બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ડેટનાં રોકાણકારે હવે શું કરવું?

ના રોજ પ્રકાશિત Tue, 25, 2019 પર 10:10  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું ડેટનાં રોકાણની ઘટતી વેલ્યુ, રોકાણકારે હવે શું કરવું? દર્શકોનાં સવાલ.


પાછલા થોડા સમયથી ડેટ ફંડનાં રોકાણકારો ચિંતામાં છે કારણ કે ડેટ માર્કેટમાં અમુક સમસ્યાને કારણે વળતર ઘટી રહ્યાં છે, અને હવે રોકાણકારની એ માન્યતા ભંગ થઇ છે કે ડેટનું રોકાણ એ જોખમ રહીત રોકાણ છે, પણ હવે રોકાણકારે શું કરવું? ડેટનાં રોકાણથી ખસી જવું કે બની રહેવું? આવા તમામ સવાલનાં જવાબ મેળવવાની કોશિષ કરીશું આજનાં મની મૅનેજરમાં. અને આના પરજાણકારી લઇશું ફાઇનાન્શિયલ એક્સપર્ટ અર્ણવ પંડ્યા પાસેથી.


ડેટ ફંડ એટલે જે ફંડ ડેટ સિક્યોરિટીમાં રોકાણ કરે છે. ડેટ ફંડની સિકેયોરિટીનો ભાવ દરરોજ બદલાતો હોય છે. ડેટ સિક્યોરિટીમાં અમુક સમયે વ્યાજ આપવાનો કે મેચ્યુરિટીનો સમય આવે છે. જો આ ચુકવણી કરવા કંપની અસક્ષમ હોય તો ડિફોલ્ટ થાય છે. ડિફોલ્ટનાં સંજોગોમાં માર્ક ડાઉન થતુ હોય છે. ક્રેડિટ રેટિંગ કંપનીની પૈસા પાછા આપવાની ક્ષમતા દર્શાવે છે.


કંપનીની સ્થિતી બગડતા ક્રેડિટ રેટિંગ એજન્સી રેટિંગ ઘટાડે છે. ડેટ ફંડનાં રોકાણકારો રોકાણની વેલ્યુ ઘટી જતા તણાવ અનુભવી રહ્યાં છે. માર્ક ડાઉનનો અર્થ છે વેલ્યુ ઘટી છે. વેલ્યુ ઘટતા નેટ અસેટ વેલ્યુ ઘટે છે. કંપની દ્વારા ડિફોલ્ટ થતા પણ આમ બને છે. જો આવા ફંડમાં વધુ એક્સપોઝર હોય તો જોખમ વધે છે.


આમ થતા રોકાણમાં ફેરફાર કરવાની જરૂર પડે છે. જો કોઇ સેક્ટરમાં વધુ એક્સપોઝર હોય તો પણ જોખમ વધે છે. એક જ ગ્રુપની કંપનીમાં વધુ એક્સપોઝર હોય તો પણ રિસ્ક વધે છે. પોર્ટફોલિયોમાંથી ડેટ ફંડને દુર કરવા યોગ્ય નથી. તમારે સારા ફંડ જોવા જોઇએ.


સવાલ-


તેમને તેમના માતા માટે જેમની ઉંમર 84 વર્ષ છે રૂપિયા 15 લાખનું રોકાણ કરવું છે, તેમણે માસિક રૂપિયા 10,000ની નિયમિત આવક જોઇએ છે, તો તેમણે કઇ ફિલ્ડ, કંપની કે સ્કીમમાં રોકાણ કરવું જોઇએ? હુ ટુંક સમયમાં નિવૃત્ત થઇશ મને રૂપિયા 30 લાખ મળશે. આ રકમનું મારે ક્યા રોકાણ કરવું જોઇએ જેથી નિયમિત આવક મેળવી શકાય?


જવાબ-


સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમમાં રોકાણ કરી શકો છો. એલઆઈસીની સિનિયર સિટિઝન સ્કીમમાં રોકાણ કરી શકો છો. ભારત સરકારનાં બોન્ડમાં રોકાણ કરી શકાય છે. સિનિયર સિટિઝન સ્કીમમાં 8 ટકા જેટલુ વળતર મળી શકશે.


સવાલ-


તેમની પાસે હાથ પર રોકડ રૂપિયા 5 લાખ છે, જેનુ તેઓ લાંબાગાળા માટે સેફ માર્કેટમાં રોકાણ કરવું છે આ સાથે જ તેમણે લખ્યુ છે કે એસઆઈપી, એમએફ કે ક્યા ,સેક્ટરથી રોકાણની શરૂઆત કરૂ? મારે ઘર લેવાની ઇચ્છા છે, મારા કોઇ રોકાણ નથી તેમજ મારી કોઇ લોન પણ નથી તો લોન પર ઘર ખરીદી રેન્ટને બદલે EMI ભરી પોતાનું ઘર ખરીદવાનો વિચાર યોગ્ય છે?


જવાબ-


ઇક્વિટી ફંડમાં રોકાણમાં જોખમ રહેલા હોય છે. ઈએમઆઈ ચપકાવ્યા પછી પણ તમારી પાસે રોકાણ કરવાનો સ્કોપ હોવો જોઇએ.