બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: આધાર કાર્ડ અને ફાયનાન્શિયલ ઇન્સ્ટ્રરુમેન્ટનાં લિન્કિંગ અંગે

ના રોજ પ્રકાશિત Tue, 12, 2017 પર 16:56  |  સ્ત્રોત : CNBC-Bajar

આવક, બચત, રોકાણ, વળતર, સુરક્ષા ,આ તમામ પાસાઓ એટલે કે પર્સનલ ફાયનાન્સ. આ વિષયને લગતી તમામ બાબતોની માહિતી આપતો શો એટલે મની મૅનેજર. હું આપનું સ્વાગત કરુ છું આજના એપિસોડમાં. મની મેનેજરમાં આજે વાત કરીશું આધાર કાર્ડ અને ફાયનાન્શિયલ ઇન્સ્ટ્રરુમેન્ટનાં લિન્કિંગ અંગે અને જાણીશુ લિન્કિંગ પ્રોસેસ અને લઇશું દર્શકોનાં સવાલ.

તમારા આધાર કાર્ડને તમારા જુદા જુદા ફાયનાન્શિયલ ઇનસ્ટ્રુમેન્ટ અથવા પ્રોડક્ટ સાથે લિન્ક કરવાની અંતિમ તારિખ 31 ડિસેમ્બર છે. જે હવે ખૂબજ નજીક આવી ગઇ છે. માટે જ દરેક મ્યુચ્યુઅલ ફંડ, બ્રોકિંગ અકાઉન્ટ, ઇન્શ્યોરન્સ કંપની વગેરે માટે તમારી પાસે તમારા આધાર કાર્ડની જાણકારી માંગી તેને લિન્ક કરવી જરૂરી છે.તો આજે આજના એપિસોડમાં આપણે વાત કરીશું આ આધાર લિન્કિંગ અંગે. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે યોર્સ ફાયનાન્શિયલિ બુકનાં લેખક અને ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સનાં સર્ટિફાઇડ ફાઈનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર.

કલ્પેશ આશરનાં મતે આધાર કાર્ડ ન હોય તો આધાર કાર્ડ માટે આવેદન ભરો. આધાર કાર્ડ લિન્ક માટે આખરી તારિખ 31 ડિસેમ્બર 2017. આધાર કાર્ડ લિન્ક થતા નાણાંકિય વ્યવહારોમાં પારદર્શકતા વધશે. આધાર કાર્ડ લિન્કિંગ એનઆરઆઈ માટે ફરજીયાત નથી.

આધાર કાર્ડ સાથે શુ લિન્ક થશે?
- ડાયરેક્ટ ઇક્વિટી
- મ્યુચ્યુઅલ ફંડ
- ઇન્શ્યોરન્સ પોલિસી

આધાર કાર્ડ લિન્કની પ્રક્રિયા
તમારા મોબાઇલ નંબરને આધાર સાથે જોડો. તમે દરેક ફાયનાન્શિયલ પ્રોડક્ટ માટે મોબાઇલ પર ઓટીપી મેળવી શકશો. તમે UIDAI website પર વધુ માહિતા મેળવી શકો છો. આધાર લિન્કિંગ ઓફલાઇન અને ઓનલાઇન બન્ને રીતે થઇ શકે છે. સ્ટોક બ્રોકિંગ ખાતાને લિન્ક કરવા બ્રોકરની વેબસાઇટ પર જઇ આધારનંબર આપો.


તમે તમારા બ્રોકરને તમારી સહી કરેલી આધારકાર્ડની કોપી પણ આપી શકો. મ્યુચ્યુઅલ ફંડ માટે તમારા ફંડની વેબસાઇટ વિઝિટ કરી શકો. ફંડ હાઉસ વેબસાઇટ અથવા ડિસ્ટ્રીબ્યુટર પોર્ટલ પર આધારનંબર આપી શકાય. આધાર લિન્ક માટેનું ફોર્મ ભરી તેની સાથે આધારની સહી કરેલી કોપી આપી શકો. ઇન્શ્યોરન્સ સાથે આધાર લિન્ક કરવા કંપનીનાં પોર્ટલની વિઝિટ કરી શકો.


