બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: બજેટથી આવી શકે કેવા ફેરફાર

ના રોજ પ્રકાશિત Wed, 31, 2018 પર 18:27  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજરનાં આ પ્રિબેજટ સ્પેશલ એપિસોડમાં સ્વાગત છે. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું. આ બજેટમાં શું હોય શકે ખાસ?, બજેટ પાસેથી અપેક્ષાઓ, કઇ રીતે થશે આપણા બજેટ પર અસર.


યુનિયન બજેટ આવવાને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યાં છે. ત્યારે બજેટ પાસેથી આશા અને અપેક્ષાની ચર્ચાઓ ચરમ સીમાએ છે. આજે આપણે પણ મની મેનેજરનાં આ સ્પેશલ એપિસોડમાં વાત કરીશું કે આવનારૂ બજેટ દ્વારા કેવા ફેરફાર થવા જોઇએ અને તેની અસર કેવી રહેશે તો આ ચર્ચામાં આજે આપણી સાથે જોડાયા છે, સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યા, સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અને યોગીક વેલ્થ પુસ્તકના લેખક ગૌરવ મશરૂવાલા, ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી અને ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર એન્ડ એડવાઈઝર્સના કલ્પેશ આશર.


ગૌરવ મશરૂવાલાનું કહેવુ છે કે નાણાંકિય ધ્યેય નક્કી કરવા જોઈએ. નાણાંકિય ધ્યેય જીવનાં ખુબ જરૂરી છે. આપણા ધ્યેયની યાદી બનાવવી જરુરી છે. ફાઈનાન્શિયલ ડેટ પર જવું જોઈએ. તમારા ફાઈનાન્સના દરેક પાસાની વિસ્તૃતમાં ચર્ચા કરવી છે. દરેક રોકાણની જાણકારી હોવી જરુરી છે. નિવૃત્તીનું પ્લાનિંગ કરવું જોઈએ. દર 3 વર્ષે નાણાંકિય આદતનું અવલોકન કરવું જોઈએ.


કાર્તિક ઝવેરીનું કહેવુ છે કે રિસ્ક મેનેજમેન્ટ કરવું ખુબ આવશ્યક છે. હેલ્થ ઈન્શ્યોરન્સ લેવું અનિવાર્ય છે. લાઈફ ઈન્શ્યોરન્સ પરિવાર માટે ખુબ ઉપયોગી છે. આપણી એસેટનું ઈન્શ્યોરન્સ પણ ખુબ જરુરી છે. દર વર્ષે ઈન્શ્યોરન્સને ચકાસતા રહેવા જોઈએ. જેમ જીવનમાં આગળ વધો તેમ ઈન્શ્યોરન્સ બદલાતુ રહે છે. તમારે તમારી વસીયત જલ્દી જ બનાવવી જોઈએ. વસીયત જલ્દી બનાવીએ તો સરળતા રહે છે. વસીયતને સમયાંતરે અપડેટ પણ કરવી જોઈએ. વસીયત બનાવી તેની કોપી રાખવી ખુબ જરુરી છે.


અર્ણવ પંડ્યાનું કહેવુ છે કે સેવિંગ પહેલા કરી ખર્ચા બાદમાં કરવા જોઈએ. લોકો ખર્ચાઓ પહેલા કરતા હોય છે અને આયોજન બાદમાં કરતા હોય છે તે યોગ્ય નથી. પહેલા તમારા રોકાણ યોગ્ય સેટ કરવા છે. બચતનું પ્લાનિંગ હંમેશા પહેલા કરવા જોઈએ. કોઈપણ વ્યક્તિએ પોતાના રોકાણમાં ઈક્વિટી તરફ ધ્યાન આપવું જોઈએ. હાલ ભારતમાં સ્થિતી બદલાઈ રહી છે. ઈક્વિટીમાં રોકાણ ચોઈઝ નહિં પણ ફરજીયાત માધ્યમ બની રહ્યું છે. ઈક્વિટીમાં રોકાણ કરવાથી ધ્યેય સરળતાથી મળી શકે છે. ભારતમાં ઈક્વિટીમાં રોકાણ માટે ઘણા ઓપ્શન છે. તમે તમારા રોકાણને જાતે પસંદ કરી રોકાણ કરી શકો છો. એનપીએસમાં પણ તમે તમારી ઈચ્છા મુજબનું રોકાણ કરી શકો છો.


કલ્પેશ આશરનું કહેવુ છે કે આપણે નાણાંકિય રીતે જાગૃત હોવા ખુબ જરુરી છે. આંતરિક જાગૃતતા રાખવી જોઈએ. આપણે આપણી આવકને સ્વીકારી ખર્ચાઓ કરવા જોઈએ. આંતરિક સાથે બાહ્ય જાગૃતતા રાખવી જરુરી છે. તમારે રોકાણની શરુઆત જલ્દી કરવી જોઈએ. જલ્દી રોકાણ કરતા વળતર વધારે સરળતાથી અને સારુ મળી શકે છે. મોડુ રોકાણ શરુ કરીએ તો જવાબદારીઓ સાથે ખોરવાઈ શકે છે. ઈક્વિટીમાં રોકાણ કરવાથી ધ્યેય સરળતાથી મેળવી શકાય છે.