બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: નિવૃત્તીનાં આયોજન પાર્ટ - 2

ના રોજ પ્રકાશિત Fri, 07, 2018 પર 12:49  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. હું આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. એક નવા ટોપિક સાથે. મની મેનેજરમાં આજે નિવૃત્તીનાં આયોજન અંગે ચર્ચા, પારિવારિક સ્થિતી મુજબ નિવૃત્તીનું આયોજન અને કઇ બાબતોને ધ્યાને રાખવી.


મની મનેજર તમારા નાણાંકિય આયોજનમાં ઉપયોગી એવા ઘણા મુદ્દા તમારી સામે મૂકે છે, જેમાથી એક મહત્વનો મુદ્દો છે નિવૃત્તીનું આયોજન. પહેલા આપણા સમાજમાં સંયુક્ત કુટુંબ હતા, હવે વિભક્ત કુટુંબની સંખ્યા વધી છે છતા પણ હજુ અમુક વરિષ્ઠ નાગરિકો સંતાનો પર નિર્ભર છે તો અમુક આર્થિક રીતે સ્વાવલંબી છે આ બન્ને સંજોગોમાં કેવુ હોવુ જોઇએ નાણાંકિય આયોજન તેની ચર્ચા આપણે પાછલા એપિસોડથી શરૂ કરી છે. અને આ એપિસોડમાં એ ચર્ચામાં આગળ વધીશુ અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સર્ટિફાઇડ ફાયનાન્શિયલ પ્લાનર અને યોગિક વેલ્થનાં લેખક ગૌરવ મશરૂવાલા.


ગૌરવ મશરૂવાલાનાં મતે નિવૃત્તી બાદ હેલ્થકેરને લગતી વ્યવસ્થા હોવી ખૂબ જરૂરી છે. અમૂક વખત લાંબાગાળાની સારવાર માટે નર્સ ઘરે રાખવી પડતી હોય છે. અમૂક ખર્ચ હેલ્થ ઇન્શ્યોરન્સમાં કવર થતી નથી. હેલ્થ ઇન્શ્યોરન્સનો પણ પોર્ટફોલિયો બનાવવો જરૂરી છે. અમૂક ઇલાજ માટે ફોરેન પણ જવુ પડતુ હોય છે. નિવૃત્તીનાં 10 વર્ષ પહેલા હેલ્થ પ્લાન લઇ લેવો જોઇએ. નિવૃત્તી બાદ હેલ્થઇન્શ્યોરન્સ લેવુ મોઘુ પડી શકે છે. હાલનાં સમયમાં મહત્તમ હેલ્થ કવર લેવુ હિતાવહ છે.


માતાપિતા પાસે હેલ્થકવર હોય તો તમારે લેવાની જરૂર નથી. માતાપિતાનાં હેલ્થકવરને તમે ટોપ અપ કરી શકો. તમે માતાપિતા માટે અલગ ભંડોળ ભેગુ કરી શકે છે. માતા પિતાનાં હેલ્થ ચેકઅપનાં ખર્ચ ટેક્સમાં બાદ મળી શકે. એક એફડી નક્કી કરી રાખો કે આ માતા પિતાની માંદગી છે. વડીલોની માંદગીનાં ખર્ચની તૈયારી પહેલીથી કરવી જોઇએ. વડીલો જો ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરે તો ઇન્શ્યોરન્સ લઇ ને જ જવો. વડિલોએ વિદેશની સિટિઝનશીપનો નિર્ણય સમજી વિચારીને લેવો.


નિવૃ્ત્તી બાદ લાઇફસ્ટાઇલ જાળવવા માટે પહેલાથી આયોજન કરવું જોઇએ. નિવૃ્ત્તી બાદ લગભગ 15 થી 18 વર્ષની જીંદગી બાકી હોય છે. નિવૃ્ત્તી બાદનાં સમયમાં ઘણા શોખ પુરા કરવાની ઇચ્છા થતી હોય છે. સંતાન વડીલોની આવી કોઇ ઇચ્છાઓ પુરી કરી શકે છે. વડીલોનાં સેલિબ્રેશન વગેરેનો ખર્ચ સંતાનો કરી શકે. વડીલોને દાન-ધર્મ કરવાની પણ ઇચ્છા હોય છે. તમામ જરૂરિયાતો માટે પહેલેથી નિવૃત્તીનું આયોજન જરૂરી. સંતાનો તરફથી મળેલી ભેટ માતા પિતા માટે ઘણી ખુશીની બાબત છે.