બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: ખર્ચનાં નિર્ણય પહેલાની વિચારણા અંગે ચર્ચા

ના રોજ પ્રકાશિત Tue, 20, 2016 પર 17:38  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાં એ જીવનનું એક મહત્વનું અંગ છે. કોઈ વ્યક્તિ એવું નહિં હોય જેને તેના વિના ચાલી શકે. દિવસ શરુ થતા દિવસનો અંત આવે ત્યાં સુધી આપણે રોજીંદી કોઈ ચોક્કસ રકમ વાપરતા જ હોય છીએ.

મની મૅનેજરમાં આજે આપણે વાત કરીશું, ઇલેક્ટ્રોનિક ગેજેટ માટેનો ખર્ચ કેટલો યોગ્ય. આઈફોન Vs અન્ય સપનાઓ. ખર્ચનાં નિર્ણય પહેલાની વિચારણા અંગે.

હાલમાં આઈફોન 7 ખૂબ જ ચર્ચામાં છે અને મોટા ભાગનાં લોકો આ આઈફોન 7 ખરીદવા ઇચ્છે છે. પરંતુ શું આવા લેટેસ્ટ GADGET ની આપણને ખરેખર જરૂર છે? જો આ ખર્ચ ન કરીએ તો બીજુ શુ કરી શકીએ? આવી ઇચ્છાઓ માટે નાણાંનું આયોજન કઇ રીતે કરવુ આ અંગેની રસપ્રદ ચર્ચા આજે આપણે કરવાનાં છીએ અને આપણી સાથે આ ચર્ચા કરવા જોડાયા છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

કાર્તિક ઝવેરીનું કહેવુ છે કે iPhone 7ની કિંમત 60 થી 90 હજાર સુધી આવી શકે છે. જો તમારી પાસે રૂપિયા 75 હજાર હોયતો જ આ ફોન લેવા અંગે વિચારવું જોઇએ. તમારી અન્ય જરૂરિયાત માટે આ રૂપિયા ખર્ચી શકો છો. ફેમલિ આલ્બમ, બર્થ ડે પાર્ટી જેવા ખર્ચ કરી શકાય છે. રૂપિયા 75 હજારમાં તમે તમારી ઘણી બધી ઇચ્છા પુરી કરી શકો છો.


ઘરનું ફર્નિચર કે ઇન્ટિરિયર કરાવી શકાય જે લાંબા ગાળા સુધી ચાલશે. રૂપિયા 75 હજારમાં તમે સારૂ વેકેશન પણ માણી શકો છો. રૂપિયા 75 હજારનું રોકાણ કરી વળતર પણ મેળવી શકાય છે. તમે બિઝનેસ માટે આ નાણાંનું રોકાણ કરી શકો છો. તમે વિવિધ ટ્રેનિંગ લઇ શકો છો જેનાથી તમે કમાણી પણ કરી શકો. તમારા હાલનાં બિઝનેસમાં રોકાણ વધારી શકો છો.


રૂપિયા 75 હજારની એફડી કરી તમે વળતર મેળવી શકો છો. રૂપિયા 75 હજારથી તમે હેલ્થ ઇન્શ્યોરન્સ લઇ શકો છો. રૂપિયા 75 હજારનું લાંબાગાળાનું રોકાણ કરી મોટુ ભંડોળ ભેગુ થઇ શકે છે. જો દાન માટે પણ આટલી રકમ વાપરો તો ઘણા લોકોને મદદ કરી શકશો. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણથી 5 વર્ષે નાણાં બમણા થઇ શકે છે.

સવાલ: તેજસ પુજારનો પ્રશ્ન છે કે મે કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદી છે અમદાવાદમાં પ્રહલાદનગર રોડ ઊપર, 700 સ્કેવરફીટની ઓફિસ છે અને જેની પાસેથી ખરીદી છે તે લોકો એ ભાડે આપી છે તેનું 11 મહિના માટે એગ્રિમેન્ટ થયેલ છે. તો તે અમે ખાલી કરાવી શકીએ?

જવાબ: તેજસ પુજારાને સલાહ છે કે પ્રોપર્ટીની ખરીદી એટલે રાઇટ્સ અને પ્રિવિલેજ અંગેના કરાર છે. કરારમાં ખાલી કરવાનો જે સમયગાળો હશે તેજ તમને લાગુ પડશે.

સવાલ: હવે પછીનો સવાલ આપણને મળ્યો છે ઇમેલ દ્વારા વિનય બાપટનો વડોદરાથી. તેમણે પુછયુ છે કે મારે રૂપિયા 2 લાખ 50 હજારનું રોકાણ પેન્શન સ્કીમમાં કરવું છે, મારી ઉંમર 41 વર્ષ છે, મને 58 વર્ષથી પેન્શન જોઇએ છે. મને સુટેબલ પ્લાન જણાવશો.

જવાબ: વિનય બાપટને સલાહ છે કે પેન્શન પ્લાનમાં રોકાણ કરવુ સલાહ ભર્યું નથી. 17વર્ષમાં તમે તમારા નાણાંનું અન્ય જગ્યાએ રોકાણ કરી સારૂ વળતર મેળવી શકો. ઇક્વિટી ફંડમાં રોકાણ કરવાથી રૂપિયા 22 થી 25 લાખ ભેગા થઇ શકે છે.

સવાલ: આ ઇમેલ આવ્યો છે મનીષભાઇનો જુનાગઠથી..મારી ઉંમર 39 વર્ષ છે.મારો હાલનાં રોકાણ 1) SBI multi cap rs. 1500.
2) SBI mid cap rs. 1500. 3) birla sun life large cap rs. 1000 છે, મારે 60 વર્ષની વયે 1 કરોડનું ભંડોળ ભેગુ કરવુ છે તો આ માટે માર્ગદર્શન આપશો.

જવાબ: તમારૂ હાલનું રોકાણ યોગ્ય છે. તમારે માસિક રૂપિયા 7000નું રોકાણ કરવુ જરૂરી છે. ફાર્મા કે બેન્કિંગ સેક્ટરમાં રોકાણ કરી શકાય છે.