બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ક્રિટીકલ બિમારી સામે સુરક્ષા

ના રોજ પ્રકાશિત Tue, 13, 2017 પર 07:40  |  સ્ત્રોત : CNBC-Bajar

માત્ર આવક અને જાવકનો હિસાબ - કિતાબ રાખવો એટલે આર્થિક આયોજન થઇ ગયુ એવું નથી. પર્સનલ ફાઇનાન્સ કે વ્યક્તિગત નાણાંકિય આયોજન આ શબ્દની વ્યાખ્યા ઘણી વિશાળ છે. જેમાં બચત, રોકાણ ,વળતર જેવી અનેક બાબતો ઉપરાંત આપની અને આપના નાણાંની સુરક્ષાની વાતોનો પણ સમાવેશ થાય છે. આજે આવી જ એક પરિભાષા સમજાવતા ટોપિક સાથે હું આપનું સ્વાગત કરુ છું.

મની મેનેજરમાં આજે ક્રિટીકલ ઈલનેસ ઈન્શ્યોરન્સ, કેવી રીતે ઉપયોગ કરવો, અને શું ધ્યાનમાં રાખવું? કહેવાય છે કે બિમારી કંઈ પુછીને નથી આવતી. અને કોઈ મોટી બિમારી કે જેને Critical Illness પણ કહી શકાય તેની જાણ તો સામાન્ય રીતે મોડી જ થતી હોય છે.


તો બદલાતા સમયમાં, બદલાતા સંજોગો સાથે, બિમારીના લેવલ પણ વધી રહ્યાં છે ત્યારે. Critical Illness Insurance Policy એક એવી વસ્તુ છે જે તમને મદદ કરી શકે છે આવી બિમારીનો સામનો કરવા માટે. શું છે તેની વિગતો. જાણીએ ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સના કલ્પેશ આશર પાસેથી.

ગંભીર બિમારીથી જીવનમાં મોટો ફેરફાર આવી જતો હોય છે. ભારતમાં 70% ખર્ચ દવાઓ કે બિમારી પાછળ થતો હોય છે. જ્યારે મોટી બિમારી આવે ત્યારે ઈન્શ્યોરન્સ કંપની એક લમસમ રકમ આપે છે. આ રકમ વ્યક્તિની બિમારીની જાણ બાદના 30 દિવસ જીવિત રહેવા પર મળે છે. બિમારીના સમયે ઈન્શ્યોરન્સ ખુબ ઉપયોગી થાય છે.

ક્રિટીકલ ઈલનેસ પ્લાન મેડિક્લેમથી અલગ છે. કેન્સર, પેરેલિસીસ, એટેક વગેરે ક્રિટીકલ ઈલનેસમાં સ્થાન પામે છે. હેલ્થ ઈન્શ્યોરન્સ માત્ર હોસ્પિટલનો ખર્ચ આપશે. આ પોલિસીમાં વિમાનું કવર ઓછામાં ઓછુ રૂપિયા 1 લાખનું હોય છે. આ પોલિસીનો લાભ જો તમે બિમારી પહેલા લીધી હોય તો જ મળી શકે. પોલિસી લીધા બાદ 3 મહિના સુધી કોઈ બિમારી કવર નથી થતી.

ઈન્શ્યોરન્સ કવરની રકમ 10 થી 15 લાખ વચ્ચે રાખવું જરૂરી. સ્વાસ્થ્યનું પ્રોફાઈલ જાણવું જરૂરી છે. પરિવારમાં કોઈને કંઈ બિમારી છે કે નહિ તે ચકાસવુ. ઈન્શ્યોરન્સ નાની ઉંમરે જ લઈ લેવું જોઈએ. ઈન્શ્યોરન્સ લેતા પહેલા તેના ફિચર્સ ચકાસવા ખુબ જરૂરી છે. બિમારી પ્રમાણે પણ પોલિસી ઓફર થતી હોય છે.


કોઈપણ પોલિસી લેતા પહેલા દરેક ચોખવટ કરવી અનિવાર્ય છે. દરેક વસ્તુ બાદ તે નક્કી થાય છે કે કેટલું કવર આપવું. ઘણી પોલિસી લાઈફ કવર સાથે ક્રિટીકલ ઈલનેસ આપવામાં આવે છે. કલમ 80D હેઠળ ટેક્સમાં ફાયદો મળે છે.