બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: નાણાંકિય આયોજન સાથે ટેક્સ પ્લાનિંગ

ના રોજ પ્રકાશિત Thu, 13, 2018 પર 16:04  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. હું આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. એક નવા ટોપિક સાથે. મની મેનેજરમાં આજે ટેક્સ પ્લાનિંગને બનાવો નાણાંકિય આયોજનનો ભાગ, વિવિધ સેક્શન પ્રમાણે મળતી કરરાહત, દર્શકોનાં સવાલ.


ટેક્સને લગતા સેક્શનસ Sec 80C, 80CCD (1B), 80D, 80E & Sec 24 આ બધાથી આપણે વાકેફતો છીએ પરંતુ આ બધા સેક્શનથી મળતી કરરાહતોને સમજી, કઇ રીતે ટેક્સ પ્લાનિંગને ફાયના્શિયલ પ્લાનિંગનો ભાગ બનાવી શકાય તે અંગેની ચર્ચા કરીશું અને આજે આપણી સાથે જોડાયા છે ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સનાં સર્ટિફાઇડ ફાયનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર.


ટેક્સ બચાવવા માટે અમૂક વખત બિન જરૂરી કે વધુ રોકાણ થઇ જતા હોય છે. 80C મુજબ મળતી કર રાહત અને રોકાણનાં હેતુ. નાણાકિય આયોજનની સાથે ટેક્સ પ્લાનિંગ કરવું શક્ય છે. 80C મુજબ મહત્તમ 1.5 લાખની કર રાહત મળી શકે છે. લાઇફ ઇન્શ્યોરન્સ પ્રિમિયમ-ઇન્શ્યોરન્સની સુરક્ષા માટે રહે છે.


ઇપીએફ-નિવૃત્તી માટે ફિક્સ અને ઇક્વિટીમાં થોડુ થોડુ રોકાણ કરવું જોઇએ. ઈપીએફ-નિવૃત્તીના આયોજન માટે છે. ઈએલએસએસ એમએફ ઇક્વિટી-લાંબા ગાળાનાં નાણાકિય ધ્યેય માટે છે. એનપીએસ-નિવૃત્તીની ફ્રિક્સ ઇનકમ માટે છે.


પીપીએફ લાંબા ગાળાનાં ધ્યેય માટે છે. 5 વર્ષની એફડી-ટુંકા ગાળાનાં ધ્યેય માટે છે. બાળકોની ટ્યુશન ફી-બાળકોનાં ભણતર માટે યોગ્ય છે. સુકન્યા સમૃધ્ધી યોજના-લાંબા ગાળામાં દિકરીને લગતા ધ્યેય માટે છે. હોમલોનનાં પ્રિનસિપલની ચુકવણી-ઘરનાં ધ્યેય માટે છે.