બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: રોકાણનો ઉત્તમ વિકલ્પ કયો?

ના રોજ પ્રકાશિત Wed, 29, 2018 પર 10:18  |  સ્ત્રોત : CNBC-Bajar

બચત, રોકાણ અને વળતર. આ ત્રણ શબ્દો સતત એકબીજાની પરસ્પર જોડાયેલા હોય છે. દરેક બચતને જો યોગ્ય રીતે રોકવામાં આવે તો તેનું વળતર અચૂકપણે સારુ જ આવે છે. આજના મની મેનેજરમાં જાણીશું પીએમએસ Vs એમએફ, ક્યો છે રોકાણનો ઉત્તમ વિકલ્પ?, દર્શકોનાં સવાલ.


મની મૅનેજરમાં આપણે રોકાણનાં વિવિધ વિકલ્પોની વાત કરતા હોઇએ છીએ, જેમા ખાસ કરીને સ્ટોક કે બોન્ડમાં રોકાણ કરવા માટે પીએમએસ એટલેકે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ અને એમએફ એટલે કે મ્યચ્યુઅલ ફંડ મુખ્ય છે, આમતો બન્ને દ્વારા આડકતરી રીતે રોકાણતો માર્કેટમાંજ થાય છે આમ છતા બન્નેમાં મોટો તફાવત છે.


તો શું છે આ તફાવત એ સમજવાનો પ્રયાસ આપણે આજનાં મની મૅનેજરમાં કરીશું અને આ માહિતી આપવા આપણી સાથે જોડાયા છે ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સનાં સર્ટિફાઇડ ફાયનાન્શિયલ પ્લાનર અને યોર્સ ફાયનાન્શયલિ બુકનાં લેખક કલ્પેશ આશર.


પીએમએસ-


આ એવી વેલ્થ મેનેજમેન્ટ સેવા છે જે માર્કેટમાં ઉભી થતી તકનો લાભ માટેની સ્ટ્રેટર્જી આપે છે. આ સેવાનું મેનેજમેન્ટ પ્રોફેશનલ પોર્ટફોલિયો મૅનેજર કરે છે. પીએમએસનાં પ્રકાર જાણીએ ડિસક્રેશનરી પીએમએસ, નોન-ડિસક્રેશનરી પીએમએસ.


ડિસક્રેશનરી પીએમએસ-


અહી પોર્ટફોલિયો મૅનેજર સ્વંતત્ર રીતે ક્લાઇન્ટનો પોર્ટફોલિયો મેનેજ કરે છે.


નોન-ડિસક્રેશનરી પીએમએસ-


પોર્ટફોલિયો મૅનેજર ક્લાઇન્ટની ઇચ્છા મુજબ પોર્ટફોલિયો મેનેજ કરે છે. દરેક પીએમએસ રોકાણકાર માટે પોર્ટપોલિયો મૅનેજર ડીમેટ ખાતુ ખોલે છે. પોર્ટફોલિયો મેનેજર પાસે ડીમેટ ખાતાને ઓપરેટ કરવાની પાવર ઓફ એટર્ની હોય છે. પીએમએસ વધુ અગ્રેસીવ હોવાથી વધુ જોખમી પણ બની શકે છે. ક્લાઇન્ટ મૅનેજરને નિયત ફી ચુકવે છે અને તેને માસિક ફી સ્ટ્રકચરની રસીદ મળે છે. પીએમએસમાં ટેક્સ ટ્રાન્ઝેક્શનનાં સમયે લાગે છે. એમએફમાં ટેક્સ એકચ્યુઅલ રિડમ્પશન પર લાગે છે.


એમએફની સરખામણીમાં પીએમએસમાં વધુ ડોક્યુમેન્શન હોય છે. પીએમએસની સરખામણીમાં એમએફ વધુ પારદર્શક છે. પીએમએસ, એચએનઆઈએસ જેવા મોટા રોકાણકાર માટે છે, જ્યાં 25 લાખ કે વધુનું રોકાણ થાય છે. એમએફમાં રૂપિયા 500થી રોકાણ શરૂ કરી શકાય છે. પીએમએસ પ્રોવાઇડર 2-3% ચાર્જ લગાડે છે, કોઇ વખત પ્રોફિટ શેરિંગ પણ હોય છે.


કોઇ પીએમએસ પોર્ટફોલિયો પ્રમાણે ફિકસ ફી ચાર્જ કરે છે. એમએફમાં ખર્ચ અને એક્ઝિટ લોડ ખૂબ ઓછા છે. પીએમએસની સરખામણીમાં એમએફ વધુ કોસ્ટ ઇફેક્ટિવ છે. એમએફમાં ઘણા વિકલ્પો છે, જે માંથી દરેક પોતાની જોખમની ક્ષમતા પ્રમાણે પસંદ કરી શકે છે. એમએફની સરખામણીમાં પીએમએસમાં વધુ જોખમ છે. એમએફ દ્વારા સતત લાંબાગાળાનાં રોકાણથી સારૂ વળતર મળે છે. એમએફની માહિતી મેળવવી રોકાણકાર માટે ખૂબ સરળ છે.


પીએમએસમાં લોકઇન પિરીયડ હોય છે અને એક્સિટ ચાર્જ પણ વધુ હોય છે. એમએફને લિક્વીડમાં ફેરવવા ખૂબ સરળ છે. એમએફનાં રિડપ્મશન વખતે યુનિટ પ્રમાણે લોંગટર્મ/શોર્ટ ટર્મ ટેક્સ લાગુ પડશે. પીએમએસનાં દરેક ટ્રાન્ઝેક્શન પર કેપિટલ ગેઇન/લોસ લાગુ થશે. પીએમએસનાં રોકાણનાં નિર્ણય પોર્ટફોલિયો મૅનેજર લે છે. એમએફનાં રોકાણનાં નિર્ણય ફંડ મૅનેજર લે છે.


કોણ કરી શકે પીએમએસમાં રોકાણ?


એચએનઆઈએસ કે ખૂબ મોટા રોકાણ કાર પીએમએસમાં રોકાણ કરી શકે છે.


કોણ શકે એમએફમાં રોકાણ?


એમએફમાં રોકાણ દરેક પ્રકારનાં રોકાણકાર માટે યોગ્ય છે.