બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: યુપીઆઈના દુરઉપયોગ સામે રક્ષણ

ના રોજ પ્રકાશિત Thu, 20, 2017 પર 07:23  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ પણે કરાવતું આયોજન. મની મેનેજરમાં આજે યુપીઆઈના દુરઉપયોગ વિશે, કેવી રીતે અટકાવવું અને દર્શકોના સવાલ.

ઓનલાઈન પેમેન્ટ, કેશ ટ્રાન્ઝિક્શન કે નેટ બૅન્કિંગથી તો આપણે હવે અજાણ નથી જ. પરંતુ તે દરેક કેટલા સુરક્ષિત છે તેની આપણને ચિંતા રહે છે. તમારા મહેનતથી કમાયેલા નાણાં ક્યાય વેડફાઈ ન જાય કે તેનો કોઈ ખોટો ફાયદો ન ઉપાડી જાય તેની તકેદારી આપણે જ રાખવી પડશે. અને તેના માટે ઘણા સુરક્ષિત માધ્યમો પણ છે. તો આજે વાત કરીએ યુપીઆઈ વિશે અને ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે સર્ટિફાઈડ ફાઈનાન્શિય પ્લાનર અર્ણવ પંડ્યા.

ઓનલાઈન બૅન્કિંગમાં ઘણા ઓપ્શન છે. NEFT, RTGS, ઓનલાઈન વોલેટ જેવા માધ્યમો ઓનલાઈન બૅન્કિંગ છે. યુપીઆઈ થકી ઓનલાઈન પેમેન્ટ સરળતાથી થઈ શકે છે. યુપીઆઈમાં મુશ્કેલીમાં જો ટેકનોલોજીની ખામી હોય તો દુરઉપયોગ થઈ શકે છે. જો ડિટેઈલમાં ભુલ કરો કે માહિતી કોઈને જણાવો તો દુરઉપયોગ થઈ શકે.

દુરઉપયોગના સમયે તમારે બૅન્કને જાણ કરવાની રહે છે. જે તમને તમારા લોસની જાણ ન હોય તો તે તમારો વાંક કહેવાય. તમારે તમારા બૅન્ક એકાઉન્ટની સમયાંતરે તકેદારી રાખવી જોઈએ. જેટલી વહેલી જાણ કરો તમારી બૅન્કને તે તમારા માટે સારુ રહે. સામાન્યરીતે બૅન્ક 10 થી 15 દિવસમાં તેની કાર્યવાહિ કરે છે.

ફ્રોડ થવાની શરૂઆત નાની રકમથી થાય છે અને બૅન્ક સુરક્ષામાં સતર્ક રહે છે. તમારી બૅન્કને લગતી માહિતી કોઈને કહેવી નહિં. તમે કોઈને માહિતી આપી હોય અને ફ્રોડ થાય તો બૅન્ક જવાબદાર નથી. એકાઉન્ટ ડિટેઈલ ખોટી હોય અને ફ્રોડ થાય તો બૅન્ક જવાબદાર નથી. ઓનલાઈન ટ્રાન્સફરમાં બૅન્ક તમને ઘણી વિગતો પુછે છે.

એકાઉન્ટ ડિટેઈલ મિસમેચ થાય તો તે એકાઉન્ટમાંથી રકમ ફરી મળી શકે. ભુલની તરત જાણ કરવામાં આવે તો બૅન્ક તરત મદદ કરી શકે છે. પબ્લિક કમ્પ્યુટર પરથી ટ્રાન્ઝેક્શન ન કરવું. વેબસાઈટ પર htpps હોવુ અનિવાર્ય છે. જે વેબપેઈજ પર htpps માંથી s ન હોય તો ટ્રાન્ઝેક્શન ન કરવું.

સવાલ: પહેલો સવાલ આવ્યો છે તેજસ શાહનો, તેઓનો પ્રશ્ન ટર્મ પ્લાન અંગે છે.. તેઓ લખે છે હું મારા માતા-પિતા બન્ને માટે ટર્મ પ્લાન લેવાનું વિચારુ છું, તો શું ટર્મપ્લાન ગ્રુપમાં લઈ શકાય? જો લઈ શકાય તો ક્યો ઓપ્શન સારો રહે? કંઈ ઉંમર બાદ ટર્મપ્લાન લેવો જોઈએ? અને કંઈ ઉંમર સુધી ટર્મપ્લાન લઈ શકાય? જો મારા પિતા ડાયાબિટીસ ધરાવતા હોય અને માતા ભૂતકાળમાં કેન્સરના પેશન્ટ હોય તો ટર્મપ્લાન લઈ શકાય? હાલ મારા પિતા એક જ કમાનાર છે.

જવાબ: તેજસભાઈને સલાહ છે કે દરેક વ્યક્તિનો ટર્મપ્લાન વ્યક્તિગત લેવો જોઈએ. જે કમાનાર વ્યક્તિ હોય તેનો ટર્મપ્લાન લેવો જોઈએ. નાની ઉંમરે ટર્મપ્લાન લેતા તેમા પ્રિમીયમ ઓછું આવે. આવક પ્રમાણે ટર્મપ્લાનનું કવરેજ લેવું જોઈએ.