બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ક્યા રોકાણ આપી શક્શે સારા રિટર્ન

ના રોજ પ્રકાશિત Fri, 09, 2019 પર 15:55  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના એપિસોડમાં એવા જ મુદ્દા સાથે આપનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું પડતા માર્કેટથી રોકાણકારની વધતી ચિંતા, ઇક્વિટી MFનાં રોકાણકારે શું કરવું?, દર્શકોનાં સવાલ.


માર્કેટ સતત પડી રહ્યાં છે અને આવા સમયે ઇક્વિટી MFનાં રોકાણકારો પણ ચિંતામાં આવી ગયા છે કારણ કે તેમને તેમના રોકાણ હવે નેગેટિવમાં પણ દેખાઇ રહ્યાં છે, પણ શુ આ સમય ખરેખર પેનિક થવાનો છે કે પછી આ સમયમાં પણ કોઇ તક છુપાયેલી છે આ અંગે આપણે જાણકારી લાઇશું ફાઇનાન્શિયલ એક્સપર્ટ અર્ણવ પંડ્યા પાસેથી.


માર્કેટ પડવાથી ઇક્વિટી MFને માર પડી રહ્યો છે. ફોલને કારણે MFનાં રોકાણકાર ચિંતામાં છે. પાછલા થોડા વર્ષોનાં રોકાણ નેગેટિવમાં છે. આ ફોલ ખુશીનું કારણ બની શકે છે. ઓછી કિંમતમાં વધુ રોકાણ કરવાની તક છે. ખરાબ સમયમાં રોકાણ કરવાથી સારા રિટર્ન બની શકે છે. આ એવો સમય છે જ્યારે બધુ ધૂંધળુ દેખાય છે.


આ સમયે રોકાણકારે પોતાની SIP ચાલુ રાખવી જોઇએ. રોકાણકારે પોતાનો રોકાણનો માર્ગ બદલવો ન જોઇએ. એસઆઈપીનો સાચો લાભ ખરાબ સમયે રોકાણ ચાલુ રાખવાથી મળે છે. રોકાણકાર તેટલીજ રકમમાં વધુ યુનિટ ખરીદે છે. જો ફોલ લાંબો ચાલે તો રોકાણકાર વધુ યુનિટ્સ લઇ શકશે. જ્યારે માર્કેટ સુધરે ત્યારે આ રોકાણનો લાભ મળશે.


માર્કેટ સુધરતા રોકાણકાર સારો ફાયદો મેળવી શકશે. રોકાણકારે પોતાનાં ધ્યેયને વળગી રહેવુ જોઇએ. રોકાણકારનાં ગોલ મુજબ યોગ્ય રોકાણ કરતા રહેવુ જોઇએ. રોકાણ અટક્યા વગર સતત કરતા રહેવુ જોઇએ. માર્કેટ ટ્રેન્ડની અસર વ્યક્તિગત રોકાણ પર ન થવી જોઇએ.