બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: સમજો નવા ટેક્સ રીબેટનું ગણીત

ના રોજ પ્રકાશિત Wed, 06, 2019 પર 10:02  |  સ્ત્રોત : CNBC-Bajar

તમારા નાણાંકિય આયોજનમાં મદદ કરતો શો એટલે મની મૅનેજર, જેમા આપણે તમારા ખીસાને અસર કરનારા દરેક પાસાઓની ઉંડાણ પુર્વકની ચર્ચા કરતા હોઇએ છીએ. આજના એપિસોડમાં 1 ફેબ્રુઆરીએ બજેટ આવ્યુ. તેમા નાણામંત્રીએ રૂપિયા 5 લાખની વાર્ષિક આવક ધરાવતા લોકો માટે ટેક્સ રીબેટની જાહેરાત કરી.


આ જાહેરાતથી તમને કેટલો ફાયદો થવાનો છે એ અંગેની ચર્ચા આપણે કરવાનાં છીએ. અના પર જાણકારી લઇએ ફાયનાન્શિયલ એક્સપર્ટ અર્ણવ પંડ્યા. બજેટની રજુઆત બાદ મની મેનેજરને ઘણા દર્શકોના ઇમેલ મળ્યા છે જેઓ આ એક રીબેટની કન્ફ્યુશન છે તે આપણી પાસે સમજવા માંગે છે.


ઘણા દર્શકોનું એક જ સવાલ જે છે કે આ બજેટમાં રૂપિયા 2.5 લાખ વાળો ટેક્સ સ્લેબ રૂપિયા 5 લાખ સુધી લવાયો છે કે રૂપિયા 5 લાખ સુધીની વાર્ષિક આવક 80C, 80CCC, 80D જેવી કપાતો પછી ટેક્સ ફ્રી બનશે એવો છે?


ટેક્સ સ્લેબમાં આ બજેટમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. ટેક્સ સ્લેબ પહેલા મુજબ જ રાખવામાં આવ્યા છે. ટેક્સ સ્લેબ મુજબ રૂપિયા 2.5 લાખ સુધીની વાર્ષિક આવક પર ટેક્સ લાગતો નથી. રૂપિયા 5 લાખથી નીચેની ટેક્સેબલ ઇનકમ થતી હોય તો તમને રીબેટનો લાભ મળશે. તમારી ગ્રોસ આવક તમારે જાણી લેવી જરૂરી છે. બધી જ કપાત બાદ કર્યા બાદની આવક તમારી ટેક્સેબલ ઇનકમ ગણાય છે. ટેક્સ પેયરને 3 પ્રકારનાં લાભ થશે. તમારી ટેક્સેબલ ઇનકમમાં ડીડક્શનથી ઘટાડો થશે.


રૂપિયા 1.5 લાખ સુધીનું ડીડક્શન કલમ 80C મુજબ મળે છે. ટેક્સ ફ્રી ઇનકમ માટેનું પણ એક એક્સેમ્શન છે. અહી આ આવક ટેક્સેબલ આવક ગણાતી નથી. પીપીએફનું વ્યાજ ટેક્સ ફ્રી ઇનકમ છે. રીબેટ એ એવુ રીડક્શન છે કે જે ટેક્સેબલ ઇનકમમાં ઘટાડો કરે છે. રીબેટ એટલે ટેક્સ ઘટાડી શકાતો હોય છે. બજેટમાં રૂપિયા 5 લાખ સુધીની આવક માટે કલમ 87A હેઠળ રીબેટની જાહેરાત કરાઇ છે.


પહેલા દરેક હેડ મુજબ તમારી આવક ગણી લો. તમારી સામે તમારી ગ્રોસ ટોટલ ઇનકમ હશે. પગારદાર વર્ગ સ્ટાન્ડર્ડ ડીડક્શનનો લાભ લઇ શકે છે. આ એ રકમ છે જેને તમે ટેક્સબલ ઇનકમમાંથી ઘટાડી લો. હાઉસિંગ લોનનાં વ્યાજ પર કપાતનો લાભ લઇ શકો છો. આ દરેક કાપ બાદ તમારી ગ્રોસ ટોટલ ઇનકમ જાણી લો.


કલમ 80 મુજબનાં ડીડક્શન કરી લો. આ તમામ બાદ તમને તમારી ટેક્સેબલ ઇનકમ મળશે. આ આંકડો તમારા માટે મહત્વનો છે. અહી રૂપિયા 5 લાખનો માર્ક તમારા માટે મહત્વનો છે. તમે વધુમાં વધુ ડીડક્શનનો લાભ લઇ ટેક્સેબલ ઇનકમ ઘટાડી શકો છો. ટેક્સ, સરચાર્જ અને સેસ ટેક્સેબલ ઇનકમ ઉપરાંત ગણાશે.