બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: તમારા નાણાંકિય આયોજનમાં સોનાનું મહત્વ

ના રોજ પ્રકાશિત Mon, 05, 2018 પર 17:41  |  સ્ત્રોત : CNBC-Bajar

તમારા નાણાંકિય આયોજનમાં સતત માર્ગદર્શન અને મદદરૂપ બનતો શો એટલે મની મૅનેજર. આજે છે ધનતેરસનો દિવસ. અને મની મૅનેજરમાં જેમ આપણે દરેક પર્વની ઉજવણી કરીએ છીએ તેમ આજે આપણે ધનતેરસની ઉજવણી મની મૅનેજરની સ્ટાઇલમાં અને વાત કરીશુ આ તહેવારની ઉજવણીનાં એવા વિકલ્પોની કે જેથી તહેવારની રીત પણ જળવાય


અને આપણા નાણાંકિય આયોજન પ્રમાણે એ આપણને ઉપયોગી પણ થાય. તો આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સનાં કલ્પેશ આશર અને પ્રેમજી વાલજી જ્વેલરનાં owner હરેશભાઇ સોની.


ધનતેરસનાં દિવસે આયુર્વેદનાં દેવ ધનવંતરીની પૂજા થાય છે. ભારતમાં વર્ષોથી સોનું ખરીદાય છે. સોનું ખરીદવાનાં હેતુમાં ફરક હોઇ શકે છે. ઘરેણાને તમારા રોકાણ તરીકે ન ગણવા જોઇએ. ભારતમાં વર્ષોથી સોનુ ખરીદાય છે. સોનુ ખરીદવાનાં હેતુમાં ફરક હોઇ શકે છે.


ઘરેણાને તમારા રોકાણ તરીકે ન ગણવા જોઇએ. રોકાણ માટે તમારા પોર્ટફોલિયોનાં 10 ટકાથી વધુ સોનુ ન લેવુ જોઇએ. રોકાણ માટે તમે ઈટીએફ કે સોવેરીયન બોન્ડ લઇ શકો છે. પેપર બેઝ ગોલ્ડ હોવાથી રિસ્ક અને સ્ટોરેજ કોસ્ટ નથી. એસજીબી માટે ઘરેણાની જેમ મેકિંગ ચાર્જીસ નહી લાગે. આ ગોલ્ડ બોન્ડ ખોવાવાનો ભય નથી.


1 ગ્રામથી 4 કિલો સુધીનું પ્રતિ વર્ષ રોકાણ એસજીબીમાં કરી શકાય છે. આ બોન્ડનો ટેન્યોર 8 વર્ષ છે. 5 થી 9 નવેમ્બર દરમિયાન રૂપિયા 3183 પ્રતિ ગ્રામમાં ઉપલબ્ધ છે. એસજીબી પર હાલ 2.50 ટકાનો વ્યાજદર લાગુ છે. મેચ્યુરીટી પર થતો કેપિટલ ગેઇન ટેક્સ ફ્રી છે.