બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: દર્શકોની નાણાકિય સમસ્યાનું નિવારણ

ના રોજ પ્રકાશિત Thu, 07, 2019 પર 13:34  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે આજના મની મેનેજરમાં જાણીશું. દર્શકોનાં ઘણા બધા સવાલ અમને મળી રહ્યાં છે માટે આજે આપણે સમગ્ર એપિસોડમાં વધુમાં વધુ દર્શકોનાં સવાલ સમાવવાનો પ્રયાસ કરીશું અને તમારા સવાલનો જવાબ આપવા આપણી સાથે જોડાયા છે ફુલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ & એડવાઇઝર્સનાં સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર અને યોર્સ ફાઇનાન્શ્યલી બુકનાં લેખક કલ્પેશ આશર.


સવાલ-


મારી દિકરીનાં ભણતર માટે ભંડોળ ભેગુ કરવું છે, નિવૃત્તી માટે રૂપિયા 1 કરોડ ભેગા કરવા છે અને 1-2 વર્ષમાં રૂપિયા 1.5 થી 2 લાખ ઘર રિનોવેટ કરવા જોઇએ છે. આવક રૂપિયા 1 લાખ, ખર્ચ રૂપિયા 40000 હોમ લોન ઈએમઆઈ 30000, રૂપિયા 5-10 લાખ ફેમલિ ફ્લોટર, રૂપિયા 1 કરોડનો લાઇફ ઇન્શ્યોર કર્યું છે?


જવાબ-


તમે તમારૂ નાણાંકિય આયોજન સારી રીતે કર્યું છે. તમારે વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ લેવુ જોઇએ. પેરેન્ટસ માટે અલગ રકમ હેલ્થને લગતા ખર્ચ માટે રાખી શકાય છે. તમારે ઇમરજન્સી ફંડ વઘારી રૂપિયા 2 લાખ કરવું જોઇએ. બાળકના હાઇર એજ્યુકેશન અંગે બાળક સાથે યોગ્ય સમયે વાતચિત કરવી જરૂરી છે. દિકરી માટે તમે ઇક્વિટી એમએફમાં રોકાણ કરી શકો છો. દિકરી માટેના ભંડોળની ગણતરીમાં ઇન્ફ્લેશન પણ ગણતરીમાં લેવુ જોઇએ.


રૂપિયા 10000ની એશઆઈપી 10 વર્ષ સુધી કરો તો રૂપિયા 1 કરોડ ભંડોળ ભેગી કરી શક્શો. ચાઇલ્ડ ઇન્શ્યોરન્સ નામથી આકર્ષાવું નહી. સિનિયર સિટિઝન માટેના હેલ્થઇન્શ્યોરન્સનું પ્રિમિયમ વધુ આવે છે. સિનિયર સિટિઝનનું હેલ્થ હેલ્થઇન્શ્યોરન્સ અલગ રાખવું હિતાવહ છે. તમારા માટેનો હેલ્થ હેલ્થઇન્શ્યોરન્સ અલગ લો.