બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: નવા વર્ષનાં આયોજનમાં ધ્યાન રાખવાની બાબતો

ના રોજ પ્રકાશિત Mon, 02, 2018 પર 17:45  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે. આજના મની મેનેજરમાં નવા નાણાંકિય વર્ષમાં શું કરશો?, નવા નાણાંકિય વર્ષનાં આયોજનમાં કઇ વાતોનું રાખવું ધ્યાન?, અને લઇશું દર્શકોનાં સવાલ


અપ્રિલ મહિનાની શરૂઆતની સાથે નવા નાણાંકિય વર્ષની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે મની મેનેજેર પોતાના તમામ દર્શકોને જણાવવા માંગે છે પાછલા નાણાંકિય વર્ષનો રિવ્યુ કરી આગળનાં વર્ષના આયોજનનો આ યોગ્ય સમય છે.


પાછલા વર્ષનો રિવ્યુનું મહત્વ અને આવનારા વર્ષનાં આયોજન અંગેનું માર્ગદર્શન આજના શોમાં આપણે મેળવીશુ અને આજે આપણી સાથે જોડાયા છે યોર્સ ફાયનાન્શિયલિનાં લેખક અને ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સનાં સર્ટિફાઇડ ફાયનાન્શિયલ પ્લાનાર કલ્પેશ આશર.


જાન્યુઆરી 31 સુધી ઇક્વિટી માર્કેટમાં 10 ટકાનું કરેક્શન જોવા મળ્યું હતું. ઇક્વિટી માર્કેટનાં રોકાણકાર માટે સારૂ વર્ષ રહ્યું છે. ડેટ માર્કેટનાં રોકાણકાર માટે વર્ષ સારૂ ન રહ્યું હતું. પ્રોપર્ટી માર્કેટ રેરાનાં અમલીકરણ બાદ દબાવમાં રહ્યું છે. પ્રોપર્ટી માર્કેટમાં કિમતો નધી નથી અથવા ઘટી રહી છે. રિયલ એસ્ટેટ સેક્ટરનાં સ્ટોક્નો દેખાવ સારો રહ્યો છે. ગોલ્ડની કિંમતમાં ફેબ્રુઆરી અને માર્ચમાં અસર દેખાઇ છે.


ગોલ્ડની કિમતમાં છેલ્લા મહિનામાં વધારો નોંધાયો છે. ઇક્વિટી માર્કેટ માટે આ વર્ષ અઘરૂ હોય શકે છે. આ વર્ષ ચુંટણીઓ આવી રહી છે. અમુક સ્કેમ ખુલ્લા પડી રહ્યા છે. વર્ષ દરમિયાન જીએસટી ધીમે ધીમે સ્વીકૃત બની શકે છે. કોપરેટ અરનિંગ સારા દેખાઇ રહ્યાં છે. બેન્કિંગ સેક્રટ પર તાજેતરમાં થયેલા સ્કેમની અસર જોવાઇ શકે છે. ઇક્વિટીમાં તમારી પ્રોફાઇલ પ્રમાણે સતત રોકાણ કરતા રહેવું જોઇએ.


વોલેટાઇલ સમયે કરેલુ રોકાણ લાંબા ગાળા માટે સમૃદ્ધિ સર્જન કરી શકે છે. એલટીસીજી ટેક્સનાં કારણે તમારા રોકાણ અટકાવશો નહી. સેક્ટોરિયલ ફંડમાં રોકાણથી દૂર રહેવું જોઇએ. ટેક્સ પ્લાનિંગ અત્યારે કરો, વર્ષનાં અંતે નહી. રિયલ એસ્ટેટ રોકાણ માંટે લાભદાયી વિક્લપ નથી. પોતે રહેવા માટે ઘર લેવુ હોય તો જ રિયલ એસ્ટેટની ખરીદી કરો છો. ડાઉન પેમેન્ટ અને ઈએમઆઈ ભરવાની ક્ષમતાનાં પ્રોપર્ટીને લગતા નિર્ણય લો.