બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: રેટ કટની તમારા નાણાંકીય આયોજન પર અસર

ના રોજ પ્રકાશિત Wed, 07, 2019 પર 17:56  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્રેડિટ પોલિસી સ્પેશલ મની મૅનેજરમાં હુ આપનું સ્વાગત કરૂ છુ. મની મેનેજરમાં આજે આરબીઆઈએ આપ્યો 0.35%નો રેટ કટ. સતત ચોથો રેટ કટ અપાયો અને આ રેટ કટની તમારા નાણાંકીય આયોજન પર અસર.

આજે ક્રેડિટ પોલિસીમાં RBIએ આપણને સૌને સરપ્રાઇઝ આપી, પા ટકાના રેટ કટની આપણને આશા હતી પરંતુ અહીંયા આપણને 0.35% નો રેટ કટ અપાયો છે, તો આ સતત ચોથી વારનો રેટ કટ છે, એટલે કે આ વર્ષ દરમિયાન કુલ 110 bpsનો રેટ કટ આવ્યો છે, તો આ રેટ કટની તમારા નાણાંકીય આયોજન પર કેવી અસર પડશે તે અંગેની આપણે ચર્ચા કરીશુ આજના મની મૅનેજરમાં અને આજે આપણી સાથે જોડાયા છે ફુલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ & એડવાઇઝર્સનાં સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર.

RBIએ સતત ચોથો રેટ કટ આપ્યો છે. એક વર્ષમાં RBIએ 110bps નો રેટ કટ આપ્યો. ઝડપથી આપણુ અર્થતંત્ર ગ્રોથ કરે તેવા પ્રયાસ થઇ રહ્યાં છે. રેટ કટ આવતા ડિપોઝિટ પણ મળતો વ્યાજ દર ઘટશે. રેટ કટ આવતા લોન પર તમારે આપવો પડતો વ્યાજદર ઘટશે. વિશ્ર્વ સ્તરે સ્લોડાઉન છે, ગ્લોબલિ રેટ કટ પણ આવી રહ્યાં છે.


ગ્લોબલ સંકેતોનું ધ્યાન રખાઇ ને RBI દ્વારા બેલેન્સ નિર્ણય લીધા છે. NBFCsની સમસ્યાને કારણે અર્થતંત્રને અસર થઇ હતી. RBIએ NBFCsને બુસ્ટ મળે એવો પ્રયાસ કર્યો છે. લિક્વિડિટીની સમસ્યા વધારવા માટે NBFC માટેનુ એક્સોપઝર 15% થી 20% કરાયુ. આ પોલિસીમાં ગ્રોથને ધ્યાને રાખીને નિર્ણયો લેવાયા છે.


RBIએ ઘટાડેલા રેટ કટનો લાભ બેન્કનાં ગ્રાહકો સુધી પહોંચવો જોઇએ. બેન્કોએ રેટ કટ પાસ ઓન કરવો ખૂબ જરૂરી છે. ઓટો સેક્ટરને પણ મોટો ધક્કો લાગ્યો છે. રેટ કટ દ્વારા કન્ઝ્યુમર ડિમાન્ડ વધારવાનાં પ્રયાસ થયા છે.

લોન પર કેવી પડશે અસર?
હોમલોન અને ઓટો લોનનાં વ્યાજ દર ઘટવા જોઇએ. પહેલુ ઘર લેનારને ઘટેલા વ્યાજદર પર ઘર લેવાની સારી તક છે. વેહિકલનાં સેલ્સમાં હાલ ઘટાડો નોંધાયો છે. વેહિકલ લોન પર પણ તમને ઘટેલા વ્યાજદરનો લાભ મળશે. ઓટો ઇન્ડસ્ટ્રીને ઘટેલા વ્યાજ દર રિવાઇવલમાં મદદ કરી શકે. તમારે બેન્ક પાસે જઇ બેન્ક પાસે વ્યાજદર ઘટાડાની માંગણી કરવી જોઇએ.


FDનાં વ્યાજદર ઘટશે. FDનાં વ્યાજદર સમય સાથે ઘટતા જશે, લાંબાગાળા માટે વ્યાજદર લોકઇન કરો. ડેટ MFમાં વ્યાજદર ઘટતા વળતર વધી શકે છે. ડાઇનામિક બોન્ડમાં સારા રિટર્ન જોઇ હાલમાં તેમા એન્ટ્રી કરતા બચો. ડેટ ફંડમાં રોકાણ કરતા પહેલા ક્વોલિટી ઓફ પેપર જોઇ લેવા. ડેટ ફંડમાં શોર્ટ કે મિડિયમ ફંડમાં રોકાણ કરવું.