બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: નવા નાણાંકિય વર્ષમાં થનારા ટેક્સનાં ફેરફાર

ના રોજ પ્રકાશિત Thu, 25, 2019 પર 11:14  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના એપિસોડમાં એવા જ મુદ્દા સાથે આપનું સ્વાગત છે. આજના મની મેનેજર જાણીશું નવા નાણાંકિય વર્ષમાં ટેક્સમાં થનારા ફેરફાર, કઇ રીતે કરશો આયોજન, દર્શકોનાં સવાલ.


નવા નાણાંકિય વર્ષની શરૂઆત થઇ ચુકી છે, અને બજેટમાં થયેલી જાહેરાતો પ્રમાણે તેમજ જીએસટીનાં દરમાં થયેલા ફેરફારોથી આ વર્ષે તમારા ટેક્સમાં પણ ફેરફાર આવશે, તો આ ફેરફાર કયા છે અને આ ફેરફારને કારણે તમારા નાણાંકિય આયોજનમાં શુ ફેરફાર કરવા તે અંગેની ચર્ચા આજે આપણે કરીશું. આગળ જાણકારી લઇશું પ્લાન ઇન્વેસ્ટ એડવાઇઝર્સનાં સીએફપી અને સીઈઓ, પિયુષ શેઠ પાસેથી.


એફડી અને આરડીમાં થયેલા બદલાવ છે. ટીડીએસની લિમિટ રૂપિયા 40,000 સુધી વધારાઇ છે. એફડી પર મળતા વ્યાજપર ટેક્સ લાગશે. વ્યાજ રૂપિયા 40 હજારની ઉપર હોય ત્યારે જ ટીડીએસ કપાશે.


પ્રોપર્ટીને લગતા ટેક્સનાં ફેરફાર-


પ્રોપર્ટી પર જીએસટીનો રેટ 5 ટકા કરાશે. એક ઘર વેચી બે ઘર ખરીદવા પર એલટીસીજી નહી લાગે. આ લાભ જીવનમાં એક જ વાર મળી શકશે. માલિકીનાં બીજા ખાલી ઘર પર નોશનલ રેન્ટ નહી ગણાય.


બજેટ-2019થી થયેલા ફેરફાર-


દરેક ડિડક્શન અને એકસપ્શન પછી રૂપિયા 5 લાખ સુધીની આવક પર ટેક્સમાં રાહત છે. યુ/એસ 87 મુજબ ટેક્સ રિબેટ રૂપિયા 12,500 સુધી વધારાઇ છે. રૂપિયા 2.5 લાખ સુધીની આવક પર રિટર્ન ભરવું ફરજીયાત છે. સ્ટાડર્ડ ડિડક્શન રૂપિયા 40 હજાર થી 50 હજાર કરાયું છે.


રોકાણકારે શું ધ્યાને રાખવું?


એપ્રિલથી જ ટેક્સ સેવિંગ ફંડમાં એસઆઈપી શરૂ કરો છો. આવક વધતા તમારી એસઆીપીની રકમ વધારતા જાવ છે. વોલેન્ટરી પીએફમાં વધુ રકમ રોકો છો. એનપીએસમાં રોકાણ કરી શકાય છે. એનપીએસની મેચ્યુરિટી પર 60 ટકા વિડ્રોવલ ટેક્સ ફ્રી છે. એનપીએસનાં ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટની લિમિટ 75 ટકા વધારાઇ છે. ઈ-એનપીએસ અકાઉન્ટ ઓનલાઇન પણ ખોલી શકાય છે. 15 H/G એપ્રિલની શરૂઆતમાં ભરી દેવું છે.


સવાલ-


તેમની સેલરી રૂપિયા 80,000 છે, ઉંમર 45 વર્ષ છે અને 10-15 હજારનું રોકાણ કરવું છે, તો મને એમએફ સુચવશો. તેમનો ગોલ 58 વર્ષની વયે 1.5 કરોડ ભેગા કરવાનો છે. અને દિકરીનાં લગ્ન તેમજ ભણતર માટે 25-25 લાખ ભેગા કરવાનો છે. આ ઉપરાંત તેમણે આ મુજબ તેમની માહિતી આપી છે.


જવાબ-


એફડીનાં રોકાણથી 5 વર્ષ બાદ તમારી દિકરીનાં લગ્નનું ભંડોળ બની જશે. ડેટફંડ અને યુએલઆઈપીનાં રોકાણથી દિકરીનાં ભાણતરનું ભંડોળ ભેગુ થઇ શકે છે. તમે રૂપિયા 5000ની એસઆઈપી વધારી શકો છો. નિવ્રૂતીનાં ભંડોળ માટે રૂપિયા 25000ની એસઆઈપી કરવી જરૂરી છે. વધુ રૂપિયા 10000 ની એસઆઈપી શરૂ કરવી જરૂરી છે. ઈપીએફ અને ગ્રેચ્યુયિટીની રકમ પણ નિવૃત્તી માટે ઉપયોગ થશે.