બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: વધતા એમસીએલઆરની અસર તમારા આયોજન પર

ના રોજ પ્રકાશિત Tue, 05, 2018 પર 17:43  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આજના મની મેનેજરમાં વાત કરીશું MCLR રેટમાં થયેલા વધારા અંગે, આ વધારાની તમારી લોન પર કેવી થશે અસર, લઇશું દર્શકોનાં સવાલ.


તાજેતરમાંજ SBI, ICICI, PNB અને કોટક મહિન્દ્રા જેવી બેન્કોએ પોતાના MCLR રેટ વધાર્યાં છે. તો આ રેટ વધાવાથી તમારા પર્સનલ ફાયનાન્સ પર શું અસર થશે? શું લોન તમારે માટે વધુ મોંઘી બનશે? આ તમામ બાબત પર આપણે વિસ્તૃત ચર્ચા કરીશુ આજના મની મૅનેજરમાં અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે યોર્સ ફાયાનાન્શયલિ બુકનાં લેખક અને ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સનાં સર્ટિફાઇડ ફાયનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર.


માર્જીનલ કોસ્ટ ઓફ ફંડ જેના આધારે લેન્ડિંગ રેટ નક્કી થાય છે. 1 જુનથી એમસીએલઆર રેટમાં વધારો કરાયો છે. એમસીઆલઆર રેટ પ્રમાણે તમારી ફ્લોટિંગ રેટ પર લેવાયેલી લોન મોંધી થશે. હોમલોન, પર્સનલ લોન, વેહિંકલ લોન મોંધી થશે. એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, પીએનબીએ એમસીએલઆર રેટ થી 20 બીપીએસ વધાર્યા છે. હોમ લોન અને લાઇફ સ્ટાઇલ લોન મોંધી થશે.


આની અસર હાલનાં લોન બોરોવર્સ આગલા રિસેટ પિરિયડથી થશે. નવા બોરોવર્સને વધુ EMI આવશે. જેમની લોન ચાલુ હશે તેમના લોનનો સમયગાળો વધશે. નવી લોન લેતા બોરોવર્સને ઈએમઆઈની રકમ વધુ આવશે. તમારા ઈએમઆઈ કે લોનના સમય ગળામાં વધારો થશે. ક્રુડની કિંમત વધતા ફુગાવો વધી રહ્યો છે, જેની અસર એમસીએલઆર રેટ પર પડે છે.


હોમ લોન લેતી વખતે પ્રિપેમેન્ટ ક્લોઝ જોઇ લેવો જોઇએ. મહિલા બોરોવર્સને 5bps જેટલા ઓછા દર પર લોન અપાઇ છે. સરકારનાં 10 વર્ષનાં બોન્ડ ચિલ્ડની અસર જોવા મળી શકે છે. એમસીએલઆર વધવાનાં કારણો છો. ખર્ચ કરવા માટે લોન લેવી જોઇએ નહી.