બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: દર્શકોના સવાલ નિષ્ણાંતના જવાબ

ના રોજ પ્રકાશિત Sat, 07, 2017 પર 16:40  |  સ્ત્રોત : CNBC-Bajar

બચત, રોકાણ અને વળતર. આ ત્રણ શબ્દો સતત એકબીજાની પરસ્પર જોડાયેલા હોય છે. દરેક બચતને જો યોગ્ય રીતે રોકવામાં આવે તો તેનું વળતર અચૂકપણે સારુ જ આવે છે.

મની મેનેજરમાં આજે આપણે એક ખાસ એપિસોડમાં તમારી નાણાંકિય આયોજન અંગે વિગતવાર માર્ગદર્શન આપીશું તો આજે તમારી મુંઝવણો દુર કરવા માટે આપણી સાથે જોડાયા છે યોર્સ ફાયનાન્શિયલિ બુકનાં લેખક અને ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સનાં સર્ટિફાઇડ ફાનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર.

સવાલ: મારે થોડો ફાઈનાન્શિયલ પ્લાનિંગ કરવો છે હુ જોબ કરુ છુ. મારી સેલેરી 5000 છે જેને હુ કઈ રીતે મેનેજ કરૂ? અલગ અલગ માર્કેટમાં મારે રોકાણ કરવું છે અલગ અલગ ઈન્ડેક્સમાં તો તેને કઈ રીતે કરવું શું કરવુ? મારૂ રોકાણ ડાયરેક્ટ ઈક્વિટીમાં અને એસઆઈપીમાં છે. મારી પાસે લાઇફ ઈન્શ્યોરન્સ છે એલઆઈસીનો અને મેડિક્લેમ છે.

જવાબ: અજયરાણાની આવક રૂપિયા 25,000 છે અને ખર્ચ 16,000 છે. અજયનો કેશ ફ્લો સારો છે. અજય રૂપિયા 7000-8000 બચત કરી શકે છે. અજયભાઇએ રૂપિયા 40-50 લાખનો ટર્મ પ્લાન લેવો જોઇએ. ટર્મ પ્લાનનું પ્રિમિયમ ઓછુ આવે છે અને સુરક્ષા મોટી મળે છે. ટ્રેડિશનલ પોલિસી પેઇડએપ કરી શકાય એ રકમ બીજે રોકી શકાય. ઇમરજન્સી ફંડ બની શકે તો રૂપિયા 75000 કરવું. ઇમરજન્સી ફંડની રકમ સરળતાથી ઉપાડી શકાય તે રીતે રાખવા. ઇમરજન્સી ફંડની રકમ લિકવિડ ફંડમાં રાખી શકાય. રૂપિયા 5000ની એસઆઈપીથી 20 વર્ષમાં રૂપિયા 50 લાખનું ભંડોળ ભેગુ થઇ શકશે. ડાયરેક્ટ ઇક્વિટીમાં રોકાણ પહેલા પુરતી માહિતી મેળવવી જરૂરી છે. ડાયરેક્ટ ઇક્વિટીમાં રોકાણ સલાહભર્યું નથી. એમએફ દ્વારા ઇક્વિટીનાં વળતરનો લાભ લઇ શકાય છે.

સવાલ: તેમની માસિક આવક છે રૂપિયા 80,000 છે. તેમણે જણાવ્યુ છે કે આ તેમનો અને તેમની પત્નીનો પગાર છે. તેમના બન્નેનાં માતા પિતા અને તેમનુ એક બાળક તેમના પર ડિપેન્ડન્ટ છે. માતા પિતા 60થી વધુની ઉંમરના છે. બાળક 9 વર્ષનું છે. તેમનો માસિક ખર્ચ રૂપિયા 30,000 થાય છે. તેમના ખર્ચ શાળાનો ખર્ચ રૂપિયા 45000, પ્રિમિયમ-24000, મેડિકલ ખર્ચ-30,000 છે. તેમના ઈન્શ્યોરન્સ રૂપિયા 5-5 લાખનાં બે હેલ્થ કવર, આકાશનું લાઇફ કવર-75 લાખ, પત્નીનું લાઇફ કવર-50 લાખ, ઇમરજન્સી ફંડ રૂપિયા 50,000 છે. તેમનું રોકાણ પીપીએફમાં મહિને 3000 રૂપિયા છે તો ઈએલએસએસમાં રૂપિયા 60000 છે. તેમની બે હોમ લોન ચાલે છે એકના રૂપિયા 8000 ઈએમઆઈ છે, તો બીજી લોનના રૂપિયા 30000 છે. તેમનો ધ્યેય છે બાળકનાં ભણતર માટે ભંડોળ, નિવૃત્તિ માટે રૂપિયા 1 કરોડ અને લોન પુરી કરવી. ગામનાં ઘરને વેચી હોમલોન સમાપ્ત કરવી કે એ ઘર બાળકનાં ભણતર માટે જરૂર પડે ત્યારે વેચવું?

જવાબ: આકાશભાઈને સલાહ છે કે આકાશની બચત ખૂબ જ ઓછી છે. લોનનાં ઈએમઆઈ 50% કરતા વધુ છે. આકાશભાઇ અને પત્નીનો ટર્મ પ્લાન યોગ્ય છે. ઇમરજન્સી ફંડ રૂપિયા 2 લાખ જેટલુ રાખવું જરૂરી. ઇમરજન્સી ફંડ રૂપિયા 2 લાખ જેટલુ રાખવું જરૂરી. જો ઘર વેચાણ કરશો તો બાકીની લોન ચુકવી શકાશે. જો ઘર વેચાણ કરશો તો બાકીની લોન ચુકવી શકાશે. રૂપિયા 8000 ની લોન બંધ થતા એસઆઈપી દ્વારા રોકાણ કરી શકશો. રૂપિયા 8 લાખમાંથી 4 લાખનું રિપેમેન્ટ કરી શકાય. લોનની ઈએમઆઈ કે લોનનો સમયગાળો ઘટાડી શકાય.