બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: નાણાંકિય આયોજનમાં ઇન્શ્યોરન્સનું મહત્વ

ના રોજ પ્રકાશિત Mon, 28, 2018 પર 17:41  |  સ્ત્રોત : CNBC-Bajar

માત્ર આવક અને જાવકનો હિસાબ - કિતાબ રાખવો એટલે આર્થિક આયોજન થઇ ગયુ એવું નથી. પર્સનલ ફાઇનાન્સ કે વ્યક્તિગત નાણાંકિય આયોજન આ શબ્દની વ્યાખ્યા ઘણી વિશાળ છે. જેમાં બચત, રોકાણ ,વળતર જેવી અનેક બાબતો ઉપરાંત આપની અને આપના નાણાંની સુરક્ષાની વાતોનો પણ સમાવેશ થાય છે. આજે આવી જ એક પરિભાષા સમજાવતા ટોપિક સાથે હું આપનું સ્વાગત કરુ છું.

મની મેનેજરમાં આજે વાત કરીશું બે મહત્વનાં ઇન્શ્યોરન્સ અંગે, સમજીશું ટર્મ પ્લાન અને હેલ્થ કવરનું મહત્વ અને સાથે જ લઇશું દર્શકોનાં સવાલ.

મની મેનેજરમાં ઘણી વખત અમે તમને લાઇફ ઇન્શ્યોરન્સ અને હેલ્થ ઇન્શ્યોરન્સનું મહત્વ સમજાવતા હોઇએ છીએ. આમ છતા અમારા દર્શકો પોતાની નાણાંકિય સમસ્યા અમને મોકલે છે તે જોતા એવો ખ્યાલ  આવી રહ્યો છે કે હજી ઇન્શ્યોરન્સ ને સમજવામાં અમૂક વખત ભૂલ થતી હોય છે. તો આમ ન થાય તે માટે આજે આપણે બે મહત્વાનાં ઇન્શ્યોરન્સ અંગે માહિતી મેળવીશુ અને આ ચર્ચા કરીશું પ્લાન ઇનવેસ્ટનાં સીઈઓ અને સર્ટિફાઇડ ફાયનાન્શિયલ પ્લાનર પિયુષ શેઠ સાથે.

પિયુષ શેઠનાં મતે ઇન્શ્યોરન્સ પાસેથી વળતરની આશા ન રાખી શકાય. ઇન્શ્યોરન્સ એ વળતર નહી પરંતુ નાણાંકિય સુરક્ષા આપે છે. જ્યારે વળતર માટેનાં રોકાણ અલગ હોય છે. રોકાણ અને ઇન્શ્યોરન્સનો હેતુ અલગ છે. પ્યોર ઇન્શ્યોરન્સ દ્વારા નાના પ્રિમિયમ પર સુરક્ષા મેળવી શકાય છે. મૃત્યુનાં સંજોગોમાં પરિવારની નાણાંકિય સુરક્ષા-ટર્મ પ્લાન.

પિયુષ શેઠનું કહેવુ છે કે માર્કેટમા ઘણા બધા ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ ઉપલબ્ધ છે, જેનાથી લોકો ગુચવાય છે. દરેક કમાનાર વ્યક્તિએ ટર્મ પ્લાન લેવો જોઇએ. લાઇફ કવર તરીકે નિર્ધારિત રકમ અને નિર્ધારિત સમયગાળો હોય છે. જરૂરિયાત પ્રમાણે કવરની રકમ નક્કી થાય છે. ટર્મપ્લાનમાં સર્વાઇવલ બેનિફિટ હોતા નથી.

પિયુષ શેઠના મુજબ ટર્મ પ્લાનની પોલિસી સમજવામાં સરળ હોય છે. નિર્ધારિત સમયગાળામાં મૃત્યુનાં સંજોગોમાં સમઅસ્યોર્ડ નોમીનીને મળે છે. ટર્મ પ્લાનનું વાર્ષિક પ્રમિયિમ ખૂબ જ વ્યાજબી હોય છે. 80C મુજબ 1.5 લાખ સુધીની લિમિટમાં આ પ્રમિયમનો સમાવેશ થાય છે. પ્રમિયમ નક્કી કરવાનાં આધાર ઉમંર, સ્વાસ્થય, આદતો, જુની બિમારી.

પિયુષ શેઠનું હેલ્થ ઇન્શ્યોરન્સ પર કહેવુ છે કે હેલ્થ ઇન્શ્યોરન્સ લેવુ દરેક માટે જરૂરી છે. કુટુંબનાં દરેક સભ્યો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ હોવુ જોઇએ. હેલ્થ ઇન્શ્યોરન્સ બાળક 3 મહિનાનું થતા લઇ શકાય છે. મેડિકલ ઇન્શ્યોરન્સ વધતા મેડિકલ ખર્ચ સામે સુરક્ષા આપે છે. મેડિકલ ખર્ચ સમયની સાથે સાથે વધતા જાય છે, ઇન્શ્યોરન્સ લેવુ ખૂબ જરૂરી છે. વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ લેવો હિતાવહ છે. જોબચેઇન્જ અથવા મર્યાદિત કવર સામે મળી શકે રક્ષણ. 80D મુજબ હેલ્થ ઇન્શ્યોરન્સની રકમ કરમુક્ત.

સિનિયર સિટિઝન માટે હેલ્થકવરની કરમુક્તિ મર્યાદા રૂપિયા 50,000 સુધી રહેશે. ફ્લોટર પોલિસીમાં કુટુંબનાં દરેક સભ્યો કવર થાય છે. યુવાવર્ગના લોકો ફ્લોટર પોલિસી લઇ શકે છે. મેડિકલ ઇન્શ્યોરન્સ લેતી વખતે યોગ્ય માહિતી જણાવવી જોઇએ. પોલિસી લેતી વખતે અગાઉથી હોય તે બિમારીની જાણ કરવી જોઇએ. પોલિસી લેતી વખતે ધુમ્રપાન કે નશીલા પદાર્થનાં સેવનની આદતની જાણ કરવી જોઇએ. કેશલેશ કવરનો વિકલ્પ પસંદ કરવો જોઇએ. પોલિસી લેતી વખતે નેટવર્ક હોસ્પિટલની માહિતી લેવી જોઇએ. પોલિસીની શરતો જાણ્યા વગર ઓછા પ્રિમિયમની પોલિસી ન ખરીદવી.