બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: આજે લિબ્રલાઇઝ રિમિટન્સ સ્કીમ અંગે

મની મેનેજરમાં આજે લિબ્રલાઇઝ રિમિટન્સ સ્કીમ અંગે, જાણીશુ આ સ્કીમનાં લાભ.
ના રોજ પ્રકાશિત Tue, 12, 2017 પર 17:39  |  સ્ત્રોત : CNBC-Bajar

બચત, રોકાણ અને વળતર. આ ત્રણ શબ્દો સતત એકબીજાની પરસ્પર જોડાયેલા હોય છે. દરેક બચતને જો યોગ્ય રીતે રોકવામાં આવે તો તેનું વળતર અચૂકપણે સારુ જ આવે છે. ત્યારે આજે ફરી એક નવા ટોપિક સાથે તમને સારા વળતરની જાણકારી આપવા હું આપનું સ્વાગત કરુ છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે લિબ્રલાઇઝ રિમિટન્સ સ્કીમ અંગે, જાણીશુ આ સ્કીમનાં લાભ અને લઇશું દર્શકોનાં સવાલ.

આપણા મોટા ભાગના રોકાણો ભારતમાં થતા હોય છે જેમકે બેન્કમાં થતા રોકાણ હોય કે MFનાં અથવા રિયલ એસ્ટેટ હોય કે સોનુ આ દરેક રોકાણ ભારતમાં જ થાય છે. તો શું આપણી પાસે ભારત બહારનાં દેશોમાં રોકાણ કરવું શક્ય છે અને કેટલુ યોગ્ય છે? એ જાણવા માટે આપણે વાત કરીશું લિબ્રલાઇઝ રિમિટન્સ સ્કીમ અંગે અને આ માહિતી આપવા આપણી સાથે જોડાયા છે યોગિક વેલ્થનાં લેખક અને સર્ટિફાઇડ ફાયનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા.

ગૌરવ મશરૂવાલાનાં મતે 2004થી ભારતની બહાર રોકાણ થઇ શકે એ માટે આ સ્કીમ શરૂ કરાઇ. પોર્ટફોલિયો ડાયવર્સિફાઇડ કરવા ભારતની બહાર રોકાણ માટે ઉપયોગી. સટ્ટાબાજી અને માર્જીન જેવા ઉપયોગમાં આ રકમનો ઉપયોગ ન કરી શકાય. બન્ને દેશનાં કાયદા વિરૂદ્દધનાં રોકાણ કે ખર્ચ ન કરી શકાય. ઘર ખરીદવુ, ભેટ આપવુ વગેરે ઉપયોગ કરી શકાય.


વ્યક્તિ દિઠ 2.5 લાખ ડોલર/વર્ષ નું રોકાણ દેશની બહાર કરી શકાય. ભારતમાં અન્ય દેશ કરતા સારા વળતર મળે છે. આ સ્કીમનો ઉપયોગ વળતર માટે નહી પરંતુ સુરક્ષાનાં હેતુથી થઇ શકે. દેશનાં અર્થતંત્રમાં ફેરફાર સાથે તમારા રોકાણને અસર થઇ શકે. રોકાણનાં વિકલ્પો સમજી વિચારી સુરક્ષા જાણી પસંદ કરવા. રેગ્યુલેટ થતી સ્કીમમાં રોકાણ કરવા સહજ રહે છે.


આ સ્કીમનો લાભ લેવા બેન્કમાં અમુક ડિક્લેરેશન આપવા જરૂરી છે. રોકાણ પહેલા RBIની પરવાનગી જરૂર નથી. આ સ્કીમ મુજબ આપણે અન્ય દેશનાં શેર માર્કેટમાં રોકાણ કરી શકીએ. રોકાણ માટે લઘુત્તમ રકમની મર્યાદા નથી. રોકાણ માટે મહત્તમ સીમા 2.5 લાખ ડોલર છે. તમે એક કે ઓછા નાણાંકિય વ્યવહારો તમારી જરૂર મુજબ કરી શકો છો.


ડબલ ટેક્સ અવોઇડન્સ ટ્રિટી હોય તે દેશમાં કોઇ એક જ દેશમાં ટેક્સ લાગશે. વારસા માટે જેતે દેશનાં નિયમો લાગુ પડશે. ભારતનાં વીલમાં બહારનાં દેશની સંપત્તિનો ઉલ્લેખ કરવો. અમેરીકા જેવા દેશો ભારતનાં વીલ સ્વીકારે છે. માંદગી માટે ખાસ એપ્લિકેશન દ્વારા વધુ રકમને પણ મંજૂરી મળે છે. ઘણા દેશો સાથે ભારતને ડબલ ટેક્સ અવોઇડન્સ ટ્રિટી થયેલી છે. ભારતની તમામ જવાબદારી પુરી કર્યા બાદ તમે બીજા દેશમાં રોકાણ અંગે વિચારો.

સવાલ: ઇમેલ આવ્યો છે હિરેન ચાવડાનો ભાવનગરથી. તેમણે જણાવ્યુ છે કે મારી માસિક આવક રૂપિયા 50,000 છે. માસિક ખર્ચ રૂપિયા 7000 છે. મારા રોકાણ આ મુજબ છે પીપીએફ દર વર્ષે રૂપિયા 1,50,000 છે, લાઈફ ઈન્સયોરન્સ યુએલઆઈપીમાં દર વર્ષે રૂપિયા 50000 અને એસઆઈપીમાં દર મહિને રૂપિયા 3000 નુ રોકાણ છે મને મારા નાણાંકિય આયોજન માટે માર્ગદર્શન આપશો.

જવાબ: હિરેન ચાવડાને સલાહ છે કે રોકાણ તમારા ધ્યેયને આધારે કરવા. માસિક ખર્ચનાં 3 ગણી રકમ ઇમરજન્સી ફંડ તરીકે રાખવી. ટર્મ પ્લાન દ્વારા જીવનની સુરક્ષા આપવી જરૂરી છે. એનઆરઈ ખાતામાં રકમ આવ્યા બાદ તેને મ્યુચ્યુઅલ ફંડમાં રોકી શકાય.


સવાલ: મારો દિકરો એનઆરઈ છે. તેનુ અમે ઈન્ડિયામાં ખાતુ તો ખોલાવી દીધુ છે. અમારો વિચાર એવો છે કે તેના જ ખાતામાંથી અમુક મ્યુચ્યુઅલ ફંડમાં અમે રોકાણ કરવા ઈચ્છે છે અને જે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીએ એમાં એવો પ્લાન કરીયો છે કે મહિનાની ફિક્સ તારીખે તેના ફિક્સ અમાઉન્ટના ડૉલર અહી તે ટ્રાન્સફર કરી દે અને તે જ એકાઉન્ટમાંથી અહીં અમે એસઆઈપી કરીએ. તો તેમાં કઈ રીતના ટેક્સના ઈમપ્લીમેશન આવી શકે. એટલે કે 4 મ્યુચ્યુઅલ ફંડમાં આપણે રોકાણ કર્યુ હોય અને 5-6 વર્ષ પછી એને એવુ થયુ કે આ રોકાણ મારે ઈન્ડિયામાં નથી રાખવુ અને વળી પાછુ મારે યુએસમાં લઈ જવુ છે તો કઈ પ્રોસેસ છે?

જવાબ: હસમુખભાઇને સલાહ છે કે એનઆરઈ ખાતામાં રકમ માત્ર ફોરેન દેશોથી જ થઇ શકશે. એનઆરઈ ખાતામાં રકમ આવ્યા બાદ તેને MFમાં રોકી શકાય. એનઆરઈ ખાતા પર ટેક્સ નથી.