બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ડેટ ફાઈનાન્સિસ શું છે? ભાગ-2

ના રોજ પ્રકાશિત Tue, 07, 2016 પર 17:30  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણા શબ્દ સાથે ઘણી સમસ્યાઓ તો ઘણી સમસ્યાઓનું નિવારણ મળતુ હોય છે. તમારા નાણા તમારા માટે હંમેશા નિવારણ રૂપ જ બન્યા રહે તે માટે જરૂરી છે યોગ્ય નાણાંકિય આયોજન. મની મૅનેજરમાં આજે ડેટ ફાઈનાન્સિંગ વિશે. શું છે ડેટ ફાઈનાન્સ? કેવી રીતે ઉપયોગી?

નાણાં ઉધાર લઈ બિઝનેસ કરવો તે કોઈપણ બિઝનેસ કરનાર વ્યક્તિ માટે ખુબ જ સ્વાભાવિક વસ્તુ બનતી રહેતી હોય છે, હંમેશા નહિં પણ ક્યારેક તો ડેટ ફાઈનાન્સિંગ થતું જ હોય છે, તો આજે આપણે મની મૅનેજરમાં વાત કરીશું એવા ડેટ ફાઈનાન્સિંગના ઓપ્શન વિશે જેનાથી તમે તમારો બિઝનેસ સરળતાથી નાણાં મેળવી શકો તેમ કરી શકાય. અને આ ખુબ રસપ્રદ ટોપિક માટે આપણી સાથે જોડાઈ રહ્યાં છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

સામાન્યરીતે વેપારમાં બુક્સ સરળતાથી સચવાતી નથી. લોકો ઘણી વખત બેદરકાર થતા હોય છે. જો તમે તમારો સિબિલ સ્કોર ન સાચવો તો લોનમાં મુશ્કેલી થઈ શકે. ઘણી વખત લોકો સમજી નથી શકતા કે તમારો કેશ ફ્લો કેટલો છે. લોન માટે તમે ઈએમઆઈ સરળતાથી ભરી શકશો કે નહિં તે મહત્વનું રહે છે. બિઝનેસમાં તમે સમયાંતરે પ્રોફિટ બતાવો તે યોગ્ય રહે છે.

તમારે બિઝનેસની બેલેન્સ શિટ મજબૂત બનાવવાની રહેશે. સ્ટાર્ટ અપમાં તમે પરિવાર કે મિત્રો પાસેથી લોન લઈ શકો છો. જ્યારે ક્રેડિટ કાર્ડ પર લોન લો તે ખુબ સરળ રસ્તો છે. ક્રેડિટ કાર્ડનો વપરાશ તે સામાન્ય લોન જ છે. ક્રેડિટ કાર્ડ વાપરો તો તેને તારીખે ચૂકવો. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ખૂબ સાચવીને કરવો જોઈએ. સિક્યોરિટિ સામે લોન એ ખુબ સારો ઓપ્શન છે. ઈક્વિટી ફંડ અને ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સિક્યોરિટી સામેની લોનમાં આવે.

ઓવર ડ્રાફ્ટ અને ફિક્સ્ડ ડિપોઝીટ પણ સિક્યોરિટી સામે લોનની જેમ કામ કરે. જો તમારે એફડી તોડવી ન હોય તો તમે લોન લઈ શકો છો. ઈન્શ્યોરન્સ પોલિસી સામે પણ લોન લઈ શકાય છે. એન્ડોવમેન્ટ પોલિસી અને મની બેક પોલિસીમાં લોન મળી શકે છે.

દરેક મોર્ડન બેન્કમાં માર્કેટિંગ તરીકે સ્પેશિયલ ઓફર્સ આપવામાં આવે છે. ક્રેડિટ કાર્ડ પર પ્રિઅપ્રુવ્ડ લોન મળી શકે છે જેમા માસિક ઈએમઆઈ ફરજીયાત છે. આવી પ્રાઈવેટ બેન્કમાં સ્પેશિયલ લોન પણ તરત મળતી હોય છે. ક્રેડિટ કાર્ડ પર લોન આઉટ સ્ટેન્ડિંગ અમાઉન્ટ પર મળી શકે છે.

ગોલ્ડ લોન માટે અમુક નિશ્ચિત કંપનીઓ કામ કરે છે. સોનાની મંદીના સમયે બેન્ક તમને કહી શકે કે તમે લોન ભરપાઈ કરો. પેપર ગોલ્ડ સિક્યોરિટી સામેની લોનમાં આવે છે. પર્ચેઝ ઓર્ડર ખુબ ઉપયોગી માધ્યમ છે. તમારી પ્રોપર્ટીના ભાડા પર તમે એલઆરડી ફાઈનાન્સ કરી શકો છો. પ્રોપર્ટી સામેની લોન તરત નથી મળતી પણ થોડો સમય લે છે.