બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: આજે 7 નાણાંકિય આવડતો

ના રોજ પ્રકાશિત Wed, 23, 2017 પર 14:56  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના એપિસોડમાં એવા જ મુદ્દા સાથે હું આપનું સ્વાગત કરુ છું. મની મેનેજરમાં આજે 7 નાણાંકિય આવડતો, શું છે આ આવડત અને કેવી રીતે છે ઉપયોગી?

નાણાંકિય સ્વતંત્રતા અને સારી નાણાંકિય આદત બાદ જરૂરી છે સારી રકમ એકઠી કરવા તેને યોગ્ય રીતે આયોજીત રાખવા નાણાંકિય આવડત. જો આવડત હશે તો જ સારી રકમ એકઠી કરી શકાશે. અને આજે આ મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

દરેક પાસે એક સફળતાનો ફોર્મ્યુલા હોય છે. તમારે તમારા નાણાંકિય આયોજનને સમજવું જરૂરી છે. તમારી આવડત થકી તમે નાણાં કમાઈ પણ શકો છો. તમારી આવડત થકી તમે નાણાં કમાઈ પણ શકો છો. તમારી આવડતમાંથી વિવિધ માધ્યમ શોધી શકો છો. તમારી આવડતને લોકોમાં ફેલાવો અને તેનો પ્રચાર કરો.


તમારા નાણાં સાથે રિસ્ક ક્યારે અને કેવી રીતે લેવાતુ હોય છે તે પણ જરૂરી. જે રિસ્કને લેવુ મુશ્કેલ હોય તેવું રિસ્ક ન લેવું. લેવરેજ એટલે જેના પરથી આપણે બીજા નાણાં કમાઈ શકીએ. કામને યોગ્ય રીતે ગોઠવી સોર્સના ઉપયોગ થકી કરાતા ફાયદો થાય. યુનિવર્સલ વસ્તુઓનું જ્ઞાન હોવું જોઈએ. તમને વસ્તુઓનો ખ્યાલ હોવો જરૂરી છે. તમારા પેપર્સને સારી રીતે મેનેજ કરવા જોઈએ.