તમે આધાર કાર્ડની સ્કેન કોપી એજન્ટને મોકલી શકો છો. જરૂરી માહિતી ભર્યાબાદ ઓટીપી જનરેટ થશે તે એન્ટર કરતા પ્રક્રિયા પુરી થશે. બેન્કખાતા માટે આધાર લિન્ક કરવા બેન્કની મુલાકાત લઇ શકાય. બેન્ક વેબસાઇટ અથવા નેટબેન્કિંગ દ્વારા આધાર લિન્ક કરી શકાય.

સવાલ: હુ 46 વર્ષનો છુ અને મારી સલેરી 60 હજાર છે. મે એસઆઈપી શરૂ કરી છે. જે સ્કીમ છે તેમાં હુ દર મહિને 10 હજારનું રોકાણ કરુ છે. જેમાં આઈસીઆઈસીઆઈ વેલ્યુ, આઈસીઆઈસીઆઈ બ્લુ ચીપ ફોક્સ ફંડ, ફ્રેન્કલિન ઈન્ડિયા હાઈ ગ્રોથ, ફ્રેન્કલિન ઈન્ડિયા ઓપરન્યુચિટી ફંડ છે અને મીરા એસેટ ટેક્સ સેવર માં 5 હજારની એપિલ મહીનાથી એસઆઈપી ચાલુ કરેલી છે. હુ 60 વર્ષે રિટાયર થાવ ત્યારે મારે 3 કરોડ રૂપિયાની જરૂર છે તો આ જે મે સિલેકશન કર્યુ છે એ સફિસિઅન્સ છે કે વધારે રોકાણ કરવાની જરૂર પડશે.

જવાબ: મહેશભાઇને સલાહ છે કે તમારૂ રોકાણ યોગ્ય છે. 14 વર્ષમાં રૂપિયા 3 કરોડ ભેગા થઇ શકશે. તમે રિલાયન્સ સ્મૉલ કેપ ફંડમાં રૂપિયા 5000 રોકી શકો. રૂપિયા 50,000ની એસઆઈપીથી રૂપિયા 2.20 કરોડ ભેગા થશે.

સવાલ: મે 5 ફંડમાં રોકાણ કરેલુ છે જેમાં રિલાયન્સ નિવૃત્તિ કર બચત ફંડ 5000 રૂ, મિરાએ એસેટ ટેક્સ સેવર ફંડ 3000 રૂ, આઈસીઆઈસીઆઈ પ્રુ. મિડ કેપ ફંડ 2500 આર, ફ્રેન્કલીન ઈન્ડિયા ફ્લેક્સી કેપ ફંડ 2000 અને ડીએસપી બીઆર સ્મોલ એન્ડ મિડ કેપ ફંડ 2500 રૂ. છે. ટોટલ 15 હજારનું રોકાણ કરેલુ છે. આ પ્લાનિંગ મારૂ 10-15 વર્ષનું હતુ. પરંતુ ફ્યુચરમાં મારે 1.5-2 કરોડ જો ભેગા કરવા હોય તો આટલુ રોકાણ યોગ્ય છે કે મારે વધારવુ જોઈએ?

જવાબ: હેમંતભાઇને સલાહ છે કે તમે એક ટેક્સ સેવર ફંડ રાખી શકો. રૂપિયા 15,000ની એસઆઈપીથી 15 વર્ષે રૂપિયા 35 લાખ ભેગા થઇ શકે. ટુંકાગાળા માટે ઇક્વિટી ફંડમાં રોકાણ કરવું નહી. લાંબાગાળાના ધ્યેય માટે ફુગાવાનાં દરને પણ ધ્યાને લેવો જરૂરી.