બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજરઃ દર્શકોની સમસ્યાનું નિવારણ

ના રોજ પ્રકાશિત Tue, 31, 2016 પર 17:40  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાંની બચત અને ખર્ચ એ દરેક વ્યક્તિ માટે રોજીંદી બાબત છે. દરરોજ આપણે ખર્ચ પણ કરીએ છીએ અને બચત માટે આપણે સભાન પણ છીએ, છતાં ઘણી વખત એવુ બનતુ હોય છે કે જીવનનાં કોઇ પડાવ પર આપણને એવુ લોગે છે કે આયોજનમાં ક્યાંક ચૂકી ગયા.


પંરતુ આપની સાથે આવું ક્યારેય ન બને અને સતત તમે સજાગ રહો તમારા નાણાંકિય આયોજનમાં તેના માટે જ અમે હાજર છીએ સીએનબીસી-બજારના આ મની મેનેજર શૉ માં. આજે તમારી સમસ્યાનું નિવારણ લાવવા આપણી સાથે જોડાઈ રહ્યાં છે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અને યોગિક વેલ્થના લેખક ગૌરવ મશરૂવાલા.

સવાલ: મારે 5 વર્ષ માટે 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું છે. એફડી, મ્યુચ્યઅલ ફંડ તો શેમાં વધારે વળતર મળી શકે?

જવાબ: રમેશભાઈને સલાહ છે કે 5 વર્ષ માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું. આ સ્કીમમાં 2 ભાગમાં રોકાણ કરવું. ગોલ્ડફંડમાં રોકાણ કરવું હિતાવહ છે. ડેટનું રોકાણ ધીરે-ધીરે સોનામાં રોકી શકાય.

સવાલ: નીલ પરીખ આણંદથી લખે છે, હું સીએ છું, મારી ઉંમર 23 વર્ષ છે, મારે માસિક રૂપિયા 10,000નું રોકાણ કરવું છે મ્યુચ્યુઅલ ફંડમાં. તો મને સારા મ્યુચ્યુઅલ ફંડ જણાવો જેમા હું રોકાણ કરી શકું. મારે લાંબા ગાળા એટલે કે 10 વર્ષ માટે રોકાણ કરવું છે.

જવાબ: નીલભાઈને સલાહ છે કે 10 વર્ષ માટે ઈક્વિટી ફંડમાં રોકાણ કરી શકાય. 1000 કે 1500 ઈન્ટરનેશનલ ઈક્વિટી ફંડમાં પણ રોકાણ કરી શકાય. શક્ય હોય તો આ રકમમાં દર વર્ષે 10%નો વધારો કરવો જોઈએ.

સવાલ: હર્ષ કોઠારી વડોદરાથી લખે છે, મે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું હતું 6 વર્ષ પહેલા. મારૂ માસિક રોકાણ રૂપિયા 4000થી શરૂ કર્યું હતું અને હાલ રૂપિયા 9000નું રોકાણ કરૂ છું, પણ આશરે 6 વર્ષના સમયગાળો થયો હોવા છતાં કોઈ ફાયદો થયો નથી તો શું હજુ રાહ જોવી કે બીજા સ્થાને રોકાણ કરવું જોઈએ?

જવાબ: હર્ષભાઈને સલાહ છે કે જો ઈક્વિટી ફંડમાં એસઆઈપી કરી હોય અને સાઝ્ર વળતર ન મળ્યું હોય તો ફંડ ફેરવી શકાય.

સવાલ: હું ટેક્સ સેવિંગ માટે પ્લાન કરી રહ્યો છું. તો તેમાં મૂંઝવણ છે તો મારે ઈએનએસએસ સારૂ રહેશે કે બીજી એક પોલિસી લીધેલી છે આઈસીઆઈસીઆઈ તેમાં 5 વર્ષ પ્રિમયમ ભરૂ કે 10 વર્ષે તેમાં રિટર્ન મળશે. તો શેમાં રોકાણ રાખવું જોઈએ.

જવાબ: રવિન્દ્રભાઈને સલાહ રોકાણના સમયે નાણાંકિય ધ્યેયને ધ્યાનમાં રાખવું. સામાન્ય રીતે રોકાણની દ્રષ્ટીએ ઈન્શ્યોરન્સ ન લેવું જોઈએ. તમારા સીએ ને પુછવું કે હાલની પોલિસી જો બંધ કરીએ તો નુકશાન કર્તા છે?

સવાલ: રવિ પટેલ ઈમેઈલ કરે છે, મારી માસિક રૂપિયા 30,000 બચત છે, તો આ રકમ માટે ક્યું રોકાણ શ્રેષ્ઠ બની શકે કે હું સારૂ વળતર મેળવી શકું.

જવાબ: રવિભાઈને સલાહ છે કે સારૂ વળતર સમયને આધીન રહે છે.

સવાલ: મારો દિકરો ડૉકટર છે અને તે યુએસ છે અને તે લાંબા સમય માટે ત્યાં નોકરી કરવાનો છે. તેનું સેવિંગ એકાઉન્ટ અહિં મારી સાથે જોઈન્ટમાં છે પણ હવે તેનુ ખાતું બદલવું પડશે. તો મારે એનઆરઓ રાખવું કે એનઆરઈ રાખવું તેના મારે ફાયદા-ગેરફાયદા સમજવા છે.

જવાબ: હસમુખભાઈને સલાહ છે કે તમારે હાલના સેવિંગ એકાઉન્ટને કનવર્ટ કરવાનું રહેશે. એકાઉન્ટને કનવર્ટ કરી એનઆરઓ એકાઉન્ટ ખોલવાનું રહેશે. એનઆરઓ એકાઉન્ટના નાણાં ભારતની બહાર ન લઈ જઈ શકાય. વિદેશથી જો તે નાણાં મોકલે તો એનઆરઈ એકાઉન્ટ ખોલાવાનું રહેશે. એનઆરઈ એકાઉન્ટના નાણાં તે ભારત તેમજ વિદેશમાં વાપરી શકાશે.

સવાલ: આકાશ રાજપુતનો ઈમેઈલ આવ્યો છે, તેઓ લખે છે મારી ઉંમર 23 છે, એક સરકારી સેક્ટરમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કઝ્ર છું, અને મારી માસિક આવક રૂપિયા 10,000 છે. જેમાંથી હું માસિક રૂપિયા 2000 બચાવી શકું છું. જેનું હું રોકાણ કરવાનું વિચારૂ છું. મારા ટાર્ગેટ પ્રમાણે મારે આવતા 10 વર્ષમાં મારે રૂપિયા 20 લાખ એકઠા કરવા છે, તો આ ધ્યેયના આધારે હું ક્યા રોકાણ કરી શકું?

જવાબ: આકાશભાઈને સલાહ છે કે આવકની 20% બચત સારી કહેવાય. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય. જો વધારે આવડત હોય તો આ વર્ષે ઈન્ડેક્સ ફંડ કરી આગલા વર્ષે. સેટેલાઈટ ફંડમાં રોકાણ કરી શકાય.