બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ટેક્સને લગતી નવી જોગવાઈઓ અંગે ચર્ચા

ના રોજ પ્રકાશિત Mon, 11, 2016 પર 17:58  |  સ્ત્રોત : CNBC-Bajar

પર્સનલ ફાઈનાન્સની વાત કરીએ એટલે સૌપ્રથમ ધ્યાન જાય સારી આવક પર. અને જો આ સારી આવકને સારી બચત અને સારા રોકાણમાં ફેરવી શકાય તો એને કહેવાય યોગ્ય ફાયનાન્શિયલ પ્લાનિંગ. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું ટેક્સની નવી જોગવાઈ અંગે, કઈ રીતે થશે રિટર્ન ફાઈલ? શું ધ્યાન રાખવું?

આજના મની મેનેજરમાં આજ ટૉપિક પર ચર્ચા અને વિસ્તાર પૂર્વક ચર્ચા કરશું સર્ટીફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનરના અર્ણવ પંડયા.

અર્ણવ પંડયાનું કહેવુ છે કે વ્યાજની આવક ટેક્સબલ છે કે ટેક્સ ફ્રી તે ચકાસવુ. ટેક્સેબલ વ્યાજની રકમ દર્શાવવી જરૂરી છે. ટેક્સબલ વ્યાજની આવક ઘણી વખત રિટ્રનમાં જણાવાતી નથી. ગયા વર્ષ માટે રિવાઈઝ રિટર્ન ફાઈલ કરી શકાશે. આ વર્ષના વ્યાજની આવક આવતા વર્ષના રિટર્નમાં દર્શાવવાની રહેશે. ઈપીએફનું વ્યાજ કરમુક્ત છે. પીપીએફનું વ્યાજ કરમુક્ત છે. ટેક્સ ફ્રી બોન્ડ પરનું વ્યાજ કરમુક્ત છે.


એફડી પરનું વ્યાજ ટેક્સેબલ છે. એનએસસી પરનું વ્યાજ ટેક્સેબલ છે. કિસાન વિકાસ પત્ર પરનું વ્યાજ ટેક્સેબલ છે. આરડી પરનું વ્યાજ ટેક્સેબલ છે. ગયા વર્ષ માટે રિવાઇઝ રિટર્ન ફાઈલ કરી શકાશે. ટેક્સેબલ વ્યાજ રિટર્નમાં જણાવવું આવશ્યક છે. હવે ટેક્સ રિટર્ન ઓનલાઈન ભરી શકાશે. ઓનલાઈન રિટર્નમાં કોઈ પુરાવા આપવાના નથી. આવક અને તેની સામે ક્પાયેલુ વ્યાજ યોગ્ય રીતે જણાવવાનું રહેશે. ટીડીએસ ન લાગુ થયો હોય તો પણ વ્યાજની આવક રિટર્નમાં બતાવવી રહેશે.


જુનો ટેક્સ બાકી હશે તો હવે ભરવાનો થશે. ટેક્સ ભરવાનું મોડુ થતા તેના પર વ્યાજ લાગશે. રૂપિયા 10 હજારથી વ્યાજની આવક થતા બેન્ક ટીડીએસ કાપે છે. જો તમે 30% ના બ્રેકેટમાં આવતા હોતો 10% ટીડીએસ લાગ્યા પછી 20% ટેક્સ ભરવો પડે. આવક રિટર્નમાં ન દર્શાવતા ઘણી સમસ્યા ઉભી થઈ શકે છે. નાનામાં નાની વ્યાજની આવક ટેક્સ રિટર્નમાં દર્શાવવી જરૂરી છે.


સેવિંગ્સ બેન્કનું રૂપિયા 10 હજારનું વ્યાજ કરમુક્ત છે. વ્યક્તિગત કરદાતાઓએ પોતાના રિટર્નમાં આવક યોગ્ય રીતે દર્શાવતા નથી. ટેક્સેબલ વ્યાજ રિટર્નમાં જણાવવું આવશ્યક છે. રકમ જે સંસ્થા પાસેથી મળી હોય તેની પાસે પ્રમાણપત્ર લઈ શકાય.