બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ટ્રમ્પના વિજયની ભારત પર અસર

ટ્રમ્પના વિજયથી આપણા જીવનને સાધો કોઇ ફેર નહિં પડી શકે. લોકો માત્ર ધીરણાના આધારે નિર્ણય લેતા હોય છે જેનાથી ઘણો ફેરફાર થતો હોય છે.
ના રોજ પ્રકાશિત Tue, 15, 2016 પર 17:44  |  સ્ત્રોત : CNBC-Bajar

જીવનમાં દરેક વસ્તુ જો યોગ્ય આયોજનથી કરીએ તો જીવન જીવવમાં સરળતા રહે, અને દરેક આયોજનમાં નાણાંનું આયોજન જો યોગ્ય રીતે થાય તો લગભગ મોટાભાગની સમસ્યાનું ત્યાં નિવારણ આવી શકે. મની મેનેજરમાં આજે યુએસમાં ટ્રમ્પના વિજયથી બદલાવ, શું થાય શકે ભારતીય બજારમાં અસર, કેવી રીતે કરશો તમારા નાણાંનું આયોજન. હાલમાં જ વિશ્વમાં ટોચના દેશ અમેરિકાની ચૂંટણીના પરિણામ આવ્યા.


લોકોની અપેક્ષાથી અને વોટિંગ પોલની ધારણાથી તદ્દન વિરૂદ્ધ, ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાએ તેમના નવા પ્રેસિડેન્ટ તરીકે પસંદ કર્યા. અને આ મુદ્દાથી સમગ્ર વિશ્વમાં ખડભડાટ વ્યાપી ઉઠ્યો છે. મોટાભાગના દેશની ઈકોનોમીને આ પરિણામથી અસર થઈ રહી છે, ત્યારે ભારતના અર્થતંત્રમાં આ અસર કેવી રીતે દેખાઈ રહી છે, અને તમારા નાણાંને આ મુદ્દો કેટલો અસર કરી શકે છે તે જણાવવા આપણી સાથે જોડાઈ રહ્યાં છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી.


કાર્તિક ઝવેરીનું કહેવુ છે કે ટ્રમ્પના વિજયથી આપણા જીવનને સાધો કોઇ ફેર નહિં પડી શકે. લોકો માત્ર ધીરણાના આધારે નિર્ણય લેતા હોય છે જેનાથી ઘણો ફેરફાર થતો હોય છે. વૈશ્વિક બજારના બદલાવના 10% અસર માત્ર થઇ શકે છે. આગળ જતાં પોલિસી જોવાની રહેશે. વિવિધ દેશમાં થતી નાની મોટી ઇવેન્ટની અસર અવગ-અલગ દેશમાં થઇ શકે છે.


કાર્તિક ઝવેરીનું કહેવુ છે કે આઈટી કંપનીનો મોટો રેવન્યુ દેશ માંથી પણ આવે છે. ભરતીય કંપનીના ક્લાયનટ અન્ય દેશમાં ફેરવાઇ શકે છે. તમારી નોકરી બચાવવા માટે ઘણા સવલો ઉપજી રહ્યાં છે. જે લોકો પહેલાથી ત્યાં રહે છે. તેમને રાતો રાત દેશ નિકાલ ન થઇ શકે. અવસ્તુથી સેક્ટોરિયલ ફેડમાં રોકાણ કરવાની તક છે. ફાર્મા સેક્ટરમાં પણ બદલાવ આવી શકે છે.


કાર્તિક ઝવેરીનું કહેવુ છે કે ચૂટણી સમયે કહેવાતી દરેક વાત પર ત્યારે જ પગલા ન પણ લેવામાં આવે છે. કોઇ વસ્તુને બંધ કરવા કે શરૂ કરવા મોટો સમય લાગેતો હોય છે. ભારત જેમ્સ એન્ડ જ્વેલરીનું મોટુ બજાર છે. ફાર્મા ભારતીય એક્સપોર્ટ ખુબ મોટુ છે. હાલ ફાર્મા ક્ષેત્રમાં ખરીદી કરવી સારી રહી શકે છે. યુએસમાં એક બેઝીક લિમિટ છે જેના નીચે તમે લોકોને પેમેન્ટ ન કરી શકે. જો ઓબામાકેર સ્કીમ બંધ થાય તો તેના ઓપ્શનમાં શું આવેશે તે નક્કી નથી.