બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: મ્યુચ્યુઅલ ફંડનાં રિટર્ન અંગે સમજ

ના રોજ પ્રકાશિત Wed, 27, 2017 પર 16:14  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના એપિસોડમાં એવા જ મુદ્દા સાથે હું આપનું સ્વાગત કરુ છું. મની મેનેજરમાં આજે મ્યુચ્યુઅલ ફંડનાં રિટર્ન અંગે સમજ. કઇ રીતે જાણશો તમારા ફંડનાં રિટર્ન અને દર્શકોનાં સવાલ.

મની મેનેજર શો દ્વારા અમે તમને નાણાંકિય આયોજન અંગે દરરોજ નવી નવી માહિતી આપતા હોઇએ છીએ અને ઘણી વખત આપણે મ્યુચ્યુઅલ ફંડ રોકાણનું ઉત્તમ માધ્યમ કઇ રીતે બને છે તેની પણ ચર્ચા કરીએ છીએ..આજે આપણે જાણીશુ કે કઇ રીતે તમને તમારા મ્યુચ્યુઅલ ફંડ રીટર્ન આપે છે અને તમે તમારા ફંડનાં રિટર્નને કઇ રીતે સમજી શકશો. અને સમજ આપવા આપણી સાથે જોડાયા છે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યા.

અર્ણવ પંડ્યાનું કહેવુ છે કે તમારા રોકાણનાં વળતરને સારી રીતે જાણો. રોકાણનાં વળતરને સમજશોતો રોકાણ રાખવુ કે વેચવુએ નિર્ણય લઇ શકશો. વળતરને સમજવા માટે તેનો સમયગાળો ધ્યાને રાખવો જરૂરી. મ્યુચ્યુઅલ ફંડનાં રિટર્ન જાણવા વાર્ષિક કમ્પાઉન્ડેડ રિટર્ન જોવું. મ્યુચ્યુઅલ ફંડ રોકાણકાર રિટર્ન બેન્ચમાર્ક સાથે સરખાવી શકે છે.


મ્યુચ્યુઅલ ફંડનુ પર્ફોરમન્સ વર્ષો સુધીનુ જોવુ અને બેન્ચમાર્ક સાથે સરખામણી કરવી. લાર્જકેપનાં ફંડ માટે બેન્ચમાર્ક લાર્જકેપનો જોવો જોઇએ. બેન્ચમાર્ક બદલાવાનું કારણ જાણવુ જરૂરી છે. રોકાણકારે બેન્ચમાર્કને સમજવું ખૂબ જરૂરી છે. બેન્ચમાર્કની સરખામણીની બીજી રીત એબ્સોલ્યુટ રિટર્ન છે. એબ્સોલ્યુટ રિટર્ન પધ્ધતિ ડિવિડન્ડને પણ ગણતરીમાં લે છે.


રોકાણ કરતી વખતે બેન્ચમાર્ક જોઇ રોકાણનાં નિર્ણયો લેવા. બેન્ચમાર્કની સરખામણી એ રિટર્ન ગણતરીની એક રીત છે. બેન્ચમાર્ક રિટર્ન અને ડિવિડન્ડ=ટોટલ રિટર્ન. રિટર્નની પધ્ધતિ બદલાતા રોકાણકાર માટે પારદર્શકતા આવશે. અમૂક ફંડ હાલમાં રિટર્નની પધ્ધતિ બદલી રહ્યાં છે. રોકાણકારે અસેટ ઓછુ હોય તેવા નાના ફંડમાં રોકાણ કરતા ચેતવું.

સવાલ: મારો પ્રશ્ન એ છે કે મારે 5 વર્ષ માટે ડાયરવર્સિ પોર્ટફોલિયો બનાવો છે. તો તમે મને % માં જાણકારી આપી શકશો? મારા 4 મ્યુચ્યુઅલ ફંડ છે. તેમાં મે 7 લાખનું રોકાણ કરવુ છે આદિત્ય બિરલા સનલાઈફ મિડકેપ ફંડ, આઈડીએફસી સ્ટ્રલિંગ ઈક્વિટી ફંડ, એલએન્ડટી બિઝનેસ ફંડ અને મોતિલાલ ફોક્સમાં રોકાણ કરેલ છે તો મને જણાવશો કે યોગ્ય છે કે નહીં?

જવાબ: નિખિલભાઈને સલાહ છે કે ઇક્વિટીમાં રોકાણ વખતે ડાયવર્સિફાઇડ પોર્ટફોલિયો હોવો જરૂરી. એમએફમાં ડાયરવર્સિફિકેશન આપોઆપ થાય છે. પોર્ટફોલિયો વધતા અલગ અલગ પ્રકારનાં ફંડ લેતા જવા. રોકાણ કરેલા ફંડ યોગ્ય છે, રોકાણ ચાલુ રાખવું.

સવાલ: મેહુલએ જણાવ્યું છે કે મારી આવક રૂપિયા 31000 છે. મારા લગ્ન હજી બાકી છે અને મારા પરિવારમાં 5 સભ્યો છે. હાલમાં કોઇ ફિક્સ લાયાબિલિટી પણ નથી તો મારે મારુ ફાયનાન્સ પ્લાન કઇ રીતે કરવું જોઇએ?

જવાબ: મેહુલભાઈને સલાહ છે કે નાણાંકિય આયોજનનું પહેલુ પગથિયુ ઇમરજન્સી ફંડ છે. 6 મહિનાની આવક જેટલી રકમ ઇમરજન્સી ફંડ તરીકે રાખવી. ડિપેન્ડન્ટ હોયતો લાઇફ ઇન્શયોરન્સ લેવો. હેલ્થ ઇન્શયોરન્સ દરેક માટે જરૂરી છે.