બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: મ્યુચ્યુઅલ ફંડનાં રિટર્ન અંગે સમજ

ના રોજ પ્રકાશિત Thu, 14, 2017 પર 11:27  |  સ્ત્રોત : CNBC-Bajar

બચત, રોકાણ અને વળતર. આ ત્રણ શબ્દો સતત એકબીજાની પરસ્પર જોડાયેલા હોય છે. દરેક બચતને જો યોગ્ય રીતે રોકવામાં આવે તો તેનું વળતર અચૂકપણે સારુ જ આવે છે. ત્યારે આજે ફરી એક નવા ટોપિક સાથે તમને સારા વળતરની જાણકારી આપવા હું આપનું સ્વાગત કરુ છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે મ્યુચ્યુઅલ ફંડનાં રિટર્ન અંગે સમજ, મ્યુચ્યુઅલ ફંડનાં રિસ્ક વેડ્સ રિટર્નની જાણકારી અને સાથે જ લઇશું દર્શકોનાં સવાલ.

પાછલા 2-3 વર્ષથી રિટેલ ઇન્વેસ્ટર દ્વારા પોતાના નાણાંનું  મ્યુચ્યુઅલ ફંડનાં માધ્યમથી કેપિટલ માર્કેટમાં રોકણ થઇ રહ્યું છે જેથી માર્કેટને પણ સારો સપોર્ટ મળી રહ્યો છે. આ બાબતથી આપણે એ સમજી શકીએ છીએ કે લોકો હવે મ્યુચ્યુઅલ પંડમાં રોકાણનું મહત્વ અને લાભ સમજતા થયા છે અને પાછલા 3 વર્ષમાં વિવિધ મ્યુચ્યુઅલ ફંડે પોતાના રોકાણકારોને સરેરાશ 12 થી 14%નું રિટર્ન  પણ આપ્યું છે.


તો કઇ રીતે સમજી શકાય મ્યુચ્યુઅલ ફંડ દ્વારા મળતા વળતરને?  એ આજે આપણે સમજીશુ, ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સનાં સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર, કલ્પેશ આશર સાથે.

કલ્પેશ આશરનાં મતે નાણાંકિય સાક્ષરતાની સાથે મ્યુચ્યુઅલ ફંડની સાક્ષરતા પણ આવી રહ્યાં છે. મ્યુચ્યુઅલ ફંડની સરખામણી તેમના બેન્ચમાર્ક ઇન્ડેક્સ સાથે થતી હોય છે. ફંડની સરખામણી તેની કેટગરીનાં અન્ય ફંડ સાથે થવી જોઇએ. સરખા પ્રકારનાં ફંડની સરખામણી થવી જરૂરી છે. વ્યાજદરની સાયકલનું મૂલ્યાંકન લાંબા સમયગાળે કરવુ જરૂરી. ફંડની ફિલોસોફી જાણવી જરૂરી છે.

કલ્પેશ આશરનાં મુજબ મ્યુચ્યુઅલ ફંડ રોકાણનાં જોખમ જાણવા જરૂરી છે. વધુ વળતર આપતા ફંડનું જોખમ પણ વધુ હોય છે. ફંડના શાર્પ રેશિયો અને ટ્રેનર રેશિયો જાણવો જરૂરી. ફંડ કેટલા જોખમ પર કેટલુ વળતર આપે છે તે સમજવુ જરૂરી. ફંડનું પરફોરમન્સ ટીઆરઆઈ ઇન્ડેકશન સામે કરવાની પહેલ થઇ રહી છે. ટોટલ ઇન્ડેક્સ સાથે સરખામણી થવાથી રોકાણકાર માટે પારદર્શકતા આવશે.

સવાલ: પ્રદિપ વનવાણીએ પુછયુ છે કે તેમને તેમના દિકરાનાં ભણતર માટે `35-40 લાખ ભેગા કરવા છે,દિકરાની ઉંમર હાલ 12 વર્ષ છે. 5 વર્ષમાં આ રકમ ભેગી કરવી છે? કઇ રીતે રોકાણ કરી શકાય?

જવાબ: પ્રદિપને સલાહ છે કે બાળકનાં ભણતરના ભંડોળ ભેગુ કરવાની શરૂઆત વહેલી કરવી હિતાવહ. ધ્યેયના લક્ષ્યાંક નક્કી કરતી વખતે ફુગાવાનો દર ધ્યાને રાખવો. 7 વર્ષ માટે માસિક રૂપિયા 30 હજારની એસઆઈપી કરવી જરૂરી છે. બેલેન્સ ફંડ અને લાર્જ કેપમાં રોકાણ કરી શકાય છે. તમારા કેશ ફ્લોનાં આધારે રોકાણનો આંકડો નક્કી કરવો.

સવાલ: પ્રતિક પટેલનો અમદાવાદથી ઇમેલ દ્વારા..તેમણે લખ્યુ છે કે તેમને તેમના પિતાનાં નાણાંકિય આયોજન માટે સલાહ જોઇએ છે. આગળ વધુ માહિતી આપતા તેમણે જણાવ્યુ છે કે તેમના પિતા જુન 2017માં નિવૃત્ત થશે. તેમને લગભગ `30 લાખની રકમ મળશે.તો આ રકમનું રોકાણ કેવી રીતે કરવું? એવા કોઇ મ્યુચ્યુઅલ ફંડ ખરા જે નિયમિત માસિક આવક આપી શકે. અથવા બીજા કોઇ બચત અને નિયમિત માટેનાં વિકલ્પો મળી શકે ખરા?

જવાબ: પ્રતિકને સલાહ છે કે પિતાનું હેલ્થ કવર નિવૃત્તિ બાદ છે કે નહી તે જોવું. નિવૃત્ત વ્યક્તિ માટે હેલ્થ કવર હોવુ ખૂબ જરૂરી છે. રૂપિયા 5 થી 10 લાખ એફડી અથવા લિકવિડ ફંડમાં રાખવા. નિયમિત આવક માટે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય. સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમમાં રોકાણ કરી શકાય.