બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: પ્રોપર્ટી ખરીદવી સારી કે ભાડે

ના રોજ પ્રકાશિત Mon, 13, 2016 પર 18:00  |  સ્ત્રોત : CNBC-Bajar

આપણાં જીવનની ઘણી બધી ચિંતાઓ લગભગ નાણાં સાથે જોડાયેલી હોય છે. આથી જો આપણાં નાણાંનું આયોજન યોગ્ય રીતે કરવામાં આવે તો મોટા ભાગની સમસ્યાનું નિવારણ આપોઆપ થઇ જાય છે. મની મૅનેજરમાં આજે આપણે વાત કરીશું. પ્રોપર્ટી અંગે શું ખરીદારી કરવી સારી? કે રેન્ટેડ પ્રોપર્ટી સારી? અને આ સમસ્યામાં શું કરવું જોઈએ?

પોતાનું ઘર હોવું તે દરેકનું સપનું હોય છે. અને આ સપનું પુરુ કરવા માટે બધા સતત પ્રયત્ન પણ કરતા હોય છે. આ સપનામાં કોઈ આડે આવતું હોય, તો તે હોય છે સતત વધતા જતાં પ્રોપર્ટીના ભાવ. ત્યારે કોઈ આ સપનું જોવાનું મુકી દે છે તો કોઈ ભાડેના મકાનને જ પોતાનું માની મન મનાવી લે છે. તો આ સમયે કંઈ વસ્તુ સાચી, ઘર ખરીદવું કે ભાડે રહેવું? આ ખુબ જ રસપ્રદ મુદ્દા પર ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યાં છે ફૂલ સર્કલ ફાઈનાન્સિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સના કલ્પેશ આશર.

આજે રોકાણકારોની સંખ્યા ઘર ખરીદનારની સંખ્યા સામે વધારે છે. આજની પરિસ્થિતી રોકાણકાર માટે સારી નથી. બિલ્ડર્સ તેમની નિર્ધારીત તારીખે પ્રોપર્ટી આપવામાં નિષ્ફળ રહે છે. આવી પરિસ્થિતીમાં જેમને ઘર ખરા અર્થમાં ખરીદવું છે તેમને સમસ્યા નડે છે. હાલ જેમને ઘર ખરીદવું છે તેમના માટે બજાર સારુ નથી.

જેઓ પહેલી વાર ઘર ખરીદે છે તેમણે પહેલા પોતાનું બજેટ ચકાસવું. ખોટી ભાવનાઓમાં આવીને ઘર ન લેવું જોઈએ. હોમ લોન લેવા માટે ક્રેડિટ હિસ્ટ્રી ખુબ મહત્વ ધરાવે છે. હાલ રેન્ટ પર રહેવું તે એક સારો ઓપ્શન છે. રેન્ટમાં રહેતા કે લેવામાં વિવિધ વસ્તુઓ ધ્યાનમાં રાખવી પડે છે. પ્રોપર્ટી લેતા યાદ રાખો.