બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: દર્શકોની નાણાંકિય સમસ્યાનું નિવારણ

ના રોજ પ્રકાશિત Tue, 19, 2017 પર 17:05  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મૅનેજર શોમાં હુ આપ સૌનું સ્વાગત કરૂ છુ. નાણાંકિય આયોજનન અંગે જાગૃતતા એજ મની મૅનેજર શોનો હેતુ છે. અને જ્યારે તમારા ઘણા બધા સવાલ અમને મળે છે ત્યારે ખરેખર અમારો આ હેતુ સાર્થક થતો લાગે છે. તો આજનાં શોમાં આપણે દર્શકોની સમસ્યાનું સમાધાન મેળવીશુ. અને આજે આપણી સાથે જોડાયા છે યોર્સ ફાયનાન્શિયલિ બુકનાં લેખક અને ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સનાં ફાયનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર.

સવાલ: અત્યારે 15000 નું રોકાણ કરૂ છે એસઆઈપીના થકી. તેમાં 3 હજાર રૂપિયા મારા પત્ની નામે રોકુ છુ અને 12 હજાર મારા નામે રોકુ છુ. મારા બધુ રોકાણ અલગ અલગ ફંડમાં છે. રિલાયન્સ ગ્રોથ, સુંદરમ સિલેક્ટ, એચડીએફસી ટેક્સ સેવર એવા બધા ફંડમાં રોકાણ કરૂ છુ. તો આ રોકાણ યોગ્ય છે કે નહી?

જવાબ: મનીષકુમારને સલાહ છે કે તમે રૂપિયા 15 હજારની એસઆઈપી માટે વધુ પડતા ફંડ લીધા છે. 3 થી 4 ફંડમાં રોકાણ કરવું હિતાવહ છે, વધુ ફંડ ન લેવા જોઇએ. એક ટેક્સ સેવર ફંડમાં રોકાણ કરી શકો. 2 મિડિયમ કે સ્મોલ કેપ ફંડમાં રોકાણ કરી શકો. તમારો લાંબાગાળાનો લક્ષ્ય છે તે સારી બાબત છે. લાંબાગાળાનાં રોકાણ વખતે ફુગાવાનાં દરની ગણતરી કરવી જરૂરી. નિવૃત્તી માટેનું આયોજન વહેલુ શરૂ કરી દેવુ જોઇએ. એક લાર્જકેપ ફંડમાં રોકાણ કરી શકો.

સવાલ: મારી સેલરી 45 હજાર છે. હું પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરૂ છુ. મારુ રોકાણ દર મહિને 8-16 હજાર એસઆઈપીમાં કરૂ છે. મારી પાસે એલઆઈસી છે તેમાંથી મારે બહાર નીકળવુ જોઈએને ટર્મ પ્લાન લેવો કે નહી તે મને સમજાતુ નથી. તો એ મારે જાણવુ છે.

જવાબ: અંકિતભાઇને સલાહ છે કે નાણાકીય આયોજનનું પહેલુ કૅશ ફ્લોને ચકાસવાનો છે. ભવિષ્યની જવાબદારીઓ અંગે વિચારી રોકાણનો આંકડો નક્કી કરવો. રોકાણ અને સુરક્ષાનાં ધ્યેયને મીક્ષ ન કરવા જોઇએ. સુરક્ષા માટે ટર્મ પ્લાન લેવા વધુ હિતાવહ છે. શક્ય હોયતો અમુક પોલિસી પેઇડ અપ કરી દેવી. અંકિતભાઇએ ટર્મ પ્લાન લેવા જોઇએ. ટ્રેડિશનલ પોલિસી બંધ કરતા રોકાણ માટે વધુ રકમ મળશે. રોકાણ અને ઇન્શ્યોરન્સને અલગ રાખવા જોઇએ. અંકિતભાઇનાં મ્યુચ્યુઅલ ફંડનાં રોકાણ સારા છે, તેઓ આવકના30% રકમ રોકાણ કરે છે.

સવાલ: મારી આવક છે તેમાથી મારા ખર્ચા 50 ટકા જેવા છે. મારી લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી પુરતી છે? હું રૂપિયા 1 કરોડનો ઇન્શ્યોરન્સ કરવા ઇચ્છુ છુ પરંતુ તે માટે પ્રિમિયમ રૂપિયા 18,000 વધે છે. જે મને વધુ લાગી રહ્યું છે. અને હુ 10 થી 20 વર્ષ માટે રૂપિયા 10,000ની એસઆઈપી કરવા માંગુ છુ જેને માટે મને માર્ગદર્શન આપશો.

જવાબ: જગદિશભાઇને સલાહ છે કે 30%થી વધુ ઈએમઆઈ ન હોવા જોઇએ, હવે લોન લેવી નહી. તમારો ટર્મ પ્લાન યોગ્ય છે, બાકીની પોલિસી પેઇડ અપ કરી શકાય. રૂપિયા 10,000નું રોકાણ એસઆઈપી દ્વારા શરૂ કરી શકાય. એસઆઈપી દ્વારા રોકાણથી તમે જરૂર પડે ફેરફાર પણ કરી શકો છો. ઇમરજન્સી ફંડ ભેગો કરવો ખૂબ જરૂરી છે. 6 મહિનાની આવક અથવા 3 મહિનાનાં ખર્ચ જેટલી રકમ ઇમરજન્સી ફંડ તરીકે રાખવી. ઇમરજન્સી ફંડ લિક્વિડ રહે એ રીતે રોકવું જોઇએ. રૂપિયા 3 થી 5 લાખનું હેલ્થ ઇન્શ્યોરન્સ હોવુ આવશ્યક છે. 30%થી વધુ ઈએમઆઈ ન હોવા જોઇએ, હવે લોન લેવી નહી.