બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: સેલ સિઝન અને તેની અસર વિશે ચર્ચા

ના રોજ પ્રકાશિત Thu, 28, 2016 પર 12:54  |  સ્ત્રોત : CNBC-Bajar

માત્ર આવક અને જાવકનો હિસાબ - કિતાબ રાખવો એટલે આર્થિક આયોજન થઇ ગયુ એવું નથી. પર્સનલ ફાઇનાન્સ કે વ્યક્તિગત નાણાંકિય આયોજન આ શબ્દની વ્યાખ્યા ઘણી વિશાળ છે. જેમાં બચત, રોકાણ, વળતર જેવી અનેક બાબતો ઉપરાંત આપની અને આપના નાણાંની સુરક્ષાની વાતોનો પણ સમાવેશ થાય છે. મની મૅનેજરમાં આજે સેલ સિઝન વિશે કેટલા ઉપયોગી તમારા પોકેટ માટે? શું કરી શકે અસર?

તહેવાર હોય કે સામાન્ય દિવસ, શોપિંગ મોલમાં સેલ હોવો ખુબ સામાન્ય બની ગયું છે. ક્યારેક ફેસ્ટિવલ સ્પેશ્યલ તો ક્યારેક એન્ડ ઓફ ધ સીઝન સેલ. આ સેલ એક રીતે તો આપણને ખુબ આકર્ષક લાગે છે પણ આપણા પોકેટને કેટલી હદે ઉપયોગી છે તે આપણે નથી સમજી શકતા. ત્યારે આજના મની મેનેજરમાં આપણે આ સેલ સિઝન અને તેની અસર વિશે વાત કરીશું. તે માટે આપણી સાથે જોડાઈ રહ્યાં છે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યા.

સેલમાં ખરીદારી પહેલા જાણો સેલમાં ડિસ્કાઉન્ટ સામાન્ય ભાવ પર જ હોય તે જરુરી નથી. સેલમાં ખરીદારી પહેલા ઘણી વસ્તુ ચકાસવી જોઈએ. સેલમાં ખરીદારી કરો ત્યારે જૂઓ કે વસ્તુમાં નોરમલ ભાવમાં કેટલો ફાયદો છે. ઘણી વસ્તુમાં ડિસ્કાઉન્ટ બાદની રકમ અને તેની મૂળ રકમમાં ફેર નહિવત.

જ્યારે અપ ટુ લખ્યું હોય ત્યારે ખરીદારી કરતા સમયે યાદ રાખવું કે. જેટલા ટકા અપ ટુ છે ત્યાં સુધી ડિસ્કાઉન્ટ છે નહિં કે તેટલું જ. જ્યારે ફ્લેટ ડિસ્કાઉન્ટ લખ્યું હોય તે રકમ જેટલું જ ડિસ્કાઉન્ટ મળે છે. દરેક ખરીદી પર ક્રેડિટ કાર્ડમાં એડિશનલ ડિસ્કાઉન્ટ ન પણ મળે.

એડિશનલ બેનિફિટ લેવા માટે તમારે વધારે ખર્ચો કરવો સલાહભર્યુ નથી. ઓનલાઈન શોપિંગમાં જોવુ કે વસ્તુ કેટલી યોગ્ય છે. એડિશનલ ખર્ચો કરતા તમારુ બજેટ ખોરવાઈ શકે છે.