બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: નાણાંકિય ધ્યેય અને નાણાંકિય ડેટ વિશે ચર્ચા

ના રોજ પ્રકાશિત Wed, 20, 2016 પર 12:17  |  સ્ત્રોત : CNBC-Bajar

તમારા નાણાં અને અમારૂ આયોજન, એટલે આ શો મની મૅનેજર. તમારા ફેવરેટ શો માં, એક નવા ટોપિક સાથે, તમારા કિંમતી નાણાંનું શ્રેષ્ઠ આયોજન કરાવવા માટે. અને તમને નવી નવી તેમજ ઉપયોગી ટીપ્સ આપવા માટે. મની મૅનેજરમાં આજે આપણે વાત કરીશું નાણાંકિય ધ્યેય વિશે. નાણાંકિય ડેટ વિશે. અને તેના માટે શું કરી શકો?

વર્ષગાંઠ આપણા દરેક માટે મહત્વની અને ઉજવણીનો અવસર હોય છે, ત્યારે સીએનબીસી બજારની બીજી વર્ષગાંઠની ઉજવણી મની મેનેજર હજૂ પણ કરી રહ્યું છે તેના દર્શકોને 2 મહત્વની આદતોની ભેટ સ્વરૂપે. છેલ્લા સપ્તાહથી આપણે આપણા એક્સપર્ટ પાસેથી તેમની પસંદગીની આદતોને ઉંડાણપૂર્વક સમજીએ છીએ ત્યારે આજે પસંદગીની આદતો વિશે ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યાં છે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અને યોગિક વેલ્થ પુસ્તકના લેખક, ગૌરવ મશરૂવાલા.

ગૌરવ મશરૂવાલાના મતે નાણાંકિય આયોજન માટે નાણાંકિય ધ્યેય ખુબ જરૂરી છે. પતિ પત્ની એ પોતોના નાણાંને સાથે બેસી રિવ્યુ કરવા તે નાણાંકિય ડેટ. મોટાભાગના લોકો નાણાંકિય ધ્યેય નથી ગોઠવતા. લોકો વિવિધ કારણો આપે છે નાણાંકિય ધ્યેય ન ગોઠવવા માટે. લોકો વિવિધ કારણો આપે છે નાણાંકિય ધ્યેય ન ગોઠવવા માટે.

ગૌરવ મશરૂવાલાના મુજબ યોગ્ય નાણાંકિય ધ્યેયથી લાંબાગાળે ફાયદો થઈ શકે. જો લિક્વિડ રોકાણ હોય તો સમયે તે ઉપયોગી થઈ શકે. ઈક્વિટીનું રોકાણ લાંબા ગાળા માટે કરવું જોઈએ. ઈક્વિટીનું રોકાણ લાંબા ગાળા માટે કરવું જોઈએ. ડેટનું રોકાણ ટૂંકા ગાળા માટે કરવું જોઈએ. યોગ્ય ધ્યેય સાથે રોકાણ કરીએ તો યોગ્ય રીતે નાણાં મેનેજ થાય છે. રિયલ એસ્ટેટમાં રોકાણ સમજી વિચારીને કરવું જોઈએ. પરિવારે સાથે બેસી નાણાંકિય ઘ્યેય બનાવવા જોઈએ.

ગૌરવ મશરૂવાલાના મતે પતિ પત્ની એ પોતોના નાણાંને સાથે બેસી રિવ્યુ કરવા તે નાણાંકિય ડેટ. પતિ પત્નીએ સમય કાઢિને નાણાં રિવ્યુ કરવા જોઈએ. પતિ પત્નીએ એક બીજાના મતને સ્વીકારવા જોઈએ. પતિ પત્નીએ એક બીજાના મતને એડિશનલ ઓપ્શન તરીકે લઈ ચાલવું જોઈએ. ઘણી વખત એવુ બને કે પતિ દ્વારા કરાયેલા રોકાણ પત્નીને ન ખ્યાલ હોય. પતિ પત્નીએ ફાઈનાન્શિયલ ગોલ જોવા જોઈએ. આગવા 3 મહિનામાં ક્યાં ખર્ચા કે ક્યું આયોજન આવશ્યક છે તે જોવું.