બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: દર્શકોની સમસ્યાનું નિવારણ

ના રોજ પ્રકાશિત Thu, 30, 2017 પર 07:50  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ પણે કરાવતું આયોજન. આજના એપિસોડમાં આપણે વાત કરીશું દર્શકો સાથે સીધા તેમના નાણાંકિય આયોજનના પ્રશ્નને સારી રીતે સમજવા માટે. અને તેમને સચોટ જવાબ આપવા માટે. અને આજે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફૂલસર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સના કલ્પેશ આશર.

સવાલ: મારે 80c માં 1.50 લાખનું રોકાણ કર્યું છે. અને હાલમાં 1 મહીનાથી મે મ્યુચ્યઅલ ફંડમાં રોકાણ કર્યું છે. એસબીઆઈના લાર્જકેપ ફંડ છે અને મિડકેપમાં એસબીઆઈ અને એચડીએફસી છે. એલઆઈસીની 2 ટ્રે઼ડિશનલ પોલીસી છે મારી પાસે એનું પ્રિમિયમ વર્ષે 4 હજાર રૂપિયા ભરુ છુ. એસબીઆઈની ટ્રેડિશનલ પૉલિસી છે મારી પાસે જેનું વર્ષે હું 30 હજાર રૂપિયા પ્રિમિયમ ભરૂ છું. 1 શોર્ટ ટમની છે 7 વર્ષની જ્યારે એલઆઈસીની પોલિસી છે 25 વર્ષની. હવે મને મ્યુચ્યુઅલ ફંડ બાજુ વધારે ઈન્ટ્રેસ્ટ છે અને મ્યુચ્યઅલ ફંડમાં વધારે ઈન્ટ્રેસ્ટ હોય અને લાર્જ કેપ ફંડમાં રોકાણ કરવું હોય તો આ પોલિસીને મારે ડિડક્ટ કરવી જોઈએ કે પછી તેને સરેન્ડર કરવી જોઈએ?

જવાબ: જીજ્ઞેશભાઈને સલાહ છે કે 50 લાખનો ટર્મ પ્લાન લેવો જોઈએ. તમારી દરેક પોલિસીને જો 3 વર્ષ થઈ ગયા હોય તો તેને સરંડર કરી શકાય. ઈન્શ્યોરન્સનો ઓપ્શન તમારા ટર્મ પ્લાન થકી થઈ શકે છે. ટ્રેડિશનલ પોલિસી પેઈડઅપ અથવા સરંડર કરી શકાય. હેલ્થ ઈન્શ્યોરન્સ વ્યક્તિગત રીતે પણ લેવું જોઈએ. રૂપિયા 5 થી 10 લાખનું ફેમિલી ફ્લોટર કવર લેવું જોઈએ. તમારી આવકમાંથી તમારુ રોકાણ ફિક્સ કરવું જોઈએ. તમારા રોકાણમાં SIPનો સમાવેશ કરવો જોઈએ. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડના રોકાણથી લાંબાગાળે ફાયદો થાય.

સવાલ: છેલ્લા 2 વર્ષથી હું બિરલા એનએમસી ફંડમાં 3 હજાર રૂપિયા, સુંદરમ સિલેક્ટ મિડકેપ ફંડમાં 4 હજાર રૂપિયા, એક્સિસ લોન્ગ ટર્મ ઈક્વિટી ફંડમાં 5 હજાર રૂપિયા, રિલાયન્સ ઈક્વિટી ફંડમાં 2 હજાર રૂપિયા, એચએસસી વેલ્યુ ડિશક્શનમાં 2 હજાર રૂપિયા, એચડીએફસી યંગ યુલીપ્લાન્ટ 3 હજાર વર્ષનો પ્લાન છે. અને મારો ગોલ છે 35 લાખનો ચાઇલ્ડ માટેનો 18 વર્ષ સુધીમાં ભેગા કરવાનો.

જવાબ: નિરવભાઈને સલાહ છે કે તમારુ ટર્મપ્લાન અને હેલ્થ ઈન્શ્યોરન્સ હાલ યોગ્ય છે. તમારા પોર્ટફોલિયોમાં બેલેન્સ્ડ ફંડ પણ હોવા જોઈએ. તમારા મોટાભાગના ફંડ એગ્રેસિવ ફંડ છે. હાલના ફંડમાંથી એક ફંડ દૂર કરી લોન્ગટર્મ માટે રોકાણ કરવું. તમારા બાળક માટે હાલ ઈન્શ્યોરન્સની જરૂરત નથી. તમારા ધ્યેયમાં મોંઘવારી દરનો સમાવેશ કરવો જોઈએ. તમારી એસઆઈપી માંથી 8,000ની રકમ બાળક માટે રોકી શકાય. તમારી એસઆઈપી 30 વર્ષ સુધી રોકતા આશરે 2 કરોડથી વધારે રકમ મળે.

સવાલ: સચિનભાઈ પટેલનો પ્રશ્ન છે. તેમણે તેમનો પોર્ટફોલિયો આપણા સાથે share કર્યો છે. અને તેના આધારે તેમને મ્યુચ્યુઅલ ફંડ અને એલઆઈસી પોલિસીની જાણકારી જોઈએ છે. તેમની વાર્ષિક આવક 10 લાખ છે. એચડીએફસી ગ્રોથ ફંડ - રેગ્યુલર પ્લાન ગ્રોથ, એચડીએફસી મિડ કેપ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ - ડાઈરેક્ટ પ્લાન ગ્રોથ ઓપ્શન, એચડીએફસી મિડ કેપ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ - રેગ્યુલર પ્લાન ગ્રોથ, એચડીએફસી ટોપ 200 ફંડ - રેગ્યુલર પ્લાન ગ્રોથ, ICICI પ્રુડેન્શિયલ વેલ્યુ ડિસ્કવરી ફંડ ગ્રોથ, SBI મેગ્નમ ગ્લોબલ ફંડ રેગ્યુલર પ્લાન ગ્રોથ આ દરેક ફંડમાં તેઓ માસિક 2000 રોકે છે.

સચિન ભાઈની LIC પોલિસી - જીવન આનંદ - રૂપિયા 55000 વાર્ષિક પ્રિમીયમ, SBI લાઈફ મની બેક ઓપ્શન money back option જે બાળકો માટે છે - રૂપિયા 6500 વાર્ષિક પ્રિમીયમ, એલઆઈસી જીવન તરંગ - 25000 વાર્ષિક પ્રિમીયમ છે.

જવાબ: સચિનભાઈને સલાહ છે કે 1 કરોડ જેટલું ટર્મ પ્લાન લેવું જોઈએ. જો તમારી પોલિસીને 3 વર્ષ થયા હોય તો સરંડર કરી શકાય. તમારા રોકાણમાં 3-4 ફંડમાં ફોકસ કરી રોકાણ કરવું. એચડીએફસી યંગ સ્ટાર 200 ફંડમાં રોકાણ વધારી શકાય. ઈએલએસએસ ફંડમાં રોકાણ કરી શકાય જે ટેક્સમાં ઉપુયોગી થશે. એસઆઈપી માટે ધ્યેય નક્કી કરવા જરૂરી છે. ધ્યેય આધારે રોકાણ કરવાથી ફાયદો થાય.