બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: ક્રેડિટ પોલિસીની અસર પર્સનલ ફાયનાન્સ પર

ના રોજ પ્રકાશિત Mon, 11, 2018 પર 16:17  |  સ્ત્રોત : CNBC-Bajar

તમારા પર્સનલ ફાયનાન્સને અસર કરતી તમામ બાબતોની જાણકારી આપ સુધી પહોચાડતો શો. આજના મની મૅનેજરમાં સમજીશું આરબીઆઈ ક્રેડિટ પોલિસી, તેની તમારા નાણાંકિય આયોજન પર અસર.


આરબીઆઈની ક્રેડિટ પોલિસીની જાહેરાત થઇ ચુકી છે અને જેમા વ્યાજ દર 25 bpsનો વધારો કર્યો છે. તો આ બાબતની તમારા પર્સનલ ફાયનાન્સ પર કેવી અસર પડશે એ અંગે આજે આપણે ચર્ચા કરીશુ અને આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે ફાયાનન્શિયલ એક્સપર્ટ અર્ણવ પંડ્યા.


આરબીઆઈએ વ્યાજદરમાં 0.25% વધારો કર્યો છે. રેપો રેટ 6%થી વધી 6.25% છે. વ્યાજદર વધારા છતાં આરબીઆઈનું વલણ ન્યુટ્રલ છે. તમામ 6 સભ્યોએ વ્યાજદર વધારવાનો મત આપ્યો છે. નાણાંકિય વર્ષ 2019 માટે જીડીપી અનુમાન 7.4% પર યથાવત છે.


એપ્રિલ-સપ્ટેમ્બર ગ્રોથ અનુમાન 7.5-7.6% છે. ઑક્ટોબર - માર્ચમાં ગ્રોથ ઘટી શકે, અનુમાન 7.3-7.4% છે. એપ્રિલ-સપ્ટેમ્બર CPI અનુમાન 4.8% પર છે. ઑક્ટોબર-માર્ચ CPI અનુમાન 4.7% પર છે. હવે પછીની બેઠક 31 જુલાઈ-1 ઑગસ્ટના રોજ છે.


આરબીઆઈએ કેમ વધાર્યા દર?


ક્રૂડના ઉછાળાથી મોંઘવારી ઉપરના સ્તરે રહેવાનું અનુમાન છે. વિકાસદર સારો રહેતાં લિક્વિડિટીની અછતનો સામનો હાલ કરી શકાશે. યીલ્ડમાં ઉછાળા બાદ તફાવત ઘણો મોટો થયો હતો. રૂપિયાને વધુ નરમ થતો રોકવાના પ્રયાસના ભાગરૂપે પગલું છે.