બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજરઃ દર્શકોની સમસ્યાનું નિવારણ

ના રોજ પ્રકાશિત Wed, 27, 2016 પર 17:38  |  સ્ત્રોત : CNBC-Bajar

માત્ર આવક અને જાવકનો હિસાબ - કિતાબ રાખવો એટલે આર્થિક આયોજન થઇ ગયુ એવું નથી. પર્સનલ ફાઇનાન્સ કે વ્યક્તિગત નાણાંકિય આયોજન આ શબ્દની વ્યાખ્યા ઘણી વિશાળ છે. જેમાં બચત, રોકાણ ,વળતર જેવી અનેક બાબતો ઉપરાંત આપની અને આપના નાણાંની સુરક્ષાની વાતોનો પણ સમાવેશ થાય છે.

અને આજના એપિસોડમાં આપણે તમારા વિવિધ પ્પ્રશ્નોનું નિવારણ લાવવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે આજે દર્શકોની સમસ્યાનું નિવારણ લાવવા જોડાઈ રહ્યાં છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

સવાલ: મુંબઈથી એક દર્શક મિત્રએ તેમની ઓળખાણ ન આપતા સવાલ પુછ્યો છે. તેમનો સવાલ ખુબ રસપ્રદ છે. તેઓ પુછે છે, ભારત દેશમાં મુસ્લીમો માટે શું રોકાણના ઓપ્શન છે, જે લોકો ઈન્ટરેસ્ટ મેળવવા કે ચુકવવામાં નથી માનતા. ઉપરાંત કેવી રીતે જાણી શકાય કે કંઈ કંપની ઈક્વિટીના રોકાણ માટે કાયદેસર છે? તો આ દરેક પ્રશ્નોનું ઈસ્લામમાં અનુમતી હોય તેવી રીતે માર્ગદર્શન આપો.

જવાબ: દર્શકમિત્રને સલાહ ટાટા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય. ટાટા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય.

સવાલ: અજયસિંહની ઉંમર 21 વર્ષ છે. મારી સેલરી 7000 છે. હું એચડીએફસી બ્લુ ચીપમાં રોકાણ એસઆઈપીમાં 1000 દ્વારા કરુ છું. મારે 30-40 વર્ષ માટે રોકાણ કરવું છે. મારે ઘર માટે નાણું એકઠું કરવું છે.

જવાબ: અજયસિંહને સલાહ છે કે રૂપિયા 30 થી 40 લાખનો ટાર્ગેટ હોય તો માસિક રૂપિયા 3000 કે 4000 નું રોકાણ કરવું. તમારે તમારા રોકાણની રકમમાં વધારો કરવો જોઈએ.

સવાલ: એક્સિસ લિક્વિડફંડમાં 60000 રૂપિયાનું રોકાણ કર્યું છે. તેમાંથી દર 5000 નું દર મહિને એફપીસી કરું છુ. તો આ રોકાણ બરાબર કરેલ છે?

જવાબ: પ્રજ્ઞેશભાઈને સલાહ તમારૂ રોકાણ યોગ્ય છે. મિડકેપ ફંડ કે લાર્જકેપ ફંડમાં રોકાણ કરી શકાય. ડાઈવર્સિફાઈડ કે સેક્ટોરિયલ ફંડ પણ સારો ઓપ્શન છે.

સવાલ: મારી પાસે 400000 નું રોકાણ લમસમ ઈક્વિટીમાં કરેલું છે. હાલમાં 20000 ની એસઆઈપી ચાલુ છે. મારે બાળકોના ભણતર, લગ્ન અને રિટાર્યમેન્ટ માટે પ્લાનિંગ કરવું છે તો મને સલાહ આપો.

જવાબ: આશિષભાઈને સલાહ તમારા બન્ને ધ્યેય ખુબ મહત્વના છે જેમા પહેલા નિવૃતી અને પછી ભણતર રાખો. તમે બધી ગણતરી ધ્યાનમાં રાખતા રૂપિયા 15 થી 20 હજારની એસઆઈપી કરી શકો. તમારી જીવન શૈલીની ગણતરી કરતા તમારે રૂપિયા 4 કરોડ જેટલી રકમ મેળવી શકો છો.