બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ડેટ ફાઈનાન્સિસ શું છે? ભાગ-1

ના રોજ પ્રકાશિત Mon, 06, 2016 પર 17:38  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણા શબ્દ સાથે ઘણી સમસ્યાઓ તો ઘણી સમસ્યાઓનું નિવારણ મળતુ હોય છે. તમારા નાણા તમારા માટે હંમેશા નિવારણ રૂપ જ બન્યા રહે તે માટે જરૂરી છે યોગ્ય નાણાંકિય આયોજન. મની મૅનેજરમાં આજે ડેટ ફાઈનાન્સિંગ વિશે શું છે ડેટ ફાઈનાન્સ? કેવી રીતે ઉપયોગી?

નાણાં ઉધાર લઈ બિઝનેસ કરવો તે કોઈપણ બિઝનેસ કરનાર વ્યક્તિ માટે ખુબ જ સ્વાભાવિક વસ્તુ બનતી રહેતી હોય છે, હંમેશા નહિં પણ ક્યારેક તો ડેટ ફાઈનાન્સિંગ થતું જ હોય છે, તો આજે આપણે મની મૅનેજરમાં વાત કરીશું એવા ડેટ ફાઈનાન્સિંગના ઓપ્શન વિશે જેનાથી તમે તમારો બિઝનેસ સરળતાથી નાણાં મેળવી શકો તેમ કરી શકાય. અને આ ખુબ રસપ્રદ ટોપિક માટે આપણી સાથે જોડાઈ રહ્યાં છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

સામાન્ય રીતે વેપારમાં બુક્સ સરળતાથી સચવાતી નથી. લોકો ઘણી વખત બેદરકાર થતા હોય છે. જો તમે તમારો સિબિલ સ્કોર ન સાચવો તો લોનમાં મુશ્કેલી થઈ શકે. ઘણી વખત લોકો સમજી નથી શકતા કે તમારો કેશ ફ્લો કેટલો છે. લોન માટે તમે ઈએમઆઈ સરળતાથી ભરી શકશો કે નહિં તે મહત્વનું રહે છે.

બિઝનેસમાં તમે સમયાંતરે પ્રોફિટ બતાવો તે યોગ્ય રહે છે. તમારે બિઝનેસની બેલેન્સ શિટ મજબૂત બનાવવાની રહેશે. સ્ટાર્ટ અપમાં તમે પરિવાર કે મિત્રો પાસેથી લોન લઈ શકો છો. ક્યાંથી મેળવી શકો લોન? મિત્રો કે પરિવાર, ક્રેડિટ કાર્ડ, સિક્યોરિટિ સામે લોન, ઓવર ડ્રાફ્ટ કે એફડી, ઈન્શ્યોરન્સ પોલિસી, પર્સનલ લોન, સોના પર લોન, પર્ચેસ ઓર્ડર, લિઝ રેન્ટ ડિસ્કાઉન્ટ, પ્રોપર્ટી સામે લોન. જ્યારે પરિવાર કે મિત્રો પાસેથી લો ત્યારે ચોક્કસ જોવું કે સમયે તે ચૂકવો.