બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: દર્શકોની નાણાંકીય સમસ્યાનું નિવારણ

ના રોજ પ્રકાશિત Mon, 24, 2017 પર 08:32  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. આજે દર્શકોના સવાલનું નિવારણ લાવીશું, તેના માટે આપણી સાથે જોડાયા છે ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સના કલ્પેશ આશર.

સવાલ: સંજય પટેલ પુનેથી પુછે છે મે હાલમાં જ જોબ બદલી છે, મને ટેક્સ બાબતે થોડુ કંફ્યુઝન છે, મારી પાછલી વાર્ષિક આવક 4,23,000 હતી, નવી આવક પ્રમાણે હાલ પેકેજ 8,40,000 છે, એક એલઆઈસી પોલિસી છે જેનું પ્રિમીયમ 61,920 આવે છે અને યુલિપમાં 27,000 છે, મારી પત્ની માટે અને માતા-પિતા માટે મેડિક્લેમ લેવું છે, તો આ દરેક પ્લાનિંગ કેવી રીતે કરી શકાય?

જવાબ: સંજયભાઈને સલાહ છે કે તમારુ હાલનું પ્રિમીયમ ઘણુ વધારે છે. ઈન્શ્યોરન્સએ સુરક્ષાનું માધ્યમ છે જેથી તમારે કવર વધારે લેવું જોઈએ. ટ્રેડિશનલ પોલિસીમાં વળતર ઓછું મળે. તમે 1 કરોડનું ટર્મ પ્લાન લઈ શકો છો. 1 કરોડના ટર્મ પ્લાન માટે પ્રિમીયમ પ્રમાણમાં ઓછું આવશે. હેલ્થ ઈન્શ્યોરન્સ અચૂકપણે લેવું જોઈએ. હેલ્થ ઈન્શ્યોરન્સ 3 થી 5 લાખનું ઈન્ડિવિડ્યૂઅલ કવર લઈ શકો છો.


માતા-પિતા માટે તમારા કવરમાં સમાવેશ ન કરવો. ફેમિલી ફ્લોટરમાં માતા-પિતાનો સમાવેશ ન કરતા અલગ કવર લેવું. તમારી આવક પહેલા કરતા ડબલ છે તે જોતા તમે 20% ઈનકમ ટેક્સમાં આવશો. તમે 1.5 લાખનું રોકાણ EPF, ELSS વગેરેમાં રોકી શકો છો. હોમલોનની જરૂરત હોય તો તે પણ તમે લઈ શકો છો. એનપીએસમાં પણ તમે નાણાં રોકી શકો છો.

સવાલ: હું 1000 રૂપિયાની એસઆઈપી કરૂ છુ. અને તે રકમ મારા ખાતા માંથી ડેબિટ થાય છે. પરંતુ મારે બેન્કના ખાતામાં 50-60 હજાર રૂપિયા રાખવા પડે છે અને તેનું રેટ ઓછુ મલે છે, શું કોઇ શેરમાં રકમ જમા રાખી શકાય જ્યાં રેટ વધારે મળે અને ત્યાંથી એસઆઈપી મા ટ્રાન્સફર કરી શકાય.

જવાબ: બલદેવભાઈને સલાહ છે કે તમારી એસઆઈપી કરી તમારા નાણાં રોકી શકો છો. લિક્વીડ મ્યુચ્યુઅલ ફંડથી આ રકમ ટ્રાન્સફર થશે. માસિક સરેસાશ 4000ની રકમ રોકી શકો છો.

સવાલ: ઈશાન શુક્લાનો પ્રશ્ન છે, મારી ઉંમર 20 વર્ષ છે, હું વિદ્યાર્થી છું, મને ભવિષ્ય માટે અત્યારથી રોકાણ કરવું છે, તો રોકાણ કેવી રીતે અને ક્યાં કરી શકાય?

જવાબ: ઈશાનભાઈને સલાહ છે કે નાની ઉંમરે રોકાણ કરવું છે તે સારી વાત છે. રોકાણમાં થોડું રિસ્ક લઈ શકો છો. નાણાંકિય ધ્યેયના આધારે રોકાણ કરવું. તમારો ધ્યેય જો લાંબા સમયનું હોય તો ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો.

સવાલ: જીજ્ઞેશ શાહનો સવાલ છે કે મારા બે પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન છે એ લમસમ રોકાણનો છે એટલે કે અત્યારે મારી પાસે 25 લાખ રૂપિયા છે તો એ મારે રોકાણ કરવું છે પણ હાલના માર્કેટ ઘણા ઊપર છે તો એ કેવી રીતે રોકાણ કરૂ. અને બીજો મારો પ્રશ્ન છે એ કે 80000 રૂપિયા મારે દર મહીને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું છે તો કેવી રીતે મારે રોકાણ કરવું જોઈએ?

જવાબ: જીજ્ઞેશભાઈને સલાહ છે કે 25 લાખનું લમસમ રોકાણ ઈક્વિટીમાં કરી શકાય. તમારા પોર્ટફોલિયોમાં 25 લાખ ક્યા છે તે આધારે નિર્ણય લેવો. જો તમારા દરેક ધ્યેય પ્રમાણે રોકાણ થયેલું હોય તો આ રકમને રોકી શકાય.