બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: નિવૃત્તીનાં આયોજન પાર્ટ - 1

ના રોજ પ્રકાશિત Fri, 07, 2018 પર 12:19  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. હું આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. એક નવા ટોપિક સાથે. મની મેનેજરમાં આજે નિવૃત્તીનાં આયોજન અંગે ચર્ચા, પારિવારિક સ્થિતી મુજબ નિવૃત્તીનું આયોજન છે અને કઇ બાબતોને ધ્યાને રાખવી.

મની મનેજર તમારા નાણાંકિય આયોજનમાં ઉપયોગી એવા ઘણા મુદ્દા તમારી સામે મૂકે છે,જેમાથી એક મહત્વનો મુદ્દો છે નિવૃત્તીનું આયોજન..પહેલા આપણા સમાજમાં સંયુક્ત કુટુંબ હતા, હવે વિભક્ત કુટુંબની સંખ્યા વધી છે છતા પણ હજુ અમુક વરિષ્ઠ નાગરિકો સંતાનો પર નિર્ભર છે તો અમુક આર્થિક રીતે સ્વાવલંબી છે આ બન્ને સંજોગોમાં કેવુ હોવુ જોઇએ નાણાંકિય આયોજન તેની ચર્ચા કરીશુ. આપણે બે એપિસોડની સિરીઝમાં. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સર્ટિફાઇડ ફાયનાન્શિયલ પ્લાનર અને યોગિક વેલ્થનાં લેખક ગૌરવ મશરૂવાલા.

ગૌરવ મશરૂવાલાનાં મતે સંયુક્ત અને વિભક્ત કુટુંબ માટે અલગ અલગ આયોજન જરૂરી. પેન્સનની આવક, સંપત્તિ વગેરે પ્રમાણે અલગ આયોજન જરૂરી. અમુક ઘરમાં માતાપિતા આર્થિક સ્વાવલંબી હોય છે. અમુક ઘરમાં માતાપિતા આર્થિક રીતે સંતાનો પર નિર્ભર હોય છે. અમુક ઘરમાં માતાપિતા થોડા અંશે આર્થિક રીતે સંતાનો પર નિર્ભર હોય છે. આ દરેક સંજોગો માટે અલગ નાણાંકિય આયોજન જરૂરી છે. તમારા નાણાંકિય આયોજનનો સમયે સમયે રિવ્યુ કરતા રહેવું.


અમુક વખત માતાપિતા ઘરખર્ચનો ખર્ચ પોતે કરી શકતા હોય છે. સંતાનો માતાપિતાનો હેલ્થ ઇન્શ્યોરન્સ કરાવી શકે છે. માતા પિતા અને સંતાનો ખર્ચની વહેચણી કરી શકે છે. માતાપિતાનો અહંમ ન ઘવાય તે રીતે આયોજન કરવું. આપણા નાણાંકિય આયોજનમાં માતાપિતા માટે અલગ એસઆઈપી કરવી. વરિષ્ઠો પોતાનાં ઘરને ભાડે આપી આવક ઉભી કરી શકે. સિનિયર સિટિઝન સ્કીમમાં રોકાણ કરી શકે.


રિવર્સ મોર્ગેજ પણ વરિષ્ઠો માટે એક વિકલ્પ છે. નિવૃત્તી બાદ જે ઘરમાં રહેવાનાં હોય તે ઘરમાં 1 વર્ષ પહેલા જ જતા રહેવું. નવા શહેરમાં જતા હોયતો હેલ્થ કેર ફેસિલિટી જોઇ લેવી. વરિષ્ઠ નાગરિકો પોતાનાં સંતાનની નજીક ઘર રાખી રહી શકે. માતાપિતા સંતાનની સાથે કે નજીક રહેવાનો વિકલ્પ લઇ શકે. રહેવા માટેનાં ઘરનાં માટે પરસ્પર ચર્ચાથી વિકલ્પો લઇ શકાય. સિનિયર સિટિઝન કોલોની એક નવો વિકલ્પ બની રહ્યા છે.