બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: યોર્સ ફાયનાન્શિયલી બુકમાં શું છે ખાસ?

ના રોજ પ્રકાશિત Wed, 25, 2017 પર 12:00  |  સ્ત્રોત : CNBC-Bajar

બચત, રોકાણ અને વળતર. આ ત્રણ શબ્દો સતત એકબીજાની પરસ્પર જોડાયેલા હોય છે. દરેક બચતને જો યોગ્ય રીતે રોકવામાં આવે તો તેનું વળતર અચૂકપણે સારુ જ આવે છે. ત્યારે આજે ફરી એક નવા ટોપિક સાથે તમને સારા વળતરની જાણકારી આપવા હું આપનું સ્વાગત કરુ છું આજના મની મેનેજરમાં. નવા વર્ષમાં રોકામકારે શું કરવું?, એમએફમાં વધતા રોકાણ અંગે અને યોર્સ ફાયનાન્શિયલી બુક અંગે.


મની મેનેજરના સ્પેશ્યલ દિવાળી ઍપિસોડમાં પાદલા વર્ષમાં થયેલામહત્વના રિફોર્મને અને આપણા નાણકીય સક્ષા અંગે વાત કરી હતી. ત્યારે આવર્ષમાં રોકાણકારે કઇ રીચે રોકાણ કરવા જોઇએ એના પર વધુ જાણકારી લઇશું ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સનાં સર્ટિફાઇડ ફાનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર.


કલ્પેશ આશરનાં મતે માર્કેટમાં આ વર્ષે સારા વળતર મળ્યા છે. રોકાણકાર હાલમાં રોચક્તા, ભય અને સંકોચ જેવી બાવના માંથી પસાર થઇ રહ્યા છે. ઇક્વિટીનું રોકાણ તમારા પોર્ટફોલિયોનો ભાગ હોવો જોઇએ સુંપર્ણ રોકાણ નહી. રોકાણ તમારા નાણાંક્યિ ધ્યેય પ્રમાણે કરવા જોઇએ છીએ. રોકાણ ડાયવર્સિફાઇડ હોવું જોઇએ માત્ર ઇક્વિટીમાં નહી. પાછલા વર્ષમાં એમએફમાં ઘણું રોકાણ રોકણ થઇ રહ્યું છે. રિટેલ ઇન્વેસ્ટર માટે એસઆઈપી દ્વારા રોકાણ સારો વિકલ્પ છે.


છેલ્લા અમુક સમયથી વ્યાજ દર ઘટ્યા છે. હાલ રિયલ એસ્ટેટ અને ગોલ્ડમાં રોકાણ ઘટ્યા છે. લોકોમાં એમએફનાં રોકાણ અંગે જાગૃતતા આવી છે. મોટી રકમ ડોમેસ્ટિક ઇન્વેસ્ટરની માર્કેટમાં આવી રહી છે. અમુક એમએફ ફંડ હવે નિયત માર્યાદામાં જ રોકાણ લે છે. સૌથી પહેલા તમારા કૅશ ફ્લોની સમીક્ષા કરતા રહેવી જોઇએ છીએ. ટર્મ પ્લાન દ્વારા લાઇફ ક્વરની સુરક્ષા લેવી જરૂરી છે. ઇમરજન્સી ફંડ માટેનું રોકાણ લિકિવડ ફંડમાં કરી શકાય છે.


યોર્સ ફાયનાન્શિયલિ કલ્પેશભાઇએ લખેલી પહેલી પુસ્તક છે. જીવન, ફાયનાન્સ અને ફિલ્મ પર આધારિત પુસ્તક છે. આબુકમાં પર્સનલ ફાયનાન્સમાં વિવિધ પાસા આવરી લેવામાં આવ્યા છે. આ પુસ્તકને ફિલ્મી ટચ આપવામાં આવ્યો છે. જીવન અને ફાયનાન્સમાં અમૂક પાસાઓનું મિશ્રણ રાખવું જરૂરી છે. ગુજરાતીમાં પણ બુક ટુંક સમયમાં પબ્લિસ કરાશે. જીવન, ફાઇનાન્સ અને ફ્લમ પર આધારિત પુસ્તક છે.


ફાયનાન્શિયલ પ્લાનર તરીકેનાં અનુભાવથી બુક લખવાની પ્રેરણા મળી છે. ફાયનાન્શિયલ અનેરનેસની જરૂરીયાતથી પુસ્તક લખવાની પ્રેરણા મળી છે. કલ્પેશભાઇને બાળપણથી ફિલ્મોનો શોખ રહ્યો છે. ફિલ્મ ભાવનાઓને સારી રીતે પ્રસ્તુત કરી શકે છે. વાર્તા રૂપે તમારી વાત બીજાને સરળતાથી સમજાવી શકાય છે. પુસ્તકમાં નારીના પાત્રને ઘણો ભાર અપાયો છે. નાણાંકિય આયોજનમાં મહિલાને સરખા ભાગે રાખવા જોઇએ છીએ.