ અને આ માહિતી આપવા આપણી સાથે જોડાયા છે યોગિક વેલ્થનાં લેખક અને સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા.

ગૌરવ મશરૂવાલાનાં મતે ફાયનાન્શિયલ યર એન્ડની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવી જોઇએ. ટેક્સ પ્લાનિંગ માટેની તૈયારીઓ શરૂ કરી દેવી. પાછલા વર્ષમાં જીવનમાં જે ફેરફાર આવ્યા હોય તે મુજબ નાણાંકિય આયોજન બદલવુ. સુકન્યા સમૃધ્ધી યોજના, સિનિયર સિટિઝન સ્કીમનાં રોકાણ કરી શકાય. ટેક્સ બચત માટે જરૂરી દસ્તાવેજો અગાઉથી તૈયાર રાખવા.


ટેક્સ આખરી તારિખ પહેલા જ ભરી દેવો. તમારા રોકાણનાં દસ્તાવેજોની યાદી બનાવી રાખવી. ટેક્સ બચત માટેનાં રોકાણો છેલ્લી ઘડીએ ન કરવા જોઇએ. આવતા વર્ષનાં ટેક્સ બચતનાં રોકાણ વર્ષની શરૂઆતથી જ કરી દેવા. આવતા વર્ષનાં દરેક નાણાંકિય ધ્યેય માટેની તૈયારી કરી લેવી જોઈએ. જો વર્ષ દરમિયાન મોટી આવક થવાની હોયતો તેના રોકાણની તૈયારી અગાઉથી કરવી. 30-માર્ચ પહેલા આધાર કાર્ડ લિન્ક કરાવવો ખૂબ જરૂરી.


આધાર કાર્ડને લગતી સમસ્યા માટે આધાર હેલ્પ લાઇનની સહાય લઇ શકાય. આધાર કાર્ડને લગતી સમસ્યા માટે આધાર હેલ્પ લાઇન- 1947 ની સહાય લઇ શકાય. આધાર કાર્ડને લગતા તમામ કામકાજ આખરી તારિખ પહેલા કરી લેવા જોઈએ. રેસિડન્સ સ્ટેટસ બદલાયા હોયતો તેની જાણ નાણાંકિય સંસ્થાને કરવી.


લગ્ન બાદ સરનેમ કે નોમીનેશનમાં બદલાવ કરવા હોય તો કરી લેવા. કુટુંબમાં કોઇ વ્યક્તિનું મૃત્યુ થયુ હોયતો બેન્કને ડેથ સર્ટિફિકેટ આપવુ. કેવાયસીને લગતા કામ સમયસર પુરા કરી લેવા. કેવાયસી અપડેટ કરી દેવાથી ભવિષ્યની મુશ્કેલીથી બચી શકાય. 80c મુજબ રૂપિયા 1.5 લાખની મર્યાદામાં ટેક્સ બચાવી શકાય. કુટુંબમાં કોઇ વ્યક્તિનું મૃત્યુ થયુ હોયતો બેન્કને ડેથ સર્ટિફિકેટ આપવુ.

સવાલ: અમારી હાઉસિંગ કૉઓપરેટિંગ સોસાયટી છે. દરેક સોસાયટીની જેમ અમારે ત્યાં પણ ટેલિફોનના ટાવર લાગેલા છે તેને હિસાબે અમારે ઈનકમ આવી રહી છે. અમારી પાસે એક્સ્ટ્રા ફંડ છે તેને અમારે કઈ રીતે રોકાણ કરવુ જોઈએ.

જવાબ: આશિષભાઈને સલાહ છે કે તમારે એફડીનું રોકાણ ચાલુ રાખવું જોઇએ.

સવાલ: ચૈતન્ય રાણાનો લખ્યુ છે કે હુ છેલ્લા 10 વર્ષથી ગલ્ફમાં કામ કરૂ છુ. મારે ભારત પાછા ફરી કુટુંબ સાથે રહેવુ છે. હાલમાં મારી ઉમંર 37 છે, મારી પાસે રૂપિયા 80 લાખનું રોકાણ MFમાં છે અને રૂપિયા 20 લાખની FD, NREમાં છે. પરિવારમાં પત્ની, 6 વર્ષનો દિકરો અને માતા પિતા છે. પરિવારનો માસિક ખર્ચ રૂપિયા 35 હજાર છે. મારી પાસે રૂપિયા 50 લાખનો ટર્મ પ્લાન છે અને રૂપિયા 3લાખનો ફેમલિ ફ્લોટર હેલ્થ ઇનશ્યોરન્સ છે. મારા આ રોકાણથી માસિક આવક કઇ રીતે ઉભી કરી શકુ?

જવાબ: ચૈતન્યભાઇને સલાહ છે કે તમે એફડીમાં કે પોસ્ટમાં રોકાણ કરી શકો.