બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: આઈપીઓ અંગે ચર્ચા

ના રોજ પ્રકાશિત Thu, 02, 2017 પર 15:28  |  સ્ત્રોત : CNBC-Bajar

બચત, રોકાણ અને વળતર. આ ત્રણ શબ્દો સતત એકબીજાની પરસ્પર જોડાયેલા હોય છે. દરેક બચતને જો યોગ્ય રીતે રોકવામાં આવે તો તેનું વળતર અચૂકપણે સારુ જ આવે છે. ત્યારે આજે ફરી એક નવા ટોપિક સાથે તમને સારા વળતરની જાણકારી આપવા હું આપનું સ્વાગત કરુ છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે આઈપીઓ અંગે ચર્ચા, આઈપીઓમાં ક્યારે કરવું રોકાણ? અને સાથે જ લઇશું દર્શકોનાં સવાલ.

પાછલા થોડા દિવસોમાં આપણે વિવિધ આઈપીઓ આવતા જોઇ રહ્યાં છે. આ આઈપીઓમાં રોકાણ કરવું ક્યારે લાભકારક નીવડી શકે? રોકામ વખતે કઇ બાબતોનું ધ્યાન રાખવું આ તમામ બાબતો અંગે માહિતી મેળવીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઇ રહ્યાં છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

કાર્તિક ઝવેરીનું કહેવુ છે કે બજારમાં તેજીનું વાતાવરણ હોય ત્યારે આઈપીઓ આવતા હોય છે. અમુક રોકાણકારો લોન લઇ પણ રોકાણ કરતા જોવાય છે. 2000, 2007,2008,2010 ની સાલમાં પણ ઘણા આઈપીઓ આવ્યા હતા. 2017નું વર્ષ પુરૂ થતા હજી ઘણા આઈપીઓ આવશે. જ્યારે સેન્ટિમેન્ટ સારા હોય ત્યારે રોકાણ વધુ થતા હોય છે. કંપની સેન્ટિમેન્ટ સારા હોય ત્યારે આઈપીઓ બહાર પાડવાનું પસંદ કરે છે.

કાર્તિક ઝવેરીના મતે આઈપીઓમાં ફાયદો અને નુકસાન બન્ને થઇ શકે છે. કંપનીમાં રોકાણ કરતા પહેલા પુરતી માહિતી મેળવી લેવી. કંપનીનાં પાછલા 5 વર્ષની બેલેન્સસીટ, એસેટ, લોન વગેરે માહિતી મેળવવી જોઈએ. કંપનીનાં આઈપીઓ લાવવાનું કારણ જાણી લેવુ જોઇએ. કંપની એક્સપાન્સ કરતી હોય તો ત્યાં રોકાણ કરી શકાય. આઈપીઓમાં આંખ બંધ કરી રોકાણ કરવા નહી.

કાર્તિક ઝવેરીના મુજબ આઈપીઓમાં રોકાણ સમજી વિચારીને કરવું જરૂરી છે. બેન્ક લેવજરીંગ કરવુ સલાહભર્યું નથી. એનાલિસસ પ્રમાણે નવા આઈપીઓથી થયેલો નફો ઘણો ઓછો છે.

સવાલ: હર્ષદ પાનસરેનો પુનાથી ઈમેલ છે,તેમણે લખ્યુ છે કે હુ 24 વર્ષનો છુ મારી આવક રૂપિયા 18,000 છે. મે બે એસઆઈપી શરૂ કરી છે. 5 વર્ષમાં રૂપિયા 15 લાખ ઘર લેવા ભેગા કરવા છે, શું રોકાણ યોગ્ય છે?

જવાબ: હર્ષદભાઇને સલાહ છે કે 5 વર્ષમાં રૂપિયા 15 લાખ ભેગા કરવા માસિક રૂપિયા 17000નું રોકાણ કરવુ પડશે. તમારા હાલનાં એસઆઈપીનાં રોકાણ યોગ્ય છે. એસઆઈપીનાં રોકાણ ધીમે ધીમે વધારતા જવું. લોન લઇ ઘર લેવાનો ધ્યેય પુરૂ થઇ શકશે.

સવાલ: ઉમંગ શાહનો પ્રશ્ન છે કે મારી પાસે 60 ગ્રામ સોનુ, 3 કિલો ચાંદી અને રૂપિયા 50,000નું રોકાણ શેર માર્કેટમાં છે. તેમણે પુછયુ છે કે મારી પાસે જે ફિઝીકલ ગોલ્ડ અને સિલ્વર છે આ રોકાણ રાખવું જોઇએ કે વેચવુ જોઇએ?

જવાબ: ઉમંગભાઇને સલાહ છે કે સોના અને ચાંદીનુ રોકાણ માત્ર 2 થી 3% જ હોવું જોઇએ. શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી સારૂ વળતર મેળવી શકાય.

સવાલ: નિમેષ ગાંધીનો..તેમણે જણાવ્યું છે કે તેમની પાસે પીપીએફ ઉપરાંત અમુક રોકાણ છે અને ઈએલએસએસમાં રૂપિયા 12500ની એસઆઈપી કરે છે, આ સાથે એનએસઈમાં રૂપિયા 3લાખનું રોકાણ છે જે હવે મેચ્યુર થવાનું છે અને તેઓ આ દરેક રોકાણને તેઓ એમએફ અને ઈએલએસએસમાં ફેરવવામાં માંગે છે, અને તેમણે પુછયુ છે કે શું આ પ્લાન યોગ્ય છે?

જવાબ: નિમેષભાઇને સલાહ છે કે પીપીએફ અને એનએસઈ જેવા રોકાણ 8% વળતર મળે છે. યુવા વયે ઇક્વિટીમાં રોકાણ કરવું વધુ હિતાવહ છે. ઈએલએસએસમાં રોકાણ 80સી મુજબ કરમુક્ત રહે છે. ઈએલએસએસમાં રોકાણ 36 મહિના માટે લોકઇન રહે છે. ઓપન એન્ડડ ફંડમાં રોકાણ કરવું વધુ હિતાવહ છે.