બજાર » સમાચાર » રોકાણ

મની મેનેજર: વોલેટાઇલ માર્કેટમાં શું કરશો?

ના રોજ પ્રકાશિત Tue, 21, 2019 પર 11:07  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના એપિસોડમાં એવા જ મુદ્દા સાથે આપનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું માર્કેટ વોલેટિલિટીની રોકાણકાર પર અસર, ગોલ બેઝ પ્લાનિંગનું મહત્વ, દર્શકોનાં સવાલ.


ચુંટણી, નવી સરકાર કે પછી ટ્રેડવોર આવા ઘણા બધા કારણો છે જે આપણા માર્કેટને વોલેટાઇલ કરી રહ્યાં છે, પરંતુ આવા માર્કેટમાં રોકાણકારે શું કરવું? રોકાણ ક્યા અને કઇ રીતે કરવું? શું ગોલ બેઝ પ્લાનિંગથી રોકાણકારને મદદ મળી શકશે? આ બધા જ સવાલોનાં જવાબ મેળવવાની કોશિષ કરશી આજના મની મૅનેજરમાં. આગળ જાણકારી લઇશું વેલ્થકેર ઇન્વેસ્ટમેન્ટનાં ફાઉન્ડર ભાવેશ દમનિયા પાસેથી.


માર્કેટ હંમેશા વોલેટાઇલ રહે છે, તેના કારણો બદલાતા રહે છે. માર્કેટ પર અસર કરતા પરિબળો જોઇએ તો ક્રુડ, મોન્સુન, કંપની રિઝલ્ટ, ડિફોલ્ટ, ફિસકલ ડેફિસિટ, ગ્લોબલ ન્યુઝ.


વોલેટાઇલ માર્કેટથી રોકાણકાર ડરી જાય છે. વોલેટાઇલ માર્કેટમાં રોકાણકારે રોકાણની તક શોધવી જોઇએ. માહિતીઓનો ઉપયોગ લાંબાગાળે લાભ મેળવવા માટે કરવો જોઇએ. જો માર્કેટ તુટતુ હોય તો રોકાણ વધારો. જો માર્કેટ ઉપર જતુ હોય તો પ્રોફિટ બુકિંગ કરી શકો છો. કોઇ પણ નિર્ણય પહેલા તમારા રોકાણકારની સલાહ લો.


ગોલ બેઝ પ્લાનિંગ-


તમારા ધ્યેયને મેળવવા માટે થતુ ફાઇનાન્શિયલ પ્લાનિંગ છે. ફાઇનાન્શિયલ ગોલનું પ્લાનિંગ કરવું ખૂબ જરૂરી છે. ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં કમિટમેન્ટ અને ડિસિપ્લિનનું મહત્વ છે. રોકાણકારે માત્ર તેમના ધ્યેય પર ધ્યાન આપવું જોઇએ. 5 વર્ષથી વધુ સમયનાં ધ્યેય માટે ઇક્વિટીમાં રોકાણ કરો છો. 5 વર્ષથી ઓછા સમય માટે હાઇબ્રિડ ઇક્વિટીમાં રોકાણ કરો છો.


3 વર્ષ સુધીનાં ગોલ માટે ડેટમાં રોકાણ કરો છો. યોગ્ય ટર્મ પ્લાન લેવો ખૂબ જ જરૂરી છે. જો તમે લોન લીધી હોય તો ટર્મ પ્લાન વધુ જરૂરી છે. પુરતો મેડિક્લેમ લેવો ખૂબ જ જરૂરી છે. વોલેટેલિટીથી ડરો નહી તેને મિત્ર સમજો છે. જો માર્કેટ તુટતુ હોય તો રોકાણ વધારો છો. જો માર્કેટ ઉપર જતુ હોય તો પ્રોફિટ બુકિંગ કરી શકો છો.


રોકાણકારે પોતાનાં પોર્ટફોલિયો રિવ્યુ કરતા રહેવું છે. તમારા ગોલ નજીક હોય ત્યારે પણ રિવ્યુ કરવું જરૂરી છે. ગોલ નજીક હોય ત્યારે ઇક્વિટીનુ રોકાણ લિક્વિડમાં પાર્ક કરી શકાય છે. લાંબા સમય સુધી માર્કેટ ડાઉન રહે તે રોકાણની સારી તક છે.


સવાલ-


25 વર્ષમાં રૂપિયા 65 થી 70 લાખ રૂપિયા ભેગા કરવાનાં હેતુથી મે મેગ્નમ મિડકેપ ફંડ-નિયમિત વૃદ્ધિમાં રૂપિયા 2000ની એસઆઈપી શરૂ કરી હતી. જેને 2 વર્ષ થયા છે. પરંતુ પાછલા 10-12 મહિનામાં તેની એનએવી ઘટી રહી છે. શું મારે આ રોકાણ અટકાવી દેવુ જોઇએ? અને મારા ધ્યેય માટે મારે ક્યા રોકાણ કરવું જોઇએ?


જવાબ-


તમે 17 ટકાનાં રિટર્નની આશા ન રાખો, એસઆઈપી વઘારી 4000ની કરો છો. તમારા 2 ફંડમાં રોકાણ કરવુ જોઇએ.


સવાલ-


તેમની ઉંમર 35 વર્ષ છે, તેમણે પુછયુ છે કે મારા રિટાયરમેન્ટ માટે મારે કેટલુ રોકાણ કરવું જોઇએ? આ ઉપરાંત તેમને બીજા પણ સવાલ છે પોર્ટફોલિયો કેવી રીતે મેનેજ કરવો અને ક્યા ક્યા ફંડ આપણી પાસે હોવા જોઇએ. પોર્ટફોલિયોમાં કેટલા ફંડ હોવા જોઇએ?


જવાબ-


તમે રૂપિયા 6 લાખનુ લમસમ રોકાણ કરી શકો છો. તમે 4 થી 5 ફંડમાં એસઆઈપી શરી કરી શકો છો.