બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: REITs રોકાણનો નવો વિકલ્પ

ના રોજ પ્રકાશિત Wed, 27, 2019 પર 14:26  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના એપિસોડમાં એવા જ મુદ્દા સાથે હું આપનું સ્વાગત કરુ છું. મની મેનેજરમાં આજે REITs રોકાણનો નવો વિકલ્પ, REITsમાં રોકાણનાં લાભ અને દર્શકોનાં સવાલ.

મની મૅનેજર રોકાણનાં તમામ એવુન્યુઝની માહિતી તમારા સુધી પહોંચાડતુ હોય છે જેથી તમે તમારા પોર્ટફોલિયોને યોગ્ય રીતે ડાવર્સિફાઇડ કરી મહત્તમ વળતર મેળવી શકો, રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં રોકાણ માટે તાજતરમાં જ એક નવો વિકલ્પ ઉપલબ્ધ થયો છે, તે છે REITs. તો શું છે REITs, કઇ રીતે કામ કરશે, અને કોણે કરવું જોઇએ એમા રોકાણ આ બાબતે આજે આપણે ચર્ચા કરીશું, આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફાઇનાન્શિયલ એક્સપર્ટ અર્ણવ પંડ્યા.

REITs એટલે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ. REITs રોકાણકાર માટે રોકાણનો નવો વિકલ્પ છે. REITs દ્વારા રોકાણકાર કમર્શિયલ રિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકશે. નાની રકમથી  કમર્શિયલ રિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકશો. રોકાણકાર પોતાના નાણાં REITમાં રોકશે. REIT પ્રોપર્ટી હોલ્ડ કરશે અને પોર્ટફોલિયો પર રિટર્ન આપશે. ઇક્વિટીની જેમ REITsમાં પણ રોકાણ થઇ શકશે.


ન્યુનત્તમ રોકાણ રૂપિયા 2 લાખનું કરવાનું રહેશે. પોતાની પ્રોપર્ટી લેવા કરતા ઘણુ ઓછુ રોકાણ કરવાનું રહેશે. રોકાણકારને નવા અસેટક્લાસમાં એક્સપોઝર મળશે. જુદા જુદા દેશમાં REITsનાં વળતર જુદા જુદા છે. હાલમાં જ ભારતમાં પહેલી REITs ઓફર આવી છે. રેસિડન્શિયલ પ્રોપર્ટીની સરખામણીમાં REITs વધુ વળતર આપી શકશે. REITs મલ્ટીપલ પ્રોપર્ટીમાં રોકાણ કરી શકે છે.


REITs એ રિયલ એસ્ટેટમાં ડાયવર્સિફિકેશનનો લાભ આપશે. REIT દ્વારા ચુકવાતી રકમ રોકાણકારનો કેશફ્લો બનશે. નિયમિત આવક ઇચ્છનાર અહી રોકાણ કરી શકે. REITs ગેરેન્ટિડ રિટર્ન ન આપી શકે. મોટો પોર્ટફોલિયો ધરાવતા રોકાણકાર અહી રોકાણ કરી શકે. લાંબાગાળા માટેના રોકાણકાર REITsમાં રોકાણ કરી શકે.


90% સુધીનુ રેન્ટલ વર્ષમાં બે વાર ડિવિડન્ડ તરીકે અપાશે. REITsનાં નવા ઇશ્યુ સમયે તમે રોકાણ કરી શકો છો. સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થયા બાદ પણ તમે રોકાણ કરી શકો. વધુ REITs બજારમાં આવતા પસંદગીનાં વિકલ્પો મળી શકશે. કમર્શિયલ રિયલ એસ્ટેટમાં એકસપોઝર ઇચ્છનાર રોકાણકાર માટે સારો વિકલ્પ છે.

સવાલ: આ ઇમેલ આવ્યો છે ભૂમિ પટેલનો સુરતથી તેમણે લખ્યુ છે કે તેઓ લાંબાગાળા માટે રૂપિયા 5000ની એસઆઈપી કરવા માંગે છે અને તેમને 14% રિટર્ન જોઇએ છે. તો તેમણે ક્યા રોકાણ કરવું જોઇએ? સાથે જ તેમણે જણાવ્યુ છે કે તેઓ એચડીએફસી લાઇફ: ક્લિક 2 ઇન્વેસ્ટમાં માસિક રૂપિયા 300નું રોકાણ 10 વર્ષ માટે કરી રહ્યાં છે.

જવાબ: ભૂમિ પટેલને સલાહ છે કે તમારી વળતરની આશા ઘણી વધારે છે. લાંબા સમય માટે ઇક્વિટીમાં રોકાણ કરવાથી 12% વળતરની આશા રાખી શકાય.

સવાલ: આ ઇમેલ છે રોનક પટેલનો તેમણે લખ્યુ છે કે તેમની અને પત્નીની વાર્ષિક આવક ₹6-6  લાખ છે. તેમની પાસે 6 લાખનો ફેમલિ ફ્લોટર મેડક્લેમ છે અને તેમણે લખ્યુ છે કે તમારો શો જોઇ મને સમજાયુ છે કે મારી પાસે ₹1. 65 નો ટર્મ પ્લાન હોવો જોઇએ. આ ટર્મ પ્લાન લેતી વખતે શું ધ્યાન રાખવું જોઇએ.શું હુ પોલિસી બજાર પર થી પોલિસી લઇ શકુ?

જવાબ: રોનક પટેલને સલાહ છે કે ટર્મ પ્લાન લેતી વખતે કંપનીનો ક્લેમ પે આઉટ રેશિયો જોઇ લેવો. ટર્મ પ્લાન તમે એગ્રીગેટર સાઇટ પરથી પણ લઇ શકો છો. ઓન લાઇન ટર્મ પ્લાન સસ્તા હોય છે.