બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: મોટર ઇન્શ્યોરન્સ બાબતે જાણવા જેવી બાબતો

ના રોજ પ્રકાશિત Wed, 24, 2018 પર 10:52  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આજના મની મેનેજરમાં જાણીશું મોટર ઇન્શ્યોરન્સમાં આવેલા ફેરફાર, આ ફેરફારની તમારા ખીસા પર અસર, દર્શકોનાં સવાલ.


હાલ તહેવારોની મૌસમ ચાલી રહી છે, હવે દિવાળી પણ નજીક આવી રહી છે, અને તહેવારોનાં સમયે આપણે કાર કે બાઇક, સ્કુટર લેવાનું વિચારતા હોઇએ છીએ, આ વાહનની ખરીદીનાં નિર્ણય લેતી વખતે આપણે વાહન વિશે, તેના ફિચર, કિંમત વગેરે અંગે તપાસ કરીએ છીએ અને તૈયારી કરીએ છીએ પરંતુ આ ઉપરાંત પણ આપણે મોટર ઇન્શ્યોરન્સ અને તેના ખર્ચ અંગે પણ વિચારવું જોઇએ. તો વાહન ખરીદી વખતે કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે વાત કરીશુ આજનાં એપિસોડમાં અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે પ્લાન ઇનવેસ્ટ ઇન્ડિયાનાં સીએફપી & સીઈઓ પિયુષ શેઠ.


મોટર ઇન્શ્યોરન્સ-


કાર કે 2-વ્હીલરનો ઇન્શ્યોરન્સ હોવો ફરજીયાત છે. અકસ્માત, ચોરી અને થર્ડ પાર્ટીની જવાબદારી ઇન્શયોરન્સ હેઠળ છે. આ ઇન્શ્યોરન્સ કાર ડીલર પાસે અથવા ઓનલાઇન લઇ શકાય છે.


મોટર ઇન્શ્યોરન્સમાં ફેરફાર-


ઓડી રેટને કારનાં મોડલ અને એન્જીન કેપેસિટી સાથે લિન્ક કરાયા છે. 2 વ્હીલર માટે 5 વર્ષનું થર્ડ પાર્ટી કવર ફરજીયાત છે. પર્સનલ એક્સિડન્ટ કવર 1 લાખથી 2 લાખ કરાયું છે. પર્સનલ એક્સિડન્ટ કવર 2 લાખથી 15 લાખ કરાયું છે. કાર માટે 3 વર્ષથી થર્ડ પાર્ટી કવર ફરજીયાત છે. 2 વ્હીલર માલિકે 5 વર્ષ કે વધુનું કવર લેવું જોઇએ. કાર માલિક 1 વર્ષ OD અને 3 વર્ષ થર્ડ પાર્ટી કવર લઇ શકે છે. વાર્ષિક કવરમાં 20-50% NCB લાગી શકે છે. લાંબાગાળાનાં પ્રિમિયમ પર ડિસ્કાઉન્ટ મળી શકે છે.


ઇન્શ્યોરન્સમાં શું નથી સામેલ?


પોલિસીનાં સમયગાળા બહાર થયેલુ નુકસાન છે. ગ્રેડ્યુલ વેર અને કારનાં ટિયર અને પાર્ટસ છે. ડ્રાઇવિંગ લાયન્સ ન હોય તેવા ડ્રાઇવરથી થયેલુ નુકસાન છે. ડ્રાઇવર આલ્કોહોલની અસરમાં હોય ત્યારે થયેલુ નુકસાન છે. એન્જીન ઓઇલ લિકેજથી થયેલુ નુકસાન છે. મેન્યુફેક્ચર ગાઇડલાઇન પ્રમાણે કારનો ઉપયોજ ન થવાથી થયેલુ નુકસાન છે.


કઇ રીતે ઘટાડશો પ્રિમિયમ-


નાની કારનું ઇન્શ્યોરન્સ પ્રિમિયમ SUV કરતા ઓછુ છે. ARAIના મંજૂરી વાળુ થેફ્ટ ડિવાઇઝ હોય તો 2.5 ટકા ડિસ્કાઉન્ટ છે. ઓટોમોબાઇલ એસોશિયેશનનાં સભ્યોને અમુક ડિસ્કાઉન્ટ છે. ઇન્શ્યોરન્સ કંપનીનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો ચેક કરવો છે. ઇન્શ્યોરન્સ કંપની દ્વારા અપાતા દરેક લાભ જાણી લેવા છે.


સવાલ-


હું 18 વર્ષની છુ અને student છુ, હુ દર મહિને મારી પોકેટ મનીમાંથી રૂપિયા 1000 બચાવી લઉ છુ. હુ આર્ટિસ્ટ પણ છુ અને કોઇ કોઇ વખત, ખાસ કરીને વેકેશન દરમિયાન હુ રૂપિયા 5000 થી 10,000 કમાઇ લઉ છુ. મારે આ રકમનું રોકાણ કરવું છે પરંતુ મારી આવક ફિક્સ નથી,તો મારે માટે કેવા વિકલ્પો હોઇ શકે?


જવાબ-


યુવા વયે રોકાણ કરવુ ખૂબ સારી બાબત છે. તમે મલ્ટીકેપ ફંડમાં રૂપિયા 10000ની એસઆઈપી શરૂ કરી શકો છો. આલક વધતા રોકામનાં વિવિધ વિકલ્પો લઇ શકો છો. તમે એચડીએફસી મિડકેપ અપોરચ્યુનિટી ફંડમાં રોકાણ કરી શકો છો.


સવાલ-


તેઓ માસિક રૂપિયા 11,000ની SIP કરે છે, રૂપિયા 7000ની RD કરે છે, અને માસિક ખર્ચ બાદ બચત રૂપિયા 5000 થાય છે. હાલ જ્યારે ઇક્વિટી માર્કેટ ડાઉન છે ત્યારે શું RDની જમા થયેલી રકમને ઉપાડી મારે ઇક્વિટીમાં રોકાણ કરવું જોઇએ?


સવાલ-


ધ્યેય લાંબા ગાળાનું હોય તો તમે ઇક્વિટીમાં રોકાણ કરી શકો છો.