બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: નિવૃત્તી બાદ શું?

ના રોજ પ્રકાશિત Mon, 04, 2016 પર 18:07  |  સ્ત્રોત : CNBC-Bajar

જીવનમાં આયોજન ખુબ જરુરી પાસુ છે, પછી તે જીવનનું હોય કે નાણાંનું. યોગ્ય રીતે આયોજીત વસ્તુઓ જીવનમાં સરળતા આપે છે, તો વિચારો કે યોગ્ય આયોજન પામેલા નાણાં. તમને કેટલા ઉપયોગી નિવળી શકે તમારા ભવિષ્યમાં. આજે મની મેનેજરમાં આપણે વાત કરીશું નિવૃત્તી બાદ શું? કેવી રીતે નાણાંનું આયોજન કરશો. અને કંઈ વસ્તુની ખાસ તકેદારી રાખશો?

આપણે આખી જીંદગી નાણાં કમાઈએ અને એકઠા કરીએ એમ વિચારીને કે. નિવૃત્તીના સમયે મને તે ઉપયોગી બને. આટલી તકેદારી રાખીએ પણ થોડી ભૂલ તો થઈ જ જતી  હોય છે, અને ભૂલ ન પણ થાય તો તે નાણાં ક્યારે અને  કેટલા વપરાઈ જાય છે તે ધ્યાનમાં નથી રહેતું, તો આજના મની મેનેજરમાં આપણે આવી સમસ્યા ન સર્જાય તેવા મુદ્દા પર ચર્ચા કરીશું કે નિવૃત્તી બાદનું આયોજન કેવી રીતે કરવું  અને તે નાણાંને તમે કેવી રીતે સંભાળીને વાપરી શકો છો. અને આ મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યાં છે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અને યોગિક વેલ્થ પુસ્તકના લેખક ગૌરવ મશરૂવાલા.

નાણાંકિય આયોજન કમાણી કરતાની સાથે જ થતું હોય છે. કમાણીની શરૂઆતના દિવસોમાં નાણાંનું યોગ્ય આયોજન થાય છે. નિવૃતી બાદની આવક ખુબ જ જરૂરી હોય છે. લમસમ નાણાંનું આયોજન કરવું પણ ખુબ જરૂરી છે. નિવૃતી બાદનું જીવન અલગ હોય છે જેનું આયોજન કરવું અનિવાર્ય છે. લિક્વીડીટી, રેગ્યુલર આવક અને નાણાંની વૃદ્ધી ફૂગાવાના દર સામે જાળવવું.


લમસમ નાણાંનું આયોજન કરવું પણ ખુબ જરૂરી છે. ઈમરજન્સી ફંડ આપણને 3 મહિના ઉપયોગી રહે તેટલું હોવું જોઈએ. લિક્વીડીટી કોઈપણ ઈમરજન્સી સામે ઉપયોગી રહે તેવું આયોજન. ઈમરજન્સી ફંડ આપણને 3 મહિના ઉપયોગી રહે તેટલું હોવું જોઈએ. નિવૃત્તી બાદનું જીવન અલગ હોય છે જેનું આયોજન કરવું અનિવાર્ય છે. ખર્ચાના 2 પ્રકાર છે -1) ફરજીયાત અને 2) મરજીયાત. ફરજીયાત ખર્ચામાં પણ નિશ્ચિત અને અનિશ્ચિત ખર્ચાઓ હોય છે. માસિક આવક માટે ઘણી સ્કીમ છે જેમાં નાણાં રોકી શકો છો.