બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ઇન્શ્યોરન્સ ડોક્યુમેન્ટ ગુમ થાય તો શું

ના રોજ પ્રકાશિત Mon, 17, 2018 પર 17:41  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આજના મની મેનેજરમાં જાણીશું ઇન્શ્યોરન્સ ડોક્યુમેન્ટ ગુમ થાય તો શું?, કઇ રીતે કરશો તમારા નાણાં ક્લેમ?, દર્શકોનાં સવાલ.


તાજેતરમાંજ આપણે કેરાલામાં આવેલી પુરની હોનારતને જોઇ છે, હજારો લાખો લોકોએ પોતાનું ઘરબાર બધુ જ આ પુરમાં ઘુમાવી દીધુ છે. આ બધા લોકોનુ જીવન પાછુ સામાન્ય થાય એ માટે દેશભરનાં લોકો મદદ અને પ્રાર્થના બન્ને કરી રહ્યાં છે. પરંતુ દરેક હોનારત આપણને કઇ શીખવે છે.


મની મૅનેજરમાં અમે તમને ઘણી વખત ઇમરજન્સી ફંડ અને ઇન્શ્યોરન્સની વાત કરતા હોઇએ છીએ આવા વખતે કમનસીબે જો આપણે આપણી સંપત્તી અને કોઇ સ્વજનને ઘુમાવી દઇએ તો ઘણી જ વિકિટ પરિસ્થિતીમાં મુકાઇ જતા હોઇએ છીએ. પરંતુ આજે અમારા મનમાં એક બીજો સવાલ આવ્યો છે,


કે આવી કુદરતી હોનારત કે બીજા કોઇ પણ સંજોગોમાં જો આપણી પાસે ઇન્શ્યોરન્સ કે બીજા કોઇ રોકાણો હોય પરંતુ આપણે એ તમામ ડોક્યુમેન્ટ હોનારતમાં ગુમાવી દઇએ તો તે નાણાંને ક્લેમ કઇ રીતે કરવા? અને શું વિવિધ કંપનીઓ પાસે આવી ક્લેમ ન થઇ હોય એવી રકમ હોય છે? અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે પ્લાન ઇનવેસ્ટ ઇન્ડિયાનાં સીએફપી એન્ડ સીઈઓ, પિયુષ શેઠ.


નાણાકિય વર્ષ 2017-2018માં કંપનીઓ પાસે લગભગ રૂપિયા 31000 કરોડ અનક્લેઇમડ છે. ઇન્શ્યોરન્સ કંપની પાસે રૂપિયા 15000 કરોડ અનક્લેઇમડ છે. એલઆઈસી પાસે રૂપિયા 10000 કરોડ અનક્લેઇમડ છે. બેન્કની પાસે રૂપિયા 11000 કરોડ અનક્લેઇમડ છે. પબ્લિંક સેક્ટર પાસે રૂપિયા 9500 કરોડ અનક્લેઇમડ છે.


પોસ્ટ ઓફિસ પાસે રૂપિયા 1000 કરોડ અનક્લેઇમડ, જેમાથી 873 કરોડ ઇંદિરા વિકાસ પત્ર સ્કીમમાં છે. પ્રાઇવેટ કંપની પાસે રૂપિયા 1700 કરોડની ડિપોઝીટ અને ડિવિડન્ડ અનક્લેઇમડ છે. એમએફ પાસે રૂપિયા 800 કરોડ અનક્લેઇમડ છે. ઈપીએફઓ પાસે રૂપિયા 1100 કરોડ અનક્લેઇમડ છે.


રકમ ક્લેમ ન થવાનાં કારણો-


રોકાણ કરી ભુલી જવુ છે. પારાવારિક મતભેદો છે. રોકાણનાં યોગ્ય રેકોર્ડ ન હોવા. વારસદારને રોકાણની માહિતી ન હોવી. સહી મેચ ન થવી. ટ્રાન્સમીશન કે વીલ પ્રોસીજર અંગે માહિતીનો અભાવ છે. નાણાંકિય સંસ્થાની જાણ વગર સરનામાનાં ફેરફાર થાય છે. 10 વર્ષ સુધી અનક્લેમડ રકમ અમુક ખાસ સરકારી સંસ્થામાં ટ્રાન્સફર થાય છે.


કઇ રીતે કરી શકશો ક્લેમ?-


રોકાણકાર પોતે કેવાયસી ડોક્યુમેન્ટ સાથે એક પ્રોસીજર પુરી કરી ક્લેમ કરી શકે છે. વારસદારે સકસેશન સર્ટીફિકેટ લાવવુ પડશે. વારસદારે વીલ સાથે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવી જરૂરી છે.


તમારા રોકાણનાં વ્યવસ્થિત રેકોર્ડ રાખો. પાન, આધાર, બેન્ક ખાતા નંબર, ડિમેટ ખાતાની માહિતી એ રીતે રાખો કે તમારા વારસદારને સરળતાથી મળી શકે છે. બિનજરૂરી ખાતા બંધ કરાવી દેવા છે. દરેક રોકાણ અને ઇન્શ્યોરન્સની માહિતી વીલમાં રાખવી છે.