બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: માર્કેટમાં ઉતાર ચઢાવમાં શું કરશો

ના રોજ પ્રકાશિત Tue, 16, 2018 પર 10:58  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે. આજના મની મેનેજરમાં જાણીશું માર્કટમાં ઉતાર ચઢાવમાં શું કરશો, રોકાણની રણનીતિ કઇ રીતે બનાવવી, આ સમય તૈયારીનો નહી કે અનુમાનનો.


હાલમાં માર્કેટમાં કે પછી ભારતીય અર્થતંત્રમાં ઘણુ બધુ બની રહ્યું છે, તમે માર્કેટની વોલેટાલિટી જુઓ, ક્રુડની વધતી કિંમત જુઓ, નબળો પડી રહેલો રૂપિયો જુઓ કે અમુક ફ્રોડ અને ઘટનાઓ. આવા બધુ જ એક સાથે સાંકળીએ તો પરિસ્થતીથી ગભરાય જવાય એ સ્વાભાવિક છે. પરંતુ આ સમયે આપણે આપણા આર્થિક આયોજનને કઇ દિશા આપવી, આ સમયે ક્યા પગલા લેવા જરૂરી છે તેની ઉંડાણ પુર્વકની સમજ આજે આપણે લેવાનાં છીએ અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અને યોગિક વેલ્થ બુકનાં લેખક ગૌરવ મશરૂવાલા.


આ સમય અનુમાનનો નથી પણ તૈયારી કરવાનો છે. હાલમાં તમારા દરેક રોકાણ પર ફરીથી નજર નાખો. બેન્ક એફડી, સોનુ, પીપીએફ કે સરકારી સ્કીમનાં રોકાણ પર કોઇ અસર નથી. ઇક્વિટી-ઇક્વિટી ફંડનું ભંડોળ પાછુ ક્યારે જોઇએ છે?. 7 થી 9 વર્ષ માટે કરાયેલા ઇક્વિટીનાં રોકાણ માટે ચિંતાની જરૂર નથી. ટુંકાગાળા માટેનાં ઇક્વિટી રોકાણકારે શું કરવું?. ટુંકા સમય માટે ઇકિવટીમાં રોકાણ હોય તો નુકસાન કેટલુ છે જુઓ.


મોટુ નુકસાન ન હોય તો રોકામાંથી બહાર આવી જાવ છે. રોકાણજો જોખમ જાણ્યા વગર થયુ હોય તો તેમાથી બહાર આવો છો. તમારી આવકને અસર થશે તે ચકાસો છે. જો તમારી આવક તમારા રોકાણ પર નિર્ભર છે તો પોર્ટફોલિયોમાં ફેરફાર કરવા જરૂરી છે. જરૂર હોયતો તમારા ઇમરજન્સી ફંડનો ઉપયોગ કરી શકાય છે. હેલ્થ ઇન્શયોરન્સ જોવા જોઇએ. પુરતો હેલ્થ ઇન્શોયોરન્સ આવા સમયે ખૂબ ઉપયોગી છે. તમારા પર લોનનું ભારણ છે?.


જો લોન હોય તો તેને પ્રિ-પે કરવાનાં પ્રયાસ કરો છો. આગામી 3 થી 5 મહિના માટે લોનનું ભારણ ઘટાડો છો. તમે જે વ્યાજભરો છો એનાથી ઓછુ વ્યાજ આપતા રોકાણ બંધ કરી શકો છો. તમારા દરેક રોકાણને ફરી તપાસો છો. માર્કેટની કે રૂપિયાનાં સ્તરની તેના પર અસર થઇ છે કે નહી. તહેવારો આવી રહ્યાં છે, અગાઉથી તૈયારી કરો છો. નુકસાન થયુ હોય તો ખર્ચ ઘટાડવાના પ્રયાસ કરો છો.