બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: FRDI બીલ શું છે?

મની મેનેજરમાં આજે જાણીશુ કે FRDI બીલ શું છે? FRDI બીલથી શું લાભ થઇ શકશે.
ના રોજ પ્રકાશિત Wed, 20, 2017 પર 16:45  |  સ્ત્રોત : CNBC-Bajar

તમારા નાણાં અને અમારૂ આયોજન, એટલે આ શો મની મૅનેજર. હું આપનું સ્વાગત કરુ છું તમારા ફેવરેટ શો મની મૅનેજરમાં, એક નવા ટોપિક સાથે. મની મેનેજરમાં આજે જાણીશુ કે FRDI બીલ શું છે? FRDI બીલથી શું લાભ થઇ શકશે અને દર્શકોનાં સવાલ.

The Financial Resolution and Deposit Insurance Bill, 2017 જેને ટુંકમાં(FRDI Bill) તરીકે ઓળખવામાં આવે છે, આ બીલ લોકસભામાં 10 ઓગષ્ટનાં રોજ રજૂ કરાયુ હતુ અને હાલમાં જોઇન્ટ ક્મિટિ ઓફ પાર્લામેન્ટનાં  consideration હેઠળ છે. ત્યારે જ હાલમાં આ બીલ અંગે સોશિયલ મિડિયા ઉપર પણ ઘણી ચર્ચાઓ થઇ રહી છે. તો ખરેખર આ બીલ શું છે? શા માટે આ બીલ જરૂરી છે તે તમામ બાબતો અંગે આપણે વિસ્તારથી જાણીશુ અને આ જાણકારી આપવા આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

FRDI બીલ અંગે અમૂક અફવા વોટ્સએપ ઉપર ફેલાય રહી છે. FRDI બીલની અસર ફાયનાન્શિયલ ઇન્સ્ટિટ્યુટને થશે. બેન્ક કે ઇન્શ્યોરન્સ કંપનીના ફેલિયોર સમયે ગ્રાહકને સુરક્ષા મળે તે હેતુ. FRDI બીલ ગ્રાહકોને સુરક્ષા આપશે. દેશના વિકાસની સાથે રિસ્ક વધતા આવા બીલની જરૂર ઉભી થાય છે. આ બીલ હેઠળ નબળી નાણાંકિય સંસ્થાનાં મર્જર કરી શકશે.


કોઇપણ બેન્કના પર્ફોમન્સમાં કોઇ સમસ્યા હોય તો તેને બચાવવાના પ્રયાસ થશે. તમારી બેન્કને હાલમાં માત્ર રૂપિયા 1 લાખ રૂપિયાનો ઇન્શ્યોરન્સ છે. આ બીલ લાગુ થતા ગ્રાહકોનાં નાણાંને સુરક્ષા મળશે. બેન્કનાં ફેલિયોર સમયે ગ્રાહકનાં નાણાંને સુરક્ષા મળશે. FRDI બીલ આવવાથી બેન્કનાં રોકાણકારને કોઇ નુકસાન નથી.


રેસોલ્યુસન કમિશન બેન્કનાં કામકાજ પર ધ્યાન રાખશે. FRDI બીલથી બેન્કનાં રોકાણકારે પેનિક થવાની જરૂર નથી. ફાયનાન્શિયલ સેક્ટરને મજબૂત બનાવવા માટે એક રેગ્યુલેટર બનાવાય રહ્યું છે. આ બીલથી ગ્રાહકોને ફાયનાન્શિયલ સિક્યુરિટી મળશે. આ બીલ હેઠળ સર્જાતી કંપની પાસે ઘણી સત્તા હશે.

સવાલ: આગળનો ઇમેલ આવ્યો છે પ્રકાશ મહેતાનો તેમણે પોતાના રોકાણ અને અન્ય વિગતો આપી છે જણાવ્યા છે તેમની પાસે બે ટ્રેડિશનલ પોલિસી છે.જેનુ તેઓ ₹ 50,000 પ્રિમિયમ ભરે છે. રૂપિયા 51 લાખનો ટર્મ પ્લાન છે જેનુ પ્રિમિયમ 10,200 આવે છે. આ ઉપરાંત પોસ્ટમાં આરડી કરે છે મહિને ₹7000/- અને સહારા ઈન્ડિયા આરડી મહિને ₹ 6000/- રોકે છે સાથે જ એસઆઈપી દ્વારા કરતા રોકાણ આ મુજબ છે.

જવાબ: પ્રકાશભાઇને સલાહ છે કે તમારા ધ્યેય માટે તમારા રોકાણ યોગ્ય નથી. તમારે રૂપિયા 1 કરોડનો ઇન્શ્યોરન્સ લેવો જોઇએ. ધ્યેયને મેળવવા માટે રોકાણમાં ઘણા ફેરફાર કરવા પડશે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધારવુ જરૂરી છે.