બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: શું છે આરબીઆઈની વ્યાજદરને લગતી નવી જાહેરાત?

ના રોજ પ્રકાશિત Wed, 19, 2018 પર 11:17  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના એપિસોડમાં એવા જ મુદ્દા સાથે હું આપનું સ્વાગત કરુ છું. આજના મની મેનેજરમાં જાણીશું હોમલોનનાં વ્યાજદર માટે આરબીઆઈના નવા નોટીફીકેશન, હોમલોન બોરોવરને કેટલો લાભ, દર્શકોનાં સવાલ


આરબીઆઈએ તાજેતરમાં નવા નોટીફીકેશન દ્વારા જાહેરાત કરી છે કે એપ્રિલથી હોમલોનનાં વ્યાજદર માટે એક્સટરનલ બેન્ચમાર્ક નક્કી થશે અને હોમલોનનાં વ્યાજદરમાં ફેરપાર આ બેન્ચમાર્ક પર આધારિત હશે. તો આ નિર્ણયની હોમ બાયરને એટલે કે જે લોકો લોન બોરો કરી ઘર ખરીદી રહ્યાં છે તેમના પર કેટલી અસર પડશે તે અંગેની ચર્ચા કરીશું અને આ ચર્ચામાં જોડાયા છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર, કાર્તિક ઝવેરી.


હોમ લોન લેનારને ફ્લોટિગ વ્યાજદરથી ઘમી સમાસ્યા થતી હોય છે. આરબીઆઈ વ્યાજદર બદલે પછી બેન્ક દ્વારા આપણી લોનનાં વ્યાજદર પણ બદલાય છે. એમસીએલઆર રેટ પ્રમાણે બેન્ક વ્યાજ દરમાં ફેરપાર કરતા હોય છે. વ્યાજદરનો ઘટાડો ગ્રાહકો સુધી સમયસર ન પહોચવાની ફરિયાદ હતી. હવેથી એક્સટરનલ બેન્ચમાર્ક સાથે વ્યાજ દર સાંકલવાનો પ્રયાસ થશે. નવા નિયમથી લોન લેનારને વ્યાજદરનાં ફેરફારનો લાભ ઝડપથી મળી શકશે.


એક્સટરનલ બેન્ચમાર્ક લાવવાથી પારદર્શક્તા વધશે. હોમ લોન ઉપરાંતની દરેક લોન માટે આ જ નિયમ લાગુ પડશે. દરેક લોનમાં વ્યાજ દર એક્સટરનલ બેન્ચમાર્ક પર આધારિત હશે. હોમલોનની રકમ મોટી હોવાથી હોમ લોનનાં ગ્રાહકોને આ નિયમની વધુ અસર છે. બેન્ક વ્યાજદરનાં ફેરફાર લાગુ કરવા માટે અમુક ચાર્જ લગાડતી હોય છે. આરબીઆઈ વ્યાજદર બજલે પછી બેન્ક દ્વારા અપણી લોનનાં વ્યાજદર પણ બદલાય છે.


સવાલ-


રૂપિયા 1 લાખનું રોકાણ સ્ટોકમાં કરવું છે 10 થી 15 વર્ષ માટે તો આ માટે ક્યા રોકાણ કરવું. સાથે જ તેમણે એમ પણ જણાવ્યુ છે કે તેમને શેર બજારનું KNOWLEDGE નથી. સાથે જ તેમના SIPનાં રોકાણ જણાવ્યા છે, જે 2016 થી તેઓ કરી રહ્યાં છે?


જવાબ-


તમારૂ એમએફનું રોકામ સતત ચાલુ રાખો. તમે 8 થી 10 કંપનીમાં થોડું થોડું રોકાણ કરો. જાણીતી એફએમસીજી કંપનીમાં રોકાણ કરો. નિફ્ટી 50 ની ચોપ કંપનીમાં રોકાણ કરી શકો છો.


સવાલ-


15 થી 20 વર્ષ માટેનાં રોકાણનો પાર્ટફોલિયો કઇ રીતે બનાવી શકાય? તેમની ઉંમર 26 વર્ષ છે અને તેઓ Ph.D student છે?


જવાબ-


તમારે ઇક્વિટી બજારમાં પોર્ટફોલિયો બનાવવો જોઇએ.