બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: યુએસ ઈલેક્શન અને તમારો પોર્ટફોલિયો

ના રોજ પ્રકાશિત Tue, 08, 2016 પર 17:44  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાં એ જીવનનું એક મહત્વનું અંગ છે. કોઈ વ્યક્તિ એવું નહિં હોય જેને તેના વિના ચાલી શકે. દિવસ શરુ થતા દિવસનો અંત આવે ત્યાં સુધી આપણે રોજીંદી કોઈ ચોક્કસ રકમ વાપરતા જ હોય છીએ. અને મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું એ ટોપિક વિશે જેની ચર્ચા લગભગ સમગ્ર વિશ્વ કરી રહ્યું છે. યુએસ ઈલેક્શન વિશે. કેવી રીતે યુએસ ઈલેક્શન તમારા ફાઇનાન્શ્યલ પોર્ટ ફોલિયોને અસર કરી શકે છે. આ સમગ્ર ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યા.


અર્ણવ પંડ્યાનું કહેવુ છે કે ઇક્વિટી રોકાણ વોલેટાઇ રહી શકે છે. આ સમયે વમસમ રોકામ ટાળવું સલાહભર્યું સહેશે. ઇક્વિટીમાં રોકાણ માટે થાડા મહિનાનો સમય આપવો જોઇએ. ઇક્વિટીમાં રોકાણ તમારા ધ્યેયને ધ્યાનમાં રાખી કરવું જોઇએ. રોકાણ કારે ગભરાવાની આવશ્યકતા નથી. જોખમ લઇ શકે તેવા લોકો માટે રોકાણની તક બની શકે છે.


અર્ણવ પંડ્યાનું કહેવુ છે કે ડેટ માર્કેટ પર યુએસ ઇલેક્શનની અસર થાય શકે છે. યુએસ અર્થતંત્રમાં હજુ સ્થિરતા નથી જેની અસર ફેડરલ રિઝર્વની દર વધારા પર પડે છે. ડેટ ફંડમાં ડેટ ભાવની અસર ભારતીય બજારમાં પણ જોવા મળી શકે છે. ફિક્સ્ડ ડેટ ફંડ સિવાસ ઘણા ફંડ ટ્રેડેડ ડેટ ફંડ પણ હોય છે. જો વ્યાજ દર વધશે તો બોન્ડના ભાવ પડી શકે જે શોર્ટ માટે રહી શકે છે. ડેટ બજારમાં પદલા નાના ગોય કારણ કે રોકાણ પણ નાનુ હોય શકે છે.


અર્ણવ પંડ્યાનું કહેવુ છે કે આંતર રાષ્ટ્રીય રોકાણમાં ઇક્વિટી અને ડેટ બન્ને ફંડસ હોય છે. યુએસ ઇલેક્શનની અસર આંતર રાષ્ટ્રીય રોકામમાં થઇ શકે છે. આંતર રાષ્ટ્રીય ફંડમાં રોકાણ તો જ કરી શકાય જો જોખમ લેવાની ક્ષમતા હોય છે. કોઇ પણ બનાવનો ખ્યાલ હોય ત્યારે પોર્ટફેલિયોમાં રોકડ રકમ રાખીવી જોઇએ. રોકડ રકમ હોયતો રોકાણની તકનો લઇ શકો છો. જો યુએસમાં વ્યાજ દર વધશે તો સોનામાં અસર થઇ શકે છે. જો સોનામાં રોકાણ કરવા ઇચ્છતા હોવ તો નિયનીત રોકાણ કરો.