બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ઇ-મની વિશે ચર્ચા

ના રોજ પ્રકાશિત Thu, 10, 2016 પર 18:06  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાંનું આયોજનએ જીવનના આયોજનમાં ખુબ મહત્વનું અંગ છે, તમને સતત તમારા નાણાંના આયોજનમાં પ્રોત્સાહન આપે છે, આજે પણ એવા જ એક મહત્વના મુદ્દા સાથે હાજર છીએ. તમારા નાણાંને યોગ્ય આયોજીત રખાવવા માટે. આજે વાત કરી ઇ-મની વિશે, કેવી રીતે કરી શકો કેશલેશ ટ્રાન્ઝેક્શન, અને શું ધ્યાનમાં રાખવું જોઈએ.


નાણાં કાળા હોય કે સફેદ આજે દરેક માણસ તેની ચિંતા કરી રહ્યું છે, કાળા નાણાં વાળા લોકો તેને સેટલ કરવામાં તો સફેદ નાણાં વાળા લોકો તેને જમા કરાવવામાં કે વપરાશ પુરતા મેનેજ કરવામાં. આપણે મની મેનેજરમાં પહેલા પણ આ મુદ્દા પર ચર્ચા કરી છે અને આજે પણ ફરી તમને યાદ કરાવીએ કે તમારા રોજીંદા જીવનમાં ઇ-મનીનો ઉપયોગ કરવાથી કેટલી સરળતા વધી શકે છે. અને આજે ઇ-મની વિશે ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યાં છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી.


કાર્તિક ઝવેરીનું કહવુ છે કે આરબીઆઈ નીચેના સ્તરે રૂપિયાને ટેકો આપશે એમ લાગે છે. 500 અને 1000 રૂપિયાની નોટ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવી છે. 10 નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધી નોટ જમા કરાવી શકાશે. બેન્ક, પોસ્ટ ઑફિસ ખાતામાં જૂની નોટ જમા કરાવી શકાશે. જમા કરાવ્યા બાદ ફરી પૈસા નિકાળી શકાશે. શરૂઆતી દિવસોમાં પ્રતિ દિવસ 10 હજાર અને પ્રતિ સપ્તાહ 20 હજાર રૂપિયાની સીમા છે.


કાર્તિક ઝવેરીનું કહવુ છે કે ધીમે-ધીમે મર્યાદા વધારવામાં આવશે. આધાર કાર્ડ, પાસપોર્ટ, પાન કાર્ડ બતાવવા ફરજિયાત રહેશે. 24 નવેમ્બર સુધી રૂપિયા 4000 સુધી નોટ બદલી શકાશે. 25 નવેમ્બરથી સીમા વધારવામાં આવશે. સમયસીમા પૂરી થયા પછી આરબીઆઈમાં નોટ જમા કરાવવાની રહેશે. ઘોષણાપત્ર સાથે 31 માર્ચ સુધી આરબીઆઈમાં જૂની નોટ જમા કરાવી શકાશે. લોકોમાં ખોટી ચિંતા ફેલાઇ રહી છે.


કાર્તિક ઝવેરીનું કહવુ છે કે દિવસમાં રૂપિયા 4000 સુધીની રકમ એક્સયેન્જ કરવી શકો છો. જે નાણાં કાળાનથી તે 30 ડિસેમ્બર સુઝી સરળતાથી જમા કરાવી શકો છો. જમારા નાણાં તમે જરૂરત પ્રમાણે વિથડ્રો કરી શકો છો. 10 નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધી બેન્કમાં જમા નોટ પરત લેવાનું શરૂ કરશે. પોસ્ટ ઑફિસમાં પણ નોટ પરત લેવામાં આવશે.


કાર્તિક ઝવેરીનું કહવુ છે કે જૂની નોટને આઈડી પ્રુફ સાથે રજૂ કરવી પડશે. 31 ડિસેમ્બરથી 31 માર્ચ 2017 સુધી જૂની નોટને આરબીઆઈમાં પરત કરી શકાશે. પ્રતિ દિવસ રીપિયા 4000 એક્સચેન્જ થઇ શકશે. એક્સચેન્જ માટે બેન્ક સ્લિપ ભરવી પડશે. જૂની નોટ ડિપોઝિટ કરવા માટે કોઇ મર્યાદા નહીં. કરેવાયસી ન હોવા પર રૂપિયા 50,000 સુધીની મર્યાદા છે. ઓવર ધ કાઉન્ટર કેસ ઉપાડવા પર રૂપિયા 10,000 પ્રતિ દિવસની મર્યાદા છે.


કાર્તિક ઝવેરીનું કહવુ છે કે નવેમ્બર 2016 સુધી ઓવર ધ કાઉન્ટર કેસ ઉપાડવા પર રૂપિયા 20,000 પ્રતિ સપ્તાહની મર્યાદા છે. નવેમ્બર 18, 2016 સુધી એટીએમ માંથી પૈસા ઉપાડવા પર રૂપિયા 20000 પ્રતિ દિવસ પ્રતિ કાર્ડની મર્યાદા છે. નવેમ્બર 19, 2016 બાદ તે રૂપિયા 40000 પ્રતિ દિવસ પ્રતિ કાર્ડ કરાશે